________________
સંથારા પોરિસી સૂત્ર
-
આત્મિક સુખ-શાંતિનો અનુભવ કરે છે.
આ આત્મિક સુખ-શાંતિની અનુભૂતિ તે જ વાસ્તવમાં આત્માની રક્ષા1 છે. આવી રક્ષાનું સામર્થ્ય જગતમાં માત્રને માત્ર અરિહંતાદિમાં જ છે. તેથી જ શાસ્ત્રકારોએ વારંવાર કહ્યું છે કે રક્ષા મેળવવાનું - શરણ સ્વીકારવાનું અરિહંત આદિથી અધિક સારું કોઈ સ્થાન નથી.
૧૫૩
અરિહંતના ધ્યાનથી જેમ આત્મિક શાંતિરૂપ રક્ષણ પ્રાપ્ત થાય છે, તેમ તેનાથી પ્રગટેલો શુભ ભાવ આપત્તિ આપનારા કુકર્મોનો નાશ કરાવી, બાહ્ય રીતે આપત્તિને ટાળી સુખ-સંપત્તિની પ્રાપ્તિ પણ કરાવી શકે છે.
21.
જેમ નમસ્કાર મહામંત્રના સ્મરણથી શ્રીમતિ સતીને પરેશાન કરવા તેના પતિએ ઘડામાં મૂકેલો સાપ ફૂલની માળા બની ગઈ'તી. મહાસતી સીતાદેવીની અગ્નિપરીક્ષા માટે તૈયાર કરાવેલો અગ્નિકુંડ અરિહંતાદિના ધ્યાનથી મનોહર સરોવર બની ગયું હતું. અમરકુમાર તથા સુદર્શન શેઠની આપત્તિઓ ટળી ગઈ હતી. આવા અનેક દૃષ્ટાંતો શાસ્ત્રોમાં વર્ણવેલા છે. તેથી અંતરંગ સુખ-શાંતિની પ્રાપ્તિ ઉપરાંત બાહ્ય રીતે પણ આપત્તિને ટાળવા માટે અરિહંતાદિનું શરણ જ શ્રેષ્ઠ છે.
કોઈકવાર કર્મ બળવાન હોય તો બાહ્ય રીતે આપત્તિ કદાચ ન પણ ટળે. આમ છતાં અરિહંતાદિના ધ્યાનથી ઉત્પન્ન થયેલો શુભભાવ સાધકના મનને વિહ્વળ કરી શકતો નથી; પરંતુ કર્મના હુમલા સામે સ્વસ્થતાપૂર્વક અડગ ઊભા રહેવાનું સત્ત્વ ખીલવે છે. પરિણામે કર્મોદયથી આવેલી આપત્તિ કર્મનિર્જરા કરાવી જાય છે. આ ગાથા બોલતાં સાધક વિચારે કે,
66
'આજ સુધી હું ઘટ્ટાને શરણે ગયો પણ મને ક્યાંય શાંતિ
ના મળી, ક્યાંયથી સાચા અર્થમાં મારી રક્ષા ન થઈ કે સદાકાળ માટેનું સુખ મને ક્યારેય પ્રાપ્ત નથી થયું, આથી જ હે અરિહંતભગવંતો ! હું આપને શો આવ્યો છું. પ્રભુ ! આપ મારું રક્ષા કરજો.”
रक्षा चेह तत्स्वभावतया एवाभिध्यानतः क्लिष्टकर्मविगमेन शान्तिः
योगशतकवृत्तौ ।।
અરિહંતાદિના સ્વરૂપને જાણીને તેમનું ધ્યાન કરી સંસારનો અનુબંધ ચલાવે તેવા મિથ્યાત્વ આદિ કર્મનો નાશ કરીને ચિત્તની શાન્તિ પ્રાપ્ત કરવી એટલે જ રક્ષા પ્રાપ્ત કરવી. આથી જ અરિહંતાદિના સ્વરૂપને જાણી તેમના પ્રત્યેના બહુમાન પૂર્વક તેમને ચિત્તમાં ઉપસ્થિત ક૨વા એટલે જ તેમનું શરણ સ્વીકારવું.