________________
સંથારા - પોરિસી સૂત્ર
આ શબ્દો ઉચ્ચારતાં સાધક વિચારે છે કે,
“મારે હવે સર્વ અન્ય પ્રવૃત્તિઓનો ત્યાગ છે. હવે પછીની ક્રિયા હું મન-વચન-કાયાને આત્મભાવમાં સ્થિર રાખવા કરવાનો છું, તેથી હવે અત્યંત અપ્રમત્ત બની, મારા અંગોપાંગને સંવૃત બનાવીને, ઉપયોગપૂર્વક, લક્ષ્યનું અનુસંઘાન કરીને અનાભોગ કે સહસાત્કારથી પણ કોઈ સ્ખલના કે અતિચાર ન લાગી જાય, મારું મન સ્વભાવને છોડી પરભાવમાં રમવા ન માંડે તેવું ધ્યાન રાખીને હું ક્રિયા કરીશ.”
૧. મંગલાચરણ :
૧૩૫
મૂળ ગાથા ઃ
नमो खमासमणाणं गोयमाईणं महामुणीणं
(નમસ્કાર મહામંત્ર તથા રેમિ ભંતે સહિત નિસીહિ પૂર્વકના આ પાઠનું ઉચ્ચા૨ણ ત્રણ વા૨ ક૨વાનું છે.)
અન્વય સહિત સંસ્કૃત છાયા :
क्षमाश्रमणेभ्यः गौतमादिभ्यः महामुनिभ्यः नमः
શબ્દાર્થ :
ક્ષમાશ્રમણ ગૌતમાદિ મહામુનિઓને નમસ્કાર હો.
વિશેષાર્થ :
શ્રી ગૌતમ મહારાજા અનંતલબ્ધિનિધાન અને અનેક ગુણોના ભંડાર હતા. તેમનો વિનય અને તેમની યોગમાર્ગની અપ્રમત્તતા અદ્ભુત હતી. ચાર જ્ઞાનના ધણી હોવા છતાં પણ તેઓ બાળભાવે પ્રભુની દેશના સાંભળતા. કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટેનો તેમનો તલસાટ અદમ્ય હતો. તેમની પાટપરંપરામાં અને અન્યત્ર પણ તેમના જેવા અનેક મહાન ક્ષમાશ્રમણો થઈ ગયા. આ મહાત્માઓ જીવનભર
2. ક્ષમાશ્રમણનો વિશેષ અર્થ સૂત્રસંવેદના-૧ માં ઇચ્છામિ ખમાસમણો સૂત્રમાંથી જોવો.