Book Title: Sutra Samvedana Part 06
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 240
________________ પચ્ચખાણનાં સૂત્રો ૨૨૭ કરું છું. તેમાં ત્રણ પ્રકારના આહારનો એટલે અશન, ખાદિમ અને સ્વાદિમનો (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) મહત્તરાકાર અને (૪) સર્વસમાધિપ્રત્યયાકાર. એ આગારીપૂર્વક ત્યાગ કરે છે તે હું ત્યાગ કરું છું. મૂળ સૂત્ર: (૨૨) વિદાર. दिवसचरिमं पञ्चक्खाइ/पच्चक्खामि । दुविहं पि आहारं-असणं खाइमं अन्नत्थणाभोगेणं' सहसागारेणं' महत्तरागारेणं सव्वसमाहिवत्तियागारेणं वोसिरइ/वोसिरामि । સંસ્કૃત છાયા ? (११) द्विविधाहारम् दिवसचरिमं प्रत्याख्याति/प्रत्याख्यामि द्विविधमपि आहारम्-अशनं, खादिम (द्यम्) अन्यत्र अनाभोगेन सहसाकारेण महत्तरागारेण सर्वसमाधिप्रत्ययाकारेण व्युत्सृजति/ વ્યુત્સુનામાં શબ્દાર્થ : (૧૧) દુવિહાર દિવસના શેષ ભાગથી સંપૂર્ણ રાત્રિપર્યન્તનું પચ્ચખાણ કરે છે હું પચ્ચકખાણ કરું છું. તેમાં બન્ને પ્રકારના આહારનો એટલે અશન અને ખાદિમનો (1) અનાભોગ, (૨) સહસાકાર, (૩) મહત્તરાકાર અને (૪) સર્વસમાધિપ્રત્યયાકાર; એ આગારીપૂર્વક ત્યાગ કરે છે / હું ત્યાગ કરું છું. વિશેષાર્થ : રાત્રિભોજન મહાપાપ છે. રાત્રે ખાવું એ માંસભક્ષણ કરવા બરાબર અને રાત્રે પીવું એ રુધિર પીવા બરાબર મનાયું છે. રાત્રિભોજન નરકનું દ્વાર છે. જૈનેતર શાસ્ત્રમાં પણ રાત્રિભોજનને સર્વ પાપથી અધિક પાપ કહ્યું છે. આથી જ શક્તિસંપન્ન સાધક સૂર્યાસ્ત થતાં ચારે આહારનો ત્યાગ કરે છે.

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250