________________
“મન્નત જિણાણ-સક્ઝાય”,
૧૦૯
નથી, તોપણ શાસ્ત્રમાં આ સર્વ સજીવ જ છે તે સિદ્ધ કરવા બીજા અનેક લક્ષણો જણાવ્યાં છે. આ શાસ્ત્રોનો અભ્યાસ કરી તર્કબદ્ધ રીતે આ સર્વે પણ જીવ છે તેવું સમજવાની પ્રજ્ઞા-ન ખીલે ત્યાં સુધી શ્રાવકે ભગવાનના વચન પ્રત્યે શ્રદ્ધા રાખી, તેને જીવ સ્વરૂપે સ્વીકારવા જોઈએ અને તેના ઉપર દયાનો ભાવ જીવંત રાખવો જોઈએ. દુનિયામાં માણસ જ્યારે માણસની જ હત્યા કરતાં ખચકાતો નથી ત્યારે જૈનધર્મ સાધકને જીવ માત્રને પોતાના સમાન માની તેના પ્રત્યે કરુણાભાવ ધારણ કરવાનો સંદેશ આપી સાધકમાં હૈયાની વિશાળતા પ્રગટાવે છે. જિજ્ઞાસા: પૂર્વે શ્રાવકના અઢારમાં કર્તવ્ય તરીકે “જયણા' દર્શાવી છે. જયણામાં કરુણાનો સમાવેશ થઈ શકે છે, છતાં અહીં “કરુણા' ને જુદા કર્તવ્ય તરીકે કેમ ગણાવવામાં આવી ? . તૃપ્તિ જીવોને દુઃખથી બચાવવાની આંતરિક અભિલાષા તે કરુણા કે દયાસ્વરૂપ છે તો દરેક કાર્ય કરતાં નિરર્થક હિંસાદિ ન થઈ જાય તેની કાળજી રાખવી તે જયણા છે. કરુણા એ અંતરંગ ભાવ છે અને આ ઉત્તમ ભાવપૂર્વક જીવોને દુઃખ ન પહોંચે તેવી સાવધાની રાખી પ્રવૃત્તિ કરવી તે જયણા છે.
તેમજ વળી જયણાપ્રધાન જીવનવ્યવહાર દયાના પરિણામ વિના સાનુબંધ લાભદાયક નથી બનતો તો અંદરનો કરુણાનો ભાવ પણ બાહ્ય જયણા વિના ટકતો નથી. આ જ કારણથી જયણા દર્શાવ્યા પછી પણ “કરુણા'નું કર્તવ્ય ભિન્ન દર્શાવ્યું હશે તેવું લાગે છે.
રૂ થમ્બિન-સંસો - ધાર્મિકજનનો પરિચય ધર્મ જેને ગમે છે, યથાશક્તિ જે ધર્મ કરે છે, ધર્મ દ્વારા જેઓ ગુણસમૃદ્ધિના સ્વામી બન્યા છે તેવા સજ્જન પુરુષો ધાર્મિકજન કહેવાય છે; પરંતુ જૈન કુળમાં જન્મવા માત્રથી ધર્મી બનાતું નથી. સાચા ધર્મી આત્મા સાથેનો સહવાસ, પરિચય કે તેમની સાથેના વ્યવહારને “ધાર્મિકજનસંસર્ગ' કહેવાય છે. વ્યવહારમાં એવું કહેવાય છે કે, “સંગ તેવો રંગ' જેનો સંગ કરીએ તેનો રંગ આપણને લાગે છે. જેની સાથે વધુ રહેવાનું અને તેના વ્યવહાર અને વર્તનની છાંટ આપણા વ્યવહાર આદિમાં વર્તાવા લાગે છે. તેથી જો ધર્મ પરાયણ વ્યક્તિ સાથે વધુ રહેવાનું બને તો ધર્મનો રંગ લાગે છે. દાન, શીલ, તપ આદિ ધર્મ કરવાનો ઉત્સાહ જાગે છે. સગુણને ખીલવવાની સત્રેરણા મળે છે. વળી ધર્મીની ટકોરથી અહિતથી નિવર્તન અને હિતમાં પ્રવર્તન થાય છે. સ્વાભાવિક રીતે જ ગુણો પ્રત્યે આકર્ષણ