________________
રામ
૧૧૭
રામ
વિષ્ણુને શાપ આપ્યો હતો કે, તેને પણ મારા જેવો જ સ્ત્રી-વિયોગ થજો, તે જ આ રામે જન્મ ધારણ કર્યો છે અને સ્ત્રી-વિરહની વ્યથા ભગવે છે, એવો પૂર્વ ઈતિહાસ સુમંત્ર લક્ષમણને કહ્યો (દુર્વાસા-દશરથ સંવાદ). તે પછી રામે બ્રાહ્મણનાં કામ રાજાએ સત્વર કરી તેમને વિદાય કરવા જોઈએ, અને એમ ન થાય તો તેઓને કેપ થતાં હાનિ થાય એ વિષયે, લક્ષમણને નૃગ રાજાને ઈતિહાસ સંભળાવ્યો. | સ૦ ૫૩-૫૪, બ્રાહ્મણનું અપમાન થતું હોય એવું કાર્ય કરવું નહિ એ. સંબંધે નિમિ રાજાને ઈતિહાસ કહ્યો. | આ૦ ૫૫ -૫૭. બ્રાહ્મણ કહે તેમ જ વર્યા જવું, તેમની આજ્ઞા બહાર વર્તવું નહિ, જે એમની આજ્ઞાથી ઉપરવટ થઈ વર્તન કર્યું, તે હાનિ થાય એ સંબંધે યયાતિ રાજાને ઈતિહાસ કહ્યો. | સ૦ ૫૮-૫૯.
રામચંદ્ર રાજ્ય કરતાં રાજય એવું તે સુવ્યવસ્થિત ચાલવા માંડયું કે મહાદ્વાર પર વાદી અને પ્રતિવાદી આવ્યા એવું વરસમાં એકાદ દિવસ હોય તે હેય. હરહમેશ લક્ષ્મણ મહાદ્વાર ઉપર જઈ ત્યાં કઈ વાદી--પ્રતિવાદી નથી એવું કહેવા સભામાં પાછી આવે. આ પ્રમાણે રાજ્યવ્યવસ્થા ચાલતી હતી. એવામાં એક વેળા એક શ્વાન ફરિયાદ કરવા માટે મહાદ્વાર પર ઊભો હતો. આ શ્વાન એક વખત માર્ગમાં ચાલ્યો જતો હતો તેવામાં સામેથી કઈ ભિક્ષુ (સંન્યાસી) આવતો હતો. એ પોતાને કરડવા આવે છે એમ જાણ સંન્યાસીએ શ્વાનને દંડ વડે માર્યો, એવી શ્વાનની ફરિયાદ હતી. નિત્યનિયમ પ્રમાણે લક્ષમણ મહાદ્વાર પર આવ્યા ને જુએ છે તો કોઈ પણ ફરિયાદ કરનાર દેખાયું નહિ, પરંતુ આ શ્વાનને ઊભેલે દીઠે. આટલા ઉપરથી આને કાંઈ ફરિયાદ કરવાની હશે એવું અનુમાન કરી લમણે રામને ખબર આપી. રામ તરત જ બહાર આવ્યા અને શ્વાનને શું છે એમ પૂછતાં જ તેણે મનુષ્ય પ્રમાણે બોલીને સઘળી હકીકત કહી. આ સાંભળી રામે તેને પૂછ્યું કે હું ભિક્ષુને
શું શિક્ષા કરું ? થવાને કહ્યું કે તેને થોડા વખત માટે કુલપતિ બનાવો એટલે બસ. કલપતિ એટલે એકાદ નાના ગામડાનો અધિકારી. તે પ્રમાણે રામે ભિક્ષને શિક્ષા કરી શ્વાનને વિદાય કર્યો. એનું તાત્પર્ય એ કે, કુલકર્ણીનું કામ કરવું એ ભિક્ષને યોગ્ય નહિ, એ કરવું એ એને શિક્ષા રૂપ જ છે. | પ્રક્ષિપ્ત સ૨. એવી જ રીતે એક ગીધ અને ઘુવડ વચ્ચેની તકરારને રામે નિવેડે આ હતું / પ્ર. સ૩,
એકદા કેટલાક ઋષિઓની સાથે ચ્યવન ભાર્ગવ રામ પાસે આવ્યા. તેમનું રામે સન્માન કર્યું, તેમણે મધુરાક્ષસ લેકેને બહુ ત્રાસ આપે છે એવું રામને કહ્યું. તે ઉપરથી રામે તે રાક્ષસને નાશ કરવા શત્રુનને મોકલ્યા / સ૦ ૬૦-૬૪ (શત્રુન શબદ જુએ.)
એક વખત એક બ્રાહ્મણને પુત્ર અકાળ મરણ પામતાં તેણે તેને રામના મહાદ્વાર પર આણીને નાખ્યો. તે ઉપરથી રામને ખરાબ લાગ્યું કે હું આટલું નીતિથી રાજ્ય કરું છું છતાં આમ કેમ થયું ? એટલામાં તે બ્રાહ્મણ બોલી ઊઠયો કે હે રામ, પુત્ર જે ઊઠયો તો ઠીક, નહિ તે હું મારો પ્રાણ ત્યાગ કરીશ | વાહ રા૦ ઉ૦ સર્ગ ૭૩. • તે સાંભળી રામની સભામાં માર્કડેય, મોગલ્ય, વામદેવ, કાશ્યપ, કાત્યાયન, જાબાલિ, ગૌતમ અને નારદ જે આઠ ધર્મશાસ્ત્રવેત્તા મંત્રી હતા તેમાંથી નારદે રામને કહ્યું કે રાષ્ટ્રમાં કોઈ પણ શ તપ કરતો હોવો જોઈએ; માટે તેની શોધ થવી જોઈએ/ સ૦ ૭૪. • તે ઉપરથી રામે પુષ્પક વિમાનમાં બેસી ચારે બાજુ જોતાં જોતાં ચારે દિશાએ શોધ કરતાં એક સંબુક નામને શદ્ર તપ કરતા તેમની દૃષ્ટિએ પડ્યો. તેને રામે તત્કાળ મારી નાખ્યો. તેને અહીં મારી નાખતાં જ અયોધ્યામાં મરી ગયેલે બ્રાહ્મણ પુત્ર સજીવન થયે. (સબુક શબ્દ જુઓ)
પછી એમ જ ફરતાં ફરતાં એકદા રામ અગત્ય ઋષિના આશ્રમે ગયા. ત્યાં એમણે રામને સત્કાર