Book Title: Sutra Samvedana Part 06
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 246
________________ પચ્ચખાણ પારવાના સૂત્રો ૨૩૩ आयंबिल, निब्बी, एगलठाण, एगासण, बियासण, पच्चक्खाण कर्यु तिविहार; पच्चक्खाण फासिअं, पालिअं, सोहिअं, तिरिअं, किट्टि आराहिअं जं च न आराहि तस्स मिच्छा मि दुक्कडं ।। સંસ્કૃત છાયા : उद्गते सूर्य नमस्कारसहितं पौरुषीं, सार्धपौरुषीं, पूर्वाधर्म, अपार्धम्, (ग्रन्थिसहितम्) मुष्टि सहितं पच्चक्खाण कृतं चतुर्विधम् अपि आहारम् । आचामाम्लम्, निर्विकृतिकम्, एकस्थानम्, एकाशनम्, द्वयशनम् पच्चक्खाण कृतं त्रिविधाहारं पच्चक्खाण स्पर्शितम्, पालितं, शोधितं, तीरितं, कीर्तितं, आराधितं यच्च नाराधितम् तस्य मिथ्या मे दुष्कृतम् । શબ્દાર્થ: સૂર્ય ઉગ્યા પછી બે ઘડી પોરસી-એકપ્રહર, સાઢ પોરસી-દોઢ (૧૧) પ્રહર, પુરિમુઢ-દિવસના પ્રથમ અર્ધ ભાગ તથા અવઢ-દિવસના છેલ્લા અર્ધભાગના અર્ધભાગ સુધી મૂઠીવાળી નવકાર ન ગણું ત્યાં સુધી“ મેં ચારે આહારના ત્યાગનું પચ્ચખાણ કર્યું હતું તથા આયંબિલ નિવી એકલઠાણું, એકાસણ, બિયાસણાનું પચ્ચક્ખાણ મેં ત્રણ પ્રકારના આહારના ત્યાગ પૂર્વક કર્યું હતું, કરેલા આ પચ્ચકખાણને મેં સ્પેશ્ય છે, પાળ્યું છે, શોભાવ્યું છે, પાર્યું છે, વારંવાર યાદ કર્યું છે, (આ રીતે મેં પચ્ચકખાણને) આરાધ્યું છે. (આ શુદ્ધિઓનું ધ્યાન રાખવા છતાં) જે ન આરાધ્યું હોય તે સંબંધી મારું દુષ્કૃત (પાપ) નાશ પામો. : " 3. પ્રત્યાખ્યાનનો અવસ્થાન કાલ ઓછામાં ઓછો બે ઘડી સુધીનો હોય છે. 4. “મૂઠી સહિત' નામનું પ્રત્યાખ્યાન જ્યારે પારવું હોય ત્યારે એક આસને બેસીને હાથની મૂઠી વાળીને એક અથવા ત્રણ વાર નવકારમંત્રનો પાઠ બોલવામાં આવે છે. 5. “અંબિલ, નીરસલ, દુષ્પાય, ધાતુશોષણ. કામબ, મંગલ, શીત' એ આયંબિલના એકાર્થી શબ્દો છે. તેમાં લૂખું-સૂકું ભોજન જમવાનું હોય છે. 6. આ પ્રત્યાખ્યાનમાં ઘી વગેરે છ વિગઇ-વિકૃતિઓનો ત્યાગ કરવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 244 245 246 247 248 249 250