________________
‘મન્નહ જિણાણું-સજ્ઝાય'
નામ નથી. જ્યારે સંયમમાં જરૂરિયાત અતિ અલ્પ અને તો ય દુ:ખનું નામ નહિ. સંસારમાં પોતાના ગણાતા ઘણા, છતાં પ્રશ્નનો પા૨ નહિ, જ્યારે સંયમીને પોતાનું કોઈ નહિ, છતાં કોઈ પ્રશ્ન નહિ. હે શ્રાવકો ! શું તમને આવું સુખચેન ભર્યું નિશ્ચિત જીવન પસંદ નથી ?
૧૧૩
આવું સંયમ જીવન પામવું હોય, તેના પ્રત્યેની તમારી રુચિ તીવ્ર તીવ્રતર બનાવવી હોય તો તમે સતત કે કમ સે કમ રોજ રાતે સૂતી વખતે એવી ભાવના ભાવો કે,
* ક્યારે એવો ધન્ય દિવસ આવશે કે જ્યારે હું આ પાપમય સંસારનો ત્યાગ કરી, પવિત્ર એવા સંયમજીવનનો સ્વીકાર કરીશ !
* ક્યારે આ હિંસાપ્રધાન જીવનને છોડી હું અહિંસાપ્રધાન અણગાર જીવનના શણગાર સજીશ !
* ક્યારે હું પણ સાધુઓની જેમ બપોરના સમયે આનંદપૂર્વક ગરમીને સહન કરતાં ગોચરી માટે જઈશ. ભમરો જેમ ફૂલને તકલીફ આપ્યા વિના ભોજન લે છે તેમ હું પણ ક્યારે ઘેર-ઘેર ફરીને કોઈને તકલીફ ન પડે તેવી રીતે અને કોઈ જીવને પીડા ન થાય તેવો નિર્દોષ આહાર ગ્રહણ કરી, સંયમની સાધના કરીશ !
* ક્યારે એવું બનશે કે હું મિત્રોનો સંગ છોડી કલ્યાણમિત્ર સમાન ગુરુનો આશ્રય કરી, તેમની ચરણરજને સ્પર્શી તેમના શ્રીમુખે યોગનો અભ્યાસ કરીશ !.
* ક્યારે મારા જીવનમાં સાધુઓ જેવી જાગૃતિ (સજાગતા) આવશે કે, જ્યારે હું પણ અષ્ટ પ્રવચનમાતાના સાન્નિધ્યમાં મારા પ્રત્યેક વ્યવહારને સ્વ-પર હિતકારક બનાવીશ.
* ક્યારે વિયોગ સાથે સંકળાયેલા સંયોગમાં થતાં સુખનો ભ્રમ છોડી, હું સર્વ સંગથી પર બની જિનશાસનના સાચા સાધુની જેમ અસંગી અવસ્થાનું સુખ માણીશ.
ક્યારે શરીરને મારો પરમ શત્રુ માની હું. સર્વ પ્રકારના શરીર સત્કારનો ત્યાગ કરી, જીર્ણ વસ્ત્રો પહેરી, ઠંડી-ગરમી, ભૂખ-તરસ આદિ પરિષહોને કર્મનિર્જરાનાં સાધન માની સહર્ષ સ્વીકારીશ.
* ક્યારે ‘આ સારું-આ ખોટું, આ ગમે-આ ન ગમે, આ મારું-આ પરાયું'