________________
વાલિ
૧૫૨
વા લિ.
એ પ્રમાણે સુમેરુ પર્વતના વનમાં ફરતાં ફરતાં ઘણો કાળ વીતી ગયે. એક સમય તે કપિવર તરસથી પીડિત થઈ જળ પીવાની આશાથી મેરુના ઉત્તર શિખર પર ગયા. ત્યાં નિર્મળ જળવાળું એક સરોવર દીઠ. નાના પ્રકારનાં પક્ષીઓના કલરવથી ગાજી રહેલા સરોવરને જોતાં આનંદથી પિતાનું પુચ્છ ઊંચું કરીને તે વાનર સરોવરના કિનારા પર ઊભો રહ્યો; એટલે જળમાં એણે પિતાનું પ્રતિબિંબ જોયું. પિતાના પ્રતિબિંબને જોતાં જ એના મનમાં આવ્યું કે આ કેઈ મારે મોટે દુશ્મન હેય એમ લાગે છે અને મારી અવગણના કરે છે. આવો વિચાર આવવાથી, તે અલ્પબુદ્ધિ વાનરે વાનર જાતિના સ્વાભાવિક ચાપલ્યને અનુસરીને જળમાં યાહેમ કરીને કુદકે માર્યો. પણ જ્યારે એ તરીને સામે કિનારે બહાર નીકળ્યો ત્યારે તે સ્ત્રી થઈ ગયા. તે વાનર એક મનોહર, લાવણ્ય અને સૌંદર્યથી શોભતી, શુભા- કૃતિ, અને વિશાળ જઘનવાળી, સુંદર ભ્રકુટિવાળી, કાળા કેશવાળી, ચારુ હાસ્યવાળી, માંસલ સ્તન- વાળી, સરખી, સેહામણી અને સીધી સોટા જેવી અને લતા જેવી રૂપાળી સ્ત્રી બની ગયેલ તે સરે. વરના તટને ભાવતો હતો. ત્રિભુવનમાં જેને જે મળે નહિ એવી આ સ્ત્રી જાણે કમળ સહિત લક્ષ્મી કે નિર્મળ ચન્દ્રની સ્ના હોય એવી જણાતી હતી. લક્ષ્મી કે ઉમાદેવી હોય તેવી સરોવર તટે ઊભી રહી દશે દિશાને પ્રકાશિત કરતી હતી,
જે વેળાએ સ્ત્રીત્વ પામેલે ઋક્ષરજસ વાનર સરોવરના કિનારા પર ઊભે, તે વેળાએ દેવરાજ ઇન્દ્ર બ્રહ્માને વંદન કરીને પાછો ઇંદ્રભવને જતો હત તેમ જ સૂર્ય પણ ફરતે ફરતે તે જ સમયે ત્યાં આવી પહોંચ્યો હતે. પેલી સુમધ્યમાં સ્ત્રીને - વાનર ઋક્ષરજસને – બન્ને દેએ એક જ વખતે દીઠી અને જોતાં વેંત જ બન્ને કામવશ થઈ ગયા. એનું અદ્ભુત રૂપ જોઈને બને દેવોનું ધર્યું જતું રહ્યું અને તે બને સર્ષની માફક
ધ્રુજવા લાગ્યા. તે જ ક્ષણે અત્યંત કામ વ્યાપવાથી ઈન્દ્રનું વીર્ય ખલિત થયું તે એ સ્ત્રીના માથા ઉપર પડયું. ઈન્દ્રના કામની તૃપ્તિ થઈ અને તે શાન્ત થઈ. તે સ્ત્રીને અડ્યા વગર ત્યાંથી ચાલે ગયા. પણ ઈન્દ્રનું વીર્ય નિષ્ફળ જાય એવું નહતું. તેથી કરીને તે વાનરીએ તત્કાળ એક સુન્દર પુત્રને જન્મ આપે; અને ઇન્દ્રનું વીર્ય તે સ્ત્રીના વાળમાં પડયું હતું તેથી તે પુત્રનું નામ વાલિ પડ્યું.
હવે કામવશ થયેલા સૂર્યનું વીર્ય તે સ્ત્રીની પ્રીવા – ડોક – ઉપર પડયું એટલે સૂર્ય પણ એ સમાગમ કર્યા વગર શાન્ત થઈને ત્યાંથી ચાલે ગયો. એનું વીર્ય પણ નિષ્ફળ ગયું નહિ. તે વીર્યથી વાનરીને બીજો પુત્ર ઉત્પન્ન થયે. ગ્રીવા ઉપર વીર્ય પડયું હતું તેથી એ પુત્ર સુગ્રીવ નામે પ્રસિદ્ધ થયો. વાનરેંદ્ર વાલિને સુવર્ણની અક્ષમાળા આપીને ઈ સ્વર્ગમાં ગયો. સૂર્ય પણ પોતાના પુત્રને માટે વ્યવસાય યુક્ત કાર્યમાં વાયુપુત્રની સહાયનું નિરૂપણ કરીને આકાશમાં ગયે. તે દિવસે તે ઋક્ષરજસ સ્ત્રીના રૂપમાં રહ્યો, પણ જ્યારે બીજું પ્રભાત થયું ત્યારે એ પુનઃ પુરુષત્વને પામી વાનર થયો. પછી પીળા નેત્રવાળા અને મહા બળવાન પોતાના અને પુત્રોને મધ પાઈ ઉછેરવા લાગ્યો. પછી બનેને લઈ બ્રહ્મા પાસે ગયો. બ્રહ્માએ એને પુત્રવાળા જોઈ ઘણું કરીને આશ્વાસન આપ્યા પછી પિતાના પાર્ષદને બોલાવીને આજ્ઞા કરી કે તું કિષ્ઠિધા નામની સુંદર નગરી છે ત્યાં જા. સર્વ પ્રકારે સુંદર એવી આ નગરીમાં જઈ ત્યાંના સઘળા વાનર સરદારની સભા ભરજે; અને મારી આજ્ઞાનુસાર આ ઋક્ષરજસને તેમને રાજા સ્થાપી રાજપાટ ઉપર તેને અભિષેક કરજે, આ બુદ્ધિમાન ઋક્ષરજસ તેઓ પર દષ્ટિપાત કરશે એટલે તે સઘળા એની આજ્ઞામાં વર્તશે. બ્રહ્માની આજ્ઞા પ્રમાણે સક્ષરજસને કિષ્ઠિધામાં પટ્ટાભિષેક કર્યો. | વારા ઉત્તર૦ સ. ૩૭, પછીને ક્ષેપક સર્ગ ૧-૩૭-૩૯.
ઋક્ષરાજાના મૃત્યુ પછી વાલિ જ કિષ્કિરધાનો