Book Title: Sutra Samvedana Part 06
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 241
________________ ૨૨૮ સૂત્ર સંવેદના-૬ સૂર્યાસ્ત વખતે લેવામાં આવતા આ પચ્ચક્ખાણોને દિવસચરિમં પચ્ચક્ખાણો પણ કહેવાય છે. દિવસચરિમં એટલે દિવસનો છેલ્લો ભાગ, તે સમયે જે પચ્ચક્ખાણ કરાય તેને દિવસચરિમં પચ્ચક્ખાણ કહેવાય. તે પચ્ચક્ખાણમાં ૧. જે સાધકે ઉપવાસ કરી પાણીની છૂટ રાખી હોય અથવા જેણે એકાસણ આદિમાં વાપર્યા પછી તિવિહારનું પચ્ચક્ખાણ કરીને માત્ર પાણીની છૂટ રાખી હોય તે સાંજના પાણીરૂપ આહારનો ત્યાગ ક૨વા પાણહારનું પચ્ચક્ખાણ કરે છે. ૨. જે સાધકે દિવસ દરમ્યાન ચારે આહારની છૂટ રાખી હોય તે રાત્રિમાં ચારે આહારનો ત્યાગ કરવા ચઉવિહારનું પચ્ચક્ખાણ કરે છે. ૩. એકાસણ, આયંબિલ વિગેરેમાં આહાર કરીને ઊઠ્યા પછી તથા સાંજે જે સાધકમાં શારીરિક કે અન્ય કારણોસર ચારે આહારનો ત્યાગ કરવાનું સત્ત્વ ન હોય તે પાણીની છૂટ રાખી, અન્ય ત્રણ આહારનો ત્યાગ કરવા તિવિહારનું પચ્ચક્ખાણ કરે છે. ૪. જેઓ વળી રોગાદિના કારણે ઔષધાદિ વગર રાત્રિ પસાર નથી કરી શકતા, છતાં રાત્રિભોજનનો તો ત્યાગ જ કરવાની ભાવના વાળા છે, તેઓ ઔષધ, પાન છૂટ રાખી, અશન અને ખાદિમરૂપ બે આહારનો ત્યાગ કરવા દુવિહારનું પચ્ચક્ખાણ કરે છે. ન આ રીતે સંધ્યાકાળે વિવિધ પચ્ચક્ખાણો કરી સાધક રાત્રિ દરમ્યાન આહાર આદિની ઇચ્છા પરેશાન ન કરે અને નવો કર્મબંધ ન થાય તેની કાળજી રાખે છે. વળી, રાત્રે પણ આહા૨સંજ્ઞાના સંસ્કારો મનને મલિન ન કરે તે માટે મહેનત કરે છે. જેઓ આવી મહેનત કરે છે તેમનું જ પચ્ચક્ખાણ ભાવપૂર્વકનું પચ્ચક્ખાણ કહેવાય છે, અને પચ્ચક્ખાણના વાસ્તવિક ફળને પણ તેવા સાધકો જ પ્રાપ્ત કરી શકે છે. બાકી વિચાર્યા વિના સમૂર્ચ્છિમની જેમ પચ્ચક્ખાણ કરનાર સાધકો આ ફળને પ્રાપ્ત કરી શકતા નથી. સંધ્યાકાળે પચ્ચક્ખાણ કરતાં સાધક વિચારે કે, “ખાવા-પીવાની ખટપટથી હું દિવસભર તો અટકી શક્યો નથી; પરંતુ રાત્રિભોજનના મહાપાપથી તો મારે અટકવું જ છે. એક રાત્રિ પણ હું ખાઘા-પીઘા વગર વિતાવીશ તો અનેકજીવોને હું અભયદાન આપી શકીશ. પ્રભો ! આપની

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250