Book Title: Sutra Samvedana Part 06
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 223
________________ ૨૧૦ સૂત્ર સંવેદના-૬ ૫. પચ્છન્નકાલેણું : વરસાદ, ધૂળ, ધૂમ્મસ, વાવાઝોડું વગેરે કોઈપણ કારણસર સૂર્ય ઢંકાઈ જવાથી જો સમયની ખબર ન પડે અને તેથી અનુમાનથી સમય પહેલા પચ્ચકખાણ પળાઈ જાય તોપણ પચ્ચખાણનો ભંગ નથી. વર્તમાનમાં પણ ઘડીયાળો નિશ્ચિત સમયેવાળી જ હોય એવો એકાન્ત નથી. જોવામાં પણ ક્યારેક કલાક જેવી ભૂલ થઈ જવાનો સંભવ છે. તેથી આ આગાર અત્યારે પણ સાર્થક છે. ૬. દિસામોહેણું પ્રવાસ આદિમાં દિશાનો ભ્રમ થવાથી એટલે પૂર્વને પશ્ચિમ દિશા આદિ માનીને, તદનુસાર પચ્ચખાણનો સમય થઈ ગયો છે એવું માની પચ્ચખાણ પારી લેવાય; તોપણ પ્રતિજ્ઞામાં આ આગાર હોવાથી પચ્ચક્ખાણનો ભંગ થતો નથી. ૭. સાહુવયણેણં વ્યાખ્યાન આદિમાં જ્યારે સૂત્રપોરિસી પૂરી થતાં પોરિસી ભણાવવા માટે સાધુ-સાધ્વીજી ભગવંતો “ઉગ્વાડા પોરિસી” અથવા “બહુપડિપુત્રા પોરિસી” બોલી પોરિસી ભણાવે ત્યારે તે વચન સાંભળીને કોઈને એવો ભ્રમ થાય કે પોરિટીનું પચ્ચખ્ખાણ આવી ગયું. આવા સાધુવચનથી પણ કદાચ પચ્ચક્માણ વહેલું પરાઈ જાય તો આ આગાર રાખ્યો હોવાને કારણે પચ્ચકખાણનો ભંગ નથી થતો. આ બધા આગારમાં સમજી લેવું જોઈએ કે આવી કોઈપણ ગેરસમજથી પચ્ચખ્ખાણ પાળી લેવાય; પરંતુ પાછળથી ખબર પડે કે ભૂલ થઈ છે, તો વાપરતાં અટકી જવું જોઈએ; તો પચ્ચક્ખાણનો ભંગ ન ગણાય; પરંતુ જો ખબર પડ્યા પછી પણ વાપરવાનું ચાલુ રખાય તો પચ્ચકખાણનો ભંગ થયો કહેવાય. મૂળ સૂત્ર : ३ पुरिमड्ड, अवड्ड सूरे उग्गए, पुरिमटुं अवटुं मुट्ठिसहि पञ्चक्खाइ / पच्चक्खामि। चउविहं पि आहारं-असणं पाणं खाइमं साइमं अन्नत्थणाभोगेणं' सहसागारेणं' पच्छन्नकालेणं दिसामोहेणं साहुवयणेणं महत्तरागारेणं સર્વસંમરિવત્તિયારે વોલિફ / વોસિરાશિ છે .

Loading...

Page Navigation
1 ... 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250