________________
રામ
૧૦૫
રામ
પંપા સરોવરે રામ આવી પહોંચ્યા પછી તેમની અને લક્ષમણની વરચે સીતા સંબંધી કાંઈ વાત- ચોત થઈ તે પછી ત્યાંથી ચાલતાં ચાલતાં અને માર્ગમાં કાંઈ કાંઈ વાત કરતાં કરતાં ઋષ્યમૂક પર્વત સમીપ આવી લાગ્યા, એટલામાં સુગ્રીવે તેમને દૂરથી જોયા; એટલે આ બે વીર કોઈ વાલિ પક્ષના હશે એમ એને લાગવાથી તેને ભય ઉત્પન થયો. | વાહ રા. કિકિંધા સ. ૧. તેથી તેણે એઓ કોણ છે અને અહીં શા માટે આવે છે, ઇત્યાદિની ભાળ કઢાવવા માટે મારુતિને ત્યાં મોકલ્યા (સર્ગ ૨). રામ લક્ષમણુ પાસે આવી તેમણે રામ સાથે એવું વિત્યયુક્ત અને ચાતુરીભર્યું ભાષણ કર્યું કે જે સાંભળી રામ અતિશય પ્રસન્ન થયા અને બધું સહવત્ત માન મારુતિના અંધ પર આરૂઢ થઈ ઋષ્યમૂક પર્વત પર સુગ્રીવ પાસે ગયા ત્યાં જઈ પિતાનું દુઃખ હી એનું દુઃખ સાંભળી લઈ એની સાથે અગ્નિ સમક્ષ રાખી સખ્ય કર્યું અને વાલિને વધ કરવાની પ્રતિજ્ઞા કરી. (૨. સુગ્રીવ અને વાલિ શબ્દ જુઓ.) વલિને મારી સુગ્રીવને રાજ્ય ઉપર સ્થાપી, વર્ષાઋતુ આવી પહેચતાં તે પૂરી થાય ત્યાં સુધી રામ પ્રવર્ષણ અથવા માલ્યવાન નામના પર્વત પર રહ્યા. / વાહ રાક કિકિંધા સગ ૦ ૨૭. શરદઋતુ આવો તોપણ સુગ્રીવ મળવા આવતા નથી એવું જઈ રામે લક્ષમણને સુગ્રીવ પાસે મોક૯યા / સ૩૦. એ ઉપરથી સુગ્રીવ જે પહેલાંથી જ વાનર સૈન્ય તૈયાર કરવામાં ગૂંથાયે હતો તે તત્કાળ રામને મળવા આવ્યા. | સ ૩૮૦ અને તેણે સીતાની શોધ માટે નીલ, સુહેત્ર, શરારિ, શગુલ્મ, ગજ, ગવાક્ષ, ગવય, વૃષભ, સુષેણ, મંદ, દિવિદ, ગંધમાદન, ઉલ્કામુખ, જંબવાન અને હનુમાન ઇત્યાદિ વાનરે અંગદને આપી તેને દક્ષિણ દિશા તરફ મોકલ્યો.
અંગદ સઘળા વાનરેને લઈ દક્ષિણ દિશા તરફ ગયો. તે વેળા મારૂતિ સમુદ્ર ઉ૯લંઘન કરી સીતાને મળ્યા અને રાવણ સાથે સંભાષણ વગેરે કરી
ત્યાંથી પાછા અંગદ પાસે આવી, અંગદ સહવર્તમાન રામને આવીને મળ્યા. / ભાર૦ વનઅ. ૨૮૩.
ને રામને સીતાનું તેમ જ લંકાનું સધળું વૃત્તાંત નિવેદન કર્યું. (હનુમાન શબ્દ જુઓ).
સીતાની શોધ મારુતિ કરી લાવ્યા તે માટે રામે તેમનું સારા શબ્દો વડે સન્માન કર્યું. પછી મારુતિએ લંકા અને તે માંહેલા દર્ગો વગેરેનું વિસ્તારપૂર્વક વર્ણન રામને કહી સંભળાવ્યું. તે સાંભળી, નીલને સેનાપતિ નીમી, શુભ મુહૂર્ત જોઈ રામચંદ્ર લંકા જવા નીકળ્યા અને ઉતાવળે સમુદ્રતીરે આવી પહોંચ્યા / વારા યુહ૦ ૦ ૧-૫,
મારુતિ સીતાની શોધ કરી આવ્યા પછી ત્યાં લંકામાં રાવણની સભામાં ઘણું જ વાદવિવાદ થયો. તેમાં વિભીષણ રાવણની વિરુદ્ધ કાંઈ બોલે, તેથી રાવણે તેને અતિશય તિરસ્કાર કર્યો. આથી તે પિતાના અનલ, પનસ, સંપતિ, અને પ્રમતિ એ ચાર રાક્ષસ અમાત્યોને સાથે લઈ સાગરને તીરે આવ્યો ને અંતરિક્ષમાં ઊભા રહી, હું તમારે શરણ આ છું એવી રામને વિનંતી કરી; અને હું રાવણને કનિષ્ઠ ભાઈ છું, મારું નામ વિભીષણ છે, એવું પણ કહ્યું. હમણુ હું શરણ આવ્યો તેનું કારણ એ કે રામની સાથે વૈર મૂકી દઈ તેમની સ્ત્રી સીતા તારે પાછી આપવી એ મેં રાવણને બાધ કર્યો, જે એને ન રચવાથી તેને મારો અતિશય તિરસ્કાર કર્યો. આ તેનું બોલવું સાંભળી તેને આશ્રય આપવો કે ન આપવો એ સંબંધી સુગ્રીવ આદિ વિચાર કરવા લાગ્યા. તેવામાં મારુતિ બોલ્યા કે આ પ્રસન્નમુખ દેખાતે હે ઈ રાવણ કરતાં રામનું સામર્થ્ય અધિક છે, એ તેને વાલિવધ ઉપરથી નિશ્ચય થયો હોય એમ જણાય છે; માટે એને આશ્રય આપે એવું મને લાગે છે. મારુતિનું આ બોલવું રામ, સુગ્રીવ આદિના મનમાં રમ્યું તેથી રામે તેને અભય આપ્યું, અને બોલ્યા કે રાવણને મારી તને લંકાને રાજ
૧૪