________________
પૌષધની વિધિઓ અને તેના કારણો
- ૧૮૫
તેને સૂપડીમાં ભેગો કરવો, તેમાં કોઈ જીવ-જંતુ કે કલેવર છે કે નહિ તે ધ્યાનથી જોઈ યોગ્ય સ્થાને “અણજાણહ જસ્સગ્રહો' કહીને ભેગો કરેલો
કાજો પરઠવવો. પરઠવ્યા પછી ત્રણ વાર “વોસિરે કહેવું. કાજો લેવાની આ ક્રિયા પણ જયણાના પરિણામને જવલંત બનાવનારી ક્રિયા છે હળવા હાથે, સુંવાળી દશીવાળા દંડાસનથી જીવરક્ષાના પરિણામપૂર્વક કાજો લેવામાં આવે તો ઘણા કર્મની નિર્જરા થાય છે. એક જગ્યાએ તો ત્યાં સુધી કહ્યું છે, “કાજો કાઢી મોક્ષમાં જાશું...” આથી સાધકે ખૂબ ઉપયોગીપૂર્વક કાજો લેવો. ૬. પછી, મૂળ સ્થાનકે આવીને ઇરિયાવહી પડિક્કમી, નીચે મુજબ
ગમણાગમણે કહેવું. ગમણાગમણે સૂત્ર:
ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમત્તનિષ્ણવણા સમિતિ, પારિષ્ઠાપનિકાસમિતિ, મનગુપ્તિ વચનગુપ્તિ, કાયગુપ્તિ એ પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ એ અષ્ટ પ્રવચનમાતા શ્રાવક તણે ધર્મે સામાયિક-પોસહ લીધે રૂડી પરે પાલી નહિ ખંડના વિરાધના થઈ હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ. ૩. દેવવંદન તથા સઝાયની વિધિ :
પડિલેહણ કરી કાજો વોસિરાવ્યા પછી અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્મા આદિના ગુણોને મનમાં ઉપસ્થિત કરી મંગલ માટે તથા તેવા ગુણોની પ્રાપ્તિ અર્થે ૧૨ અધિકારવાળું દેવવંદન કરવું. દેવવંદનની વિધિ, તેના હેતુઓ તથા ભાવો સૂત્ર સંવેદના-૨ માં આપેલા છે. તે ત્યાંથી સમજી લેવા.
દેવવંદન કર્યા પછી શ્રાવકે પરમાત્માના વચનોથી હૈયાને ભાવિત કરવા સ્વાધ્યાય કરવાનો છે. તેથી જેવું દેવવંદન પૂરું થાય એટલે ૧. એક ખમાસમણ આપી, ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સક્ઝાય કરું ?”
ગુરુ ‘કરેહ' કહે ત્યારે “ઈચ્છે' કહી એક નવકાર બોલી “મબ્રહ જિણાણં'ની સક્ઝાય કહેવી. ૨. આટલી ક્રિયા થઈ ગયા પછી, ખમાસમણ દઈ ચરવળા ઉપર હાથ સ્થાપી