________________
સંથારા - પોરિસી સૂત્ર
૧૫૫
માયા-મૃષાવાદ અને મિથ્યાત્વશલ્ય, મોક્ષમાર્ગની પ્રાપ્તિમાં વિધ્ધભૂત અને દુર્ગતિના કારણરૂપ આ અઢાર પાપસ્થાનકોનો (હે આત્માનું) ત્યાગ કર. l૮-૧all વિશેષાર્થ :
અનશનની આરાધનામાં આગળ વધતો સાધક ચારનું શરણ સ્વીકારી મનને વિશેષ શુદ્ધ કરવા પોતે કરેલા પાપોને સ્મરણમાં લાવી તેની નિંદા કરે છે. સામાન્યથી વિચારીએ તો અશુભ કર્મોને અર્થાત્ દુઃખ આપનારા કર્મોને પાપકર્મો કહેવાય છે; પણ અહીં એ અશુભ કર્મબંધમાં નિમિત્ત બને તેવી ક્રિયાઓને અઢાર પાપસ્થાનક તરીકે ઓળખાવી છે. પાપ કરવા જેવું નથી; એવું જાણવા છતાં મોહનીયકર્મના ઉદયથી અને ભવભવાંતરના કુસંસ્કારોથી સાધકમાં પણ ઘણીવાર કોઈક નબળું નિમિત્ત મળતાં પાપ કરવાની વૃત્તિ પેદા થઈ જાય છે અને ક્યારેક પાપની પ્રવૃત્તિ પણ થઈ જાય છે.
જો કે પોરિસી ભણાવી રહેલા પૌષધધારી શ્રાવકે કે સાધુએ પહેલેથી જ પાપ પ્રવૃત્તિઓનો ત્યાગ કર્યો હોય છે. છતાં પણ આ ત્રણ ગાથાઓ બોલી સાધક પુનઃ એક એક પાપોને વિશેષ પ્રકારે સ્મૃતિમાં લાવીને તેના પ્રત્યે અત્યંત તિરસ્કાર ભાવ પ્રગટ કરે છે. આ બધી પ્રવૃત્તિઓ તુચ્છ છે, નિંદનીય છે એવું વિચારતાં વિચારતાં સાધકમાં તે પ્રવૃત્તિઓ પ્રત્યે ગાઢ અરુચિ પેદા થાય છે. પરિણામે તેનામાં પાપ સ્થાનકના ભાવોથી વિરુદ્ધ ભાવો સહજ વિલસે છે અને નિષ્પાપ ચિત્તવૃત્તિ પેદા કરવાનો અંતરંગ પ્રયત્ન ચાલુ થઈ જાય છે. આવા પ્રયત્નના પરિણામે નિદ્રામાં પણ પાપ કરવાની મનોવૃત્તિ ઊઠતી નથી. જો આવો પ્રયત્ન ન કરવામાં આવે તો અનાદિકાળના કુસંસ્કારોથી અભિભૂત થઈ સંયમને મલિન કરે તેવી વૃત્તિઓ ઉત્પન્ન થવાની સંભાવના ઘણી વધી જાય છે. આવું ન બને તે માટે જ સાધક સંક્ષેપથી પાપસ્થાનકોની અનર્થકારિતા યાદ કરી તેને વોસિરાવે છે.
હિંસાદિ અઢારે પાપસ્થાનકોથી22 અશુભ કર્મબંધ થાય છે. તેનાથી દુર્ગતિની પંરપરા સર્જાય છે અને મોક્ષમાર્ગથી જીવ દૂર હડસેલાઈ જાય છે. તેથી સર્વ પાપસ્થાનકો સદંતર ત્યજવા યોગ્ય છે. આમ છતાં આ અઢારે પાપનો બાપ મિથ્યાત્વશલ્ય છે. મિથ્યાત્વથી અંધ બનેલો જીવ ઘણા પાપોને પાપ તરીકે
ઓળખતો પણ નથી. આથી જ્યાં સુધી મિથ્યાત્વનું જોર હોય ત્યાં સુધી જીવને રાગ' આદિ પાપ છે - મારા દુ:ખનું કારણ છે એવું લાગતું પણ નથી. જ્યારે 22. અઢાર પાપસ્થાનકની વિશેષ સમજ માટે જુઓ સૂત્ર-સંવેદના ભાગ-૩