________________
મનહ જિણાણ-સક્ઝાય”
૧૨૧
થવાનો સંભવ છે, જે સ્વ-પરના બોધિબીજનો નાશ કરનાર થશે. માટે આવું ન થાય તે માટે અતિ સાવધ રહેવાની જરૂર છે.
સંસારમાં રહેલા શ્રાવકો પણ આત્મવિકાસ સાધી શકે તે માટે છત્રીસ કર્તવ્યો જણાવ્યાં પછી હવે તે કર્તવ્યો કઈ રીતે કરવા જોઈએ તે જણાવે છે.
સફ઼ાન વિને, નિ સુપુર્વાસેvi - શ્રાવકોનાં આ કર્તવ્યો હંમેશા સદ્ગુરુના ઉપદેશથી (કરો.)
ભોગના કળણમાં ખૂંપેલા શ્રાવકો પણ ભોગમાર્ગનો ત્યાગ કરી યોગમાર્ગની આરાધના કરી શકે તે માટે પરમ હિતેચ્છુ સઝાયકારશ્રીએ શ્રાવકને આ છત્રીસ કર્તવ્યો દર્શાવ્યાં; પરંતુ આ કર્તવ્યોના પૂર્ણ ફળ માટે ગુરુનું માર્ગદર્શન અતિ આવશ્યક છે. તેથી તેઓ સર્વ કર્તવ્યોને લાગુ પડે તેવી શીખ આપતાં પ્રાન્ત જણાવે છે કે, “હે શ્રાવકો ! તમે આ છત્રીસ કર્તવ્યો કરવા માટે ઉદ્યમશીલ બનો પણ તે તમારી ઈચ્છાનુસાર ન કરતાં, હંમેશા સદ્ગુરુ ભગવંતના માર્ગદર્શન અનુસાર જ કરવાનો તમે આગ્રહ રાખજો.”
કોઈપણ કર્તવ્યો કરતાં પહેલાં તમે, વિધિનું જ્ઞાન આપી શકે તેવા સદ્ગુરુ ભગવંતની શોધ કરો, વિનયપૂર્વક તેમની પાસે જાઓ, આ એક-એક કર્તવ્યો શાસ્ત્રાનુસારે કઈ રીતે કરવાં જોઈએ તેની સંપૂર્ણ માહિતી મેળવો, તેઓ પાસેથી પ્રત્યેક અનુષ્ઠાનનો સમયે, તે માટે જોઈતી સામગ્રી, તેમાં કરવાની વિધિ, જાળવવાની જયણા અને તે અનુષ્ઠાન માટેના ભાવોનું જ્ઞાન મેળવો; આ બધું જાણીને જ હંમેશાં આ કર્તવ્યો કરવાનું રાખો, તો જ આ અનુષ્ઠાનો તમોને વર્તમાનમાં સુખ આપી શાશ્વત સુખ સુધી પહોંચાડી શકશે. પણ જો આ વસ્તુ ધ્યાનમાં નહિ રાખો અને ગતાનુગતિક રીતે કર્તવ્યો કરશો, કે તમારી ઈચ્છા પ્રમાણે કરશો કે જેની તેની સલાહ મુજબ વર્તશો તો આ કહેવાતાં ધર્મકાર્ય પણ તમને મોક્ષના મહાસુખ સુધી નહિ પહોંચાડી શકે. તેથી હંમેશા એટલું યાદ રાખો કે, સર્વ ધર્મકાર્ય દુનિયા કહે તેમ કરવાનાં નથી, પરંતુ સદ્ગુરુના ઉપદેશ પ્રમાણે જ કરવાનાં છે. તેમાં જ તમારું હિત છે અને તેમાં જ તમારું તથા સર્વનું કલ્યાણ છે. જિજ્ઞાસાઃ અહીં ગુરુ શબ્દ ન મૂકતાં સુગુરુ શબ્દ કેમ લખ્યો અને કેટલાંક કાર્યો અવસરે કરવા યોગ્ય છે છતાં નિત્ય શબ્દ લખવાની જરૂર શું છે ? તૃપ્તિ ઃ સ્વ-પર આત્મહિતની ચિંતા કરનારા, પાપભીરુ અને ગીતાર્થ એવા