Book Title: Sutra Samvedana Part 06
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 228
________________ પચ્ચકખાણનાં સૂત્રો ૨૧૫ છે; પરંતુ પચ્ચકખાણના પાઠની અખંડતા જાળવવા માટે શ્રાવક-શ્રાવિકા પણ તે આગારો પૂર્વક જ આ પચ્ચકખાણ લે છે. આમ, આ પચ્ચખાણમાં સમયની મર્યાદારૂપે પોરિસીનું અને વિગઈનું પચ્ચખાણ લીધા પછી એકાસણા આદિનું પચ્ચખાણ લેવાય છે. એકાશન આદિ કરનારને અચિત્ત જળ જ વાપરવાનું હોય છે તે માટે તેમાં અચિત પાણીને લગતા છ વિશેષ આગારો સહિત પ્રતિજ્ઞા કરાય છે. આ પચ્ચખાણમાં પોરિસીના ૭, વિગઈના ૯, એકાસણા અને બિસાયણના ૮ તથા સચિત્ત પાણી સંબંધી હું એમ કુલ ૩૦ આગારોનો ઉલ્લેખ કરાય છે. વિગઈના ૯ આગારોમાં અનાભોગ, સહસાકાર, મહત્તરાકાર અને સર્વસમાધિ પ્રત્યયાકાર એ ૪ આગારોનો બોધ તો પૂર્વના પચ્ચકખાણોમાં આવી ગયો છે. તે ઉપરાંત સાધુ-સાધ્વી માટે જે પાંચ આગારો રખાય છે. તે આ પ્રમાણે છે : ૮. લેવલેણું : આયંબિલના પચ્ચકખાણમાં ન કલ્પે તેવી વસ્તુઓ, વિગઈ, શાક વગેરેથી ભોજન કરવાનું પાત્ર ખરડાય તે લેપ અને એવી અકથ્ય વસ્તુથી ખરડાયેલા વાસણને માત્ર હાથ વગેરેથી જેવું-તેવું સાફ કરવું (પૂર્ણ સાફ ન કરવું) તે અલેપ; આવા ખરડાયેલા ભાજનથી કે હાથ વગેરેથી સામાન્ય સાફ કરેલા ભાજન દ્વારા (અજાણપણે) વિગઈ આદિનો અંશ વાપરવામાં આવે, તોપણ આ આગારથી પચ્ચખાણ ન ભાંગે. ' ૯. ગિહત્યસંસસટ્ટણ : આહાર આપનારા ગૃહસ્થની ચમચી વગેરે વાસણો વિગઈ વગેરે અકથ્ય વસ્તુથી ખરડાયેલા હોય અને તેનાથી તે સાધુને વહોરાવે તો તે અકથ્ય અંશથી મિશ્ર આહાર ખાવા છતાં અકથ્ય વસ્તુનો સ્વાદ સ્પષ્ટ ન સમજાય તો તે વાપરતાં આ આગાર રાખ્યો હોવાને કારણે પચ્ચખાણનો ભંગ થતો નથી. . ' ૧૦. ઉખિતવિવેગેણં સૂકા રોટલા વગેરે ઉપર પહેલા ગોળ વગેરે પીંડવિગઈ મૂકી હોય પણ પાછળથી તેને (ઉખિત =) ઉપાડી લઈ (વિવિક્ત =) અલગ કરવામાં આવે તો તેવા રોટલા આદિને પણ આયંબિલમાં વાપરતાં સાધુને પચ્ચકખાણનો ભંગ થતો નથી. ૧૧. પડુમખિએણે ? રોટલી વગેરેને કુમળીસુંવાળી બનાવવા નીધિમાં ન કલ્પે એવા ઘી આદિ વિગઇનો હાથ દઇ મસળવામાં આવે તો તેવી અલ્પ

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250