________________
સંથારા - પોરિસી સૂત્ર
૧૫૧
ઔદયિક આદિ પાંચે ભાવોનો સમાવેશ થાય છે. શ્રી અરિહંત સર્વ જીવોમાં શ્રેષ્ઠ હોવાથી દ્રવ્યલોકમાં ઉત્તમ છે. વળી તીર્થંકર નામકર્મના ઉદયરૂપે શ્રેષ્ઠ કક્ષાનો ઔદયિક ભાવ તથા અનંત જ્ઞાનાદિ સ્વરૂપે શ્રેષ્ઠ કક્ષાનો ક્ષાયિક ભાવ પણ તેમનામાં વર્તે છે. તેથી ઔદયિકભાવ અને ક્ષાયિકભાવરૂપી ભાવલોકમાં પણ તેઓ ઉત્તમોત્તમ છે.
સિદ્ધપરમાત્મામાં અનંતે જ્ઞાન, અવ્યાબાધ સુખ, અરૂપીપણું આદિ શ્રેષ્ઠ કક્ષાના સાયિક ભાવ વર્તે છે. તેની અપેક્ષાએ તેઓ ભાવલોકમાં ઉત્તમ છે. સાધુ ભગવંતો સમ્યગ્દર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યકુચારિત્રને આશ્રયીને ઉત્તમ વિર્ય ફોરવતા હોવાને કારણે ક્ષાયોપથમિકભાવને આશ્રયીને લોકોત્તમ છે. સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ પ્રરૂપેલો “શ્રતધર્મ” કે “ચારિત્રધર્મ' સ્વયં ઉત્કૃષ્ટ ક્ષાયોપથમિક કે ક્ષાયિકભાવરૂપ હોવાથી, તે પણ ભાવલોકમાં ઉત્તમ છે. આવી ઉત્તમતાને કારણે જ અરિહંત આદિ આત્મહિત સાધવાનું પરમ સાધન બને છે અને માટે જ તેઓ મંગલ કહેવાય છે. આ ગાથા બોલતાં સાધક વિચારે કે,
“જગતની ઉત્તમોત્તમ વસ્તુઓ મને મળી છે. ચિંતામણિ રત્ન પણ જે ન આપી શકે તેવું અતકાળનું સ્વાધીન પરમસુખ આ ચાર આપી શકે છે. આ લોકોત્તમ તત્ત્વોને પામીને માટે પણ
ઉત્તમ એવું આત્માનું સામ્રાજ્ય પ્રાપ્ત કરૂં છે.” ૭. ચાર શરણાનો સ્વીકાર : અવતરણિકા :
જે ઉત્તમ હોય તે જ શરણ. કરવા યોગ્ય છે માટે હવે સાધક લોકોત્તમ તત્ત્વોનું શરણ સ્વીકારે છે.
ગાથા:
चत्तारि सरणं पवज्जामि, अरिहंते सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि, केवलिपन्नत्तं धम्म सरणं पवज्जामि ।।७।।