________________
પૌષધની વિધિઓ અને તેના કારણો
૧૮૭
૧. સૌ પ્રથમ ખમાસમણ આપી ગુરુભગવંતની આજ્ઞા લઈ ઇરિયાવહિયંનું
પ્રતિક્રમણ કરવું. ૨. પછી ખમાસમણ આપી “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! રાઈઅ મુહપત્તિ
પડિલેહું ?” - હે ભગવંત ! આપ આપની ઇચ્છાથી મને રાત્રિ સંબંધી પાપનું પ્રતિક્રમણ કરવા માટે મુહપત્તિનું પ્રતિલેખન કરવાની આજ્ઞા આપો. ગુરુ ‘પડિલેહેહ' કહે ત્યારે ‘ઇચ્છે' કહી મુહપત્તિનું પડિલેહણ
કરવું.
૩. ત્યારપછી ગુરુભગવંતના તપ-સંયમ આદિ સાધના સંબંધી પૃચ્છા કરવા
તથા તેમના પ્રત્યે થયેલ અવિનય વગેરે ભૂલોની માફી માંગવા વાંદણા
સૂત્ર દ્વારા બાર-આવર્ત પૂર્વક ગુરુભગવંતને બે વાંદણા આપવા. ૪. ત્યારપછી રાત્રિના પાપોની આલોચના કરવા માટેની આજ્ઞા માંગવા ‘ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ રાઈએ આલોઉં ?' એવો આદેશ માગી, ગુરુ ‘આલોએહ' કહે ત્યારે ‘ઇચ્છે આલોએમિ જો મે રાઈઓ અઈઆરો....'
એ સૂત્ર બોલવું. ૫. પછી “સબ્યસવિ રાઇઅ દુઐિતિએ, દુક્લાસિસ, દુચિટ્રિઅ; ઈચ્છાકારેણ
સંદિસહ ભગવદ્ !' કહી અટકવું, ગુરુ પડિક્કમેહ' કહે એટલે ઇચ્છે તસ્સ મિચ્છા મિ દુક્કડ' કહેવું. ૬. પછી પદસ્થ હોય તો પુનઃ બે વાંદણા આપવા ૭. પછી, ઈચ્છકાર કહી, (પદસ્થ હોય તો ખમાસમણ આપી)
અભુઢિઓખામવો પછી બે વાંદણા આપવાં. ત્યાર પછી ‘ઇચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચખાણનો આદેશ દેશોજી' એવી વિનંતી કરી ગુરુમુખે યથાશક્તિ પચ્ચખાણ કરવું અંતે પુનઃ એક ખમાસમણ આપવું
અને સુખ શાતા પૃચ્છા કરવી. પૌષધમાં કાળ વેળાના દેવવંદન કર્યા પછી આહાર વાપરવાની વિધિને અનુસરી પુરિમઠનું પચ્ચખાણ કરવાનો મુખ્ય વિધિ છે. ૬. દર્શન કરવા જવાની વિધિ :
શ્રાવક શુદ્ધ સ્વરૂપને પામવાની ઝંખનાવાળો હોય છે. આથી પૌષધધારી શ્રાવકે શુદ્ધ સ્વરૂપને પામેલા પરમાત્માની સ્તવના કરવા ઇર્યાસમિતિના