Book Title: Sutra Samvedana Part 06
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 243
________________ ૨૩૦ સૂત્ર સંવેદના-૬ પુષ્પમાળા વગેરે જે માત્ર એક જ વાર ભોગવી શકાય, તેને ઉપભોગ (ભોગ) કહેવાય છે; જ્યારે સ્ત્રી, આભૂષણ, વસ્ત્ર, ઘર વગેરે જે વારંવાર ભોગવી શકાય તેને પરિભોગ (ઉપભોગ) કહેવાય છે. દેશાવગાસિક1 ઉપભોગ-પરિભોગનું પચ્ચક્ખાણ સ્વીકારી સાધક પોતાના ઉપભોગ-પરિભોગને નિયંત્રિત કરે છે. દુનિયાભરની વસ્તુ પ્રત્યેના આકર્ષણને તોડવા તે અમુક ચીજ-વસ્તુથી વધારે ન વાપરવી તેવો નિયમ કરે છે. આ પચ્ચક્ખાણ સવાર-સાંજ બન્ને ટાઈમ કરાય છે. તેમાં સવારે પચ્ચક્ખાણ' કરી સાધક દિવસ દરમ્યાન અમુક પ્રમાણથી અધિક વસ્તુ ન વાપરવી તેવો નિયમ કરે છે. સામાન્યથી તે ૧૪ અને ૯ નિયમો ધારે છે. સાંજે સાધક પોતાના નિયમનું સ્મરણ કરી, તેમાં વધુ સંકોચ કરવા રાત્રિનો પ્રારંભ થતાં પુન: આ વ્રત સ્વીકારે છે. આવું પચ્ચક્ખાણ કરી સાધક તે તે વસ્તુના ત્યાગ સાથે તેના પ્રત્યેની આસક્તિને તોડવાનો તો યત્ન કરે જ છે; પરંતુ સાથે સાથે જે વસ્તુનો તેને ત્યાગ ન કર્યો હોય તે વસ્તુના વપરાશ, સંગ્રહ આદિમાં પણ નિયંત્રણ લાવવા યત્ન કરે છે. વળી, ‘આ કરવા જેવું નથી' એવું વિચારી જે વસ્તુનો ઉપભોગ ક૨વો પડે છે, તેમાં પણ વધુ પડતાં રાગાદિ ભાવો ન થઈ જાય તે માટે સાવધાન રહે છે. દેશાવગાસિકનું પચ્ચક્ખાણ સ્વીકારતાં સાધક વિચા૨ે કે, “બાહ્ય વસ્તુનો ઉપભોગ-રિભોગ કરવો તે મારો સ્વભાવ નથી આમ છતાં વિતિને આધીન થઈ, વિષયોને વશ બનેલો હું સદા બાહ્ય વસ્તુના ભોગ-ઉપભોગને ઇચ્છું છું. મારી આ ઇચ્છાઓને નાથવા મેં આજે આ વ્રત સ્વીકાર્યું છે. પ્રભુ ! એવી શક્તિ આપજે કે આ વ્રતને અખંડિત પાળી, હું શીઘ્ર અનિચ્છારૂપ મોક્ષ સુઘી પહોંચી શકું” 21. દેશાવકાશિક વ્રતની વિગતો સૂત્ર સંવેદના-૪માં ૧૧ મા વ્રતમાં આપેલ છે તે ત્યાંથી જાણી લેવા ભલામણ.

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250