________________
પૌષધની વિધિઓ અને તેના કારણો
૧૯૩
દંડાસણ પડિલેહી, ઈરિયાવહી પડિક્કમી, કાજો લઈ, પછી ઇરિયાવહિ કરી
ગમણાગમણે આલોવવા. દેવવંદન કરવા. સાંજે પૌષધ લે તેણે અવશ્ય દહેરાસરમાં ચૈત્યવંદન કરવું. સાંજે ન થાય તો સવારે પૌષધ પારતા પૂર્વે કરવું. ૧૧. રાત્રિ પૌષધધારી માટે માંડલાની વિધિ :
જેમણે સવારે આઠ પ્રહરનો પૌષધ ઉચ્ચર્યો હોય અથવા જેમણે સાંજે રાત્રિ પૌષધ ઉચ્ચર્યો હોય તેમણે સાંજના દેવવંદન કર્યા પછી અને પ્રતિક્રમણ કરતાં પહેલાં કુંડલ (કાનમાં ભરાવવાનું રૂ)ન લીધાં હોય તો લઈને કાને ભરાવી સાચવી રાખવાં તથા દંડાસણ, રાતે ઉપયોગમાં લેવા માટે ચૂનાવાળું અચિત્ત પાણી, ક્રૂડી, પૂંજણી અને જરૂર પડે તેમ હોય તો લોટો વગેરે વસ્તુઓ યાચીને રાખવી. ત્યારપછી ચંડિલ-માતા માટેની ભૂમિઓ જોઈ તે સંબંધી ગુરુને જાણ કરવી, જેને માંડલાની વિધિ કહેવાય છે. તે આ પ્રમાણે છે.
૧. એક ખમાસણ આપી ઈરિયાવહિયંનું પ્રતિક્રમણ કરવું. ૨. ત્યારપછી ખમાસમણ આપી “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ! દિશિ
પ્રમાણું ?” નો આદેશ માંગવો, ગુરુ પ્રમાજ' કહી અનુજ્ઞા આપે ત્યાર પછી ખમાસમણ આપી ભાઈઓ ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ સ્પંડિલ પડિલેહું ? (બેનો-સ્પંડિલ શુદ્ધિ કરશુંજી) એવો આદેશ માંગી ગુરુ ‘પડિલેહેહ' કહે ત્યારે ૨૪ માંડલા કરવા (તે સૂત્ર, વિધિ અને ભાવ
માંડલામાં આપેલા છે) ૧૨. દેવસિક પ્રતિક્રમણ :
સાંજે પ્રતિક્રમણ કરતી વખતે સાત લાખ અને અઢાર પાપસ્થાનકને બદલે ગમણાગમણનો પાઠ કહેવો અને કરેમિ ભંતેમાં “જાવ નિયમ” આવે ત્યાં જાવ પોસહં બોલવું. ૧૩. પૌષધ પારવાની વિધિઃ
જેમણે માત્ર દિવસનો પૌષધ કર્યો હોય તેઓએ દેવસિક પ્રતિક્રમણના શાંતિ પછીના લોગસ્સથી પૌષધ પારવાની વિધિ કરવી. તેમાં ૧. સૌ પ્રથમ યાચેલાં દંડાસણ, કૂંડી, પાણી વગેરે સામાયિક વગરના છૂટા
શ્રાવકને ભળાવી દેવાં. પછી ઈરિયાવહિયં કરી, ચઉક્કસાય. નમોડયૂણં,