________________
પૌષધની વિધિઓ અને તેના કારણો
સામાયિકાદિની વિધિમાં જણાવ્યું છે તેમ મુહપત્તિનું પડિલેહણ કરતાં બાહ્ય રીતે અંગોનું પડિલેહણ કરવાનું છે અને ૫૦ બોલોના ચિંતન દ્વારા પોતાના અંતરંગ ભાવોનું નિરીક્ષણ કરવાનું છે.
૧૮૧
૩. ત્યારપછી એક ખમાસમણ આપી ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! પોસહ સંદિસાહુ ?' એમ કહી, પૌષધ સંબંધી કાંઈ કહેવાની આજ્ઞા માંગવી. શિષ્યના આ શબ્દો સાંભળી, જો યોગ્ય સમય આદિ હોય તો ગુરુ ‘સંદિસાવેહ’ કહી તેને આજ્ઞા આપે છે, જે સાંભળી આનંદમાં આવેલો શિષ્ય ‘ઇચ્છ’ કહી આજ્ઞાનો સ્વીકાર કરે.
૪. ત્યારપછી એક ખમાસમણ આપી ગુરુભગવંત પાસે આજ્ઞા માંગતા કહેવું ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! પોસહ ઠાઉં ?' અર્થાત્ હે ભગવંત ! ઇચ્છાએ કરીને મને પૌષધમાં રહેવાની આજ્ઞા આપો. ગુરુ તેને અનુશા આપતાં કહે ‘ઠાએહ’. શિષ્ય ‘ઇચ્છ’ કહી તેનો સ્વીકાર કરે.
૫. ત્યારપછી મંગલ માટે ઊભા ઊભા એક નવકાર ગણી, ‘ઇચ્છકારી ભગવન્ ! પસાય કરી પોસહ દંડક ઉચ્ચરાવોજી' આવી વિનંતી કરી શ્રાવક ગુરુભગવંતને કહે છે, હે ભગવંત ઇચ્છાએ કરી આપ મને પૌષધવ્રત અંગીકાર કરવા માટેનો આલાવો સંભળાવશોજી.
૬. ત્યારબાદ શિષ્યના આ શબ્દો સાંભળી ગુરુભગવંત ‘કરેમિ ભંતે પોસહં’ મોટેથી બોલે. ગુરુભગવંત ન હોય તો શ્રાવક કોઈ વડિલ વિરતિધર પાસે પ્રતિજ્ઞા ઉચ્ચરાવે અને તે પણ ન હોય તો સ્વયં પોસહ દંડક સૂત્ર ઉચ્ચરે.
‘કરેમિ ભંતે’ના પાઠમાં સવારે, દિવસનો પૌષધ ઉચ્ચરવો હોય તો જાવ દિવસં બોલવું. સવારે, દિવસ-રાતનો પૌષધ સાથે ઉચ્ચરવો હોય તો જાવ અહોરતં બોલવું. સાંજે ઉચ્ચરતી વખતે જાવ સેસદિવસરનં; એવો પાઠ બોલવો. વર્તમાનમાં ચારે પ્રકારનો પૌષધ સામાયિક પૂર્વક જ સ્વીકાર કરાય છે માટે ત્યારપછી શ્રાવક સામાયિક સ્વીકારે છે.
૭. એક ખમાસમણ આપી, ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક મુહપત્તિ પડિલેહું' એ પ્રમાણેનાં આદેશ માંગી, અનુજ્ઞા મળતાં ‘ઇચ્છું’ કહી તેનો સ્વીકાર કરવો. પછી મુહપત્તિ પડિલેહીને ખમાસમણ દઈ ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક સંદિસાહું ?' એવો આદેશ માંગી, ગુરુભગવંત ‘સંદિસાવેહ' કહે ત્યારે ‘ઇચ્છ’ કહી ગુર્વાશાનો સ્વીકાર કરવો. પછી પુન: