________________
૨૧૬
સૂત્ર સંવેદના-૬
લેપવાળી રોટલી વગેરેના ભોજનથી પચ્ચક્ખાણનો ભંગ ન થાય તે માટે આ આગાર રખાય છે.
૧૨. પારિટ્ઠાવણિયાગારેણં15 : વિધિપૂર્વક ૪૨ દોષ રહિત વહોરી લાવેલો આહાર હોય અને અન્ય મુનિઓએ વિધિપૂર્વક વાપરતાં તે વધ્યો હોય તો તે આહાર પરઠવવા યોગ્ય ગણાય; પરંતુ તે વધેલા આહારને પરઠવતાં અનેક દોષ લાગશે એમ માનીને ગુરુભગવંત ઉપવાસ તથા એકાસણ આદિ પચ્ચક્ખાણવાળા મુનિને એકાશન કરી લીધા બાદ પણ તે આહાર વાપરવાની આજ્ઞા કરે તો મુનિને ફરીથી વાપરતાં પણ ઉપવાસ કે એકાશણાદિ પચ્ચક્ખાણનો ભંગ ન ગણાય, તે માટે આ આગારનો ઉલ્લેખ છે.
૧૩. સાગારિઆગારેણં : એનું સંસ્કૃત રૂપ ‘સારિજ આારેળ' થાય છે. અહીં ‘આગાર’ એટલે ઘર અને સાગરિક એટલે ઘરવાળી = ગૃહસ્થ, ગૃહસ્થ સંબધી છૂટનો આગાર તે સાગારિકાકાર છે. ગૃહસ્થના દેખતાં ભોજન ક૨વું તે સાધુઓનો આચાર નથી. સાધુ જ્યાં ભોજન કરતો હોય ત્યાં ગૃહસ્થ આવે અને તરત પાછો જવાનો હોય તો તેટલી વાર રાહ જુએ; પણ તે વધુ રોકાવાનો હોય તો તેટલો સમય બેસી રહેવાથી સ્વાધ્યાય વગેરે આરાધનામાં ખલેલ પહોંચે માટે ત્યાંથી બીજે સ્થાને જઈને ભોજન કરે. તે પ્રસંગે આ આગારથી સાધુને એકાસણ પચ્ચક્ખાણનો
ભંગ ન થાય.
૧૪. આઉટણપસારેણં : એક આસને બેસી ન શકાય ત્યારે હાથ પગ સંકોચવામાં કે પસારવામાં પણ એકાશનનો ભંગ નથી તેમ આ આગાર સૂચવે છે.
૧૫. ગુરુઅમુઢાણેણં : એકાશણ આદિ કરતી વખતે ગુરુ કે કોઈ ડિલ પ્રાપૂર્ણક સાધુ પધારે તો તેમનો વિનય સાચવવા માટે ઊભા થવું જોઈએ16 આવું કરવામાં પણ પચ્ચક્ખાણ ભાંગી ન જાય તે માટે આ આગાર છે.
પાસ - પાણી સંબંધી
એકાસણ આદિના પચ્ચક્ખાણમાં આહાર એક જ વાર લેવાય છે; પરંતુ પોરિસી આદિનું પચ્ચક્ખાણ પાર્યા બાદ અચિત્ત પાણી અનેકવાર વાપરી શકાય
15. આગાર નં ૮-૯-૧૦-૧૧-૧૨ માત્ર સાધુ-સાધ્વી ભગવંત માટે છે છતાં સૂત્રનો પાઠ અખંડિત રાખવા સૌ કોઈ તેને બોલે છે.
16. આ આગારમાં માત્ર ઊભા થવાની છૂટ છે - ચાલીને સામે જવાની નહિ.