________________
સંથારા - પોરિસી સૂત્ર
સૂત્ર પરિચય:
રાત્રિના પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાયની ક્રિયા પૂરી કર્યા પછી શ્રમિત થયેલો સાધક પોતાના શ્રમને દૂર કરવા રાત્રિના બીજા પ્રહરમાં સંથારવાની ક્રિયા કરે છે. સામાન્ય સાધુ માટે આ પ્રહર “સંથારો-પોરિસી” એટલે કે “સૂવા માટેનો પ્રહર તરીકે ઓળખાય છે. આ સમયમાં સૂતા પહેલા આ સૂત્ર બોલવામાં આવે છે. તેથી તેને પણ ઉપચારથી “સંથારા-પોરિસી” અથવા “સંસ્તાર-પૌરુષ' કહેવાય છે. નિદ્રાના કાળમાં પણ ક્યાંય પ્રમાદન પોષાઈ જાય કે કોઈ કુસંસ્કારો જાગૃત ન થઈ જાય તે માટે આ સૂત્રના એક એક શબ્દો બોલી સાધુ સાવધાન બને છે.
રાત્રે સૂતા પહેલા મુમુક્ષુઓએ પોતાના ચિત્તને કેવી ભાવનાઓથી, કેવા અધ્યવસાયોથી ભાવિત કરવું જોઈએ તેનું બહુ સુંદર અને સ્પર્શી જાય તેવું વર્ણન આ સૂત્રમાં કર્યું છે. ભલે આ સૂત્ર માત્ર રાત્રિમાં બોલવાનું સૂત્ર હોય, તોપણ તેના ભાવોથી ચિત્તને પ્રતિપળ ભાવિત રાખવા જેવું છે. કારણ કે, મૃત્યુ ક્યારે આવી જાય તે કોઈને ખબર નથી. ચિત્ત જો આ સૂત્રોના ભાવોથી રંગાયેલું હોય તો મૃત્યુની મહાવેદનામાં પણ સહજતાથી સમાધિ સાધી શકાય છે.
આ સૂત્ર બોલતાં પહેલા સાધક ખમાસમણ આપી “બહુ પડિપુન્ના પોરિસિ' કહી, ઈરિયાવહી પ્રતિક્રમણ કરી શુદ્ધ થાય છે. ત્યારપછી પોરિસીની ક્રિયાના ભાવો પોતાના ચિત્તમાં નિર્વિબે સ્થાપિત કરવા માટે ખમાસમણ આપી, ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું ! બહુ પડિપુના પોરિસિ રાઈય સંથારએ કામિ કહી, ગુરુ “ઠાએહ' કહે ત્યારે “ઇચ્છે” કહી “ચઉક્કસાય” સૂત્ર, નમોડત્યુ થી જયવીયરાય સુધીના સૂત્રો બોલી ચૈત્યવંદન કરવા પૂર્વક મંગલ કરે છે.
ત્યારબાદ ખમાસમણ આપી “ઇચ્છા સંથારા વિધિ ભણવા મુહપત્તિ પડિલેહું”