Book Title: Students English Paiya Dictionary
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

Previous | Next

Page 164
________________ વાલમીકિ ૧૫૫ વાલમીકિ જ દસમે પ્રચેતસ મરણ પામી એક બ્રાહ્મણને ત્યાં જન્મતાં તેનાં માતાપિતા તપને અથે અરણ્યમાં જવા લાગ્યાં ત્યારે આને એકાદ અરણ્યમાં મૂકી દીધો. પછીથી કેાઈ ભીલની દૃષ્ટિએ આ પડયો. તેણે દયા ખાઈ તેનું રક્ષણ કરી ઉછેર્યો ને મોટો થયે એટલે ધનુર્વિદ્યામાં નિપુણ બનાવી તેની પાસે ચોરીનું કામ કરાવવા લાગ્યા. આ કર્મ કરતાં કરતાં ત્યાં અને સ્ત્રીપુત્રાદિ પરિવાર થયો. તેના ઉદરભરણને માટે આ સતત પંથીઓને લૂંટી - અરણ્યમાં જાય અને આ લૂંટના દ્રવ્યમાંથી પોતાને તેમ જ કુટુંબને નિર્વાહ કરે. એકદા આ અરણ્યમાં ફરતો હતો તેવામાં તે તે રસ્તે થઈને જતા કેઈ મહર્ષિને જોયા, એટલે તેની પાસે જઈ કહેવા લાગ્યું કે તારી પાસે જે કાંઈ હોય તે મને આપી ચાલતો થા. આ ઉપરથી મહર્ષિને દયા ઊપજી અને તેને અનુગ્રહ કરવાના હેતુથી તેને પૂછયું કે, અરે તું જેમને માટે આ નકામા વ્યવસાય અને ઘોર કર્મ કરી રહ્યો છે, એ તારાં સ્ત્રીપુત્રાદિ આ તારાં પાપનાં ભાગીદાર છે કે? તું ઘેર જ અને એમને આ સંબંધે પૂછી આવ, ત્યાં સુધી હું અહીં ઊભો રહ્યો છું. ઋષિનું આ બેલવું સાંભળી તેમાં તેને સત્ય ભાસ્યું એ ઋષિના દર્શનનું જ મહાગ્ય. આ ત્યાંથી ઘેર આવ્યા ને ઋષિના કહ્યા પ્રમાણે પરિવારને પૂછવા લાગે ત્યારે બધાંએ કાંઈ વિશેષ ન કહેતાં આટલું જ કહ્યું કે “gig તેર તરસ વધે તુ માનિનઃ એટલે તારાં કરેલાં પાપ તું ભોગવ. અમે તે તારા દ્રવ્યનાં જ ભક્તા માત્ર છીએ. આવું પોતાનાં કબીનું બોલવું સાંભળી તેને એટલું તો ખોટું લાગ્યું કે, તે પાછા જઈ પેલા મહર્ષિને સાષ્ટાંગ દંડવત કર્યા અને પ્રાર્થના કરી કે હું તારે શરણે આવ્યો છું. મને કૃતાર્થ કર. પછી એ મહર્ષિ, ભક્તોના હદયમાં રમનાર એવા જે સર્વવ્યાપી બ્રહ્મ જેને વેદમાં રામ કહ્યા છે એ રામ નામને જપ કરવાનું આને કહી, ત્યાં જ અંતર્ધાન પામ્યા. મહર્ષિ જતાં, આ ત્યાં જ જ૫ કરતે કરતે એટલા તે કાળ પર્યત બેઠે કે, તેના શરીર પર ઊધઈઓના રાફડા થઈ ગયા. પછી એ જ ઋષિએ આવી અને એ રાફડાઓમાંથી કાઢો, તે ઉપરથી આનું વાલ્મીક એવું નામ પડયું. | વા૦ ૨૦ બાલ સ૦ ૧. પછી આની ગણના ઋષિમાં થવા લાગી. એટલે એ તમસા નદીને તીરે આશ્રમ કરી રહ્યો. તેની પાસે અધ્યાપન વગેરે કરનારા અનેક શિ હતા. પરંતુ તે સર્વેમાં ભરદ્વાજ ઋષિ મુખ્ય હતો. એક વેળા આ નિત્યક્રમ પ્રમાણે સ્નાન કરવા નદીએ ગયેલ; સ્નાન કરતાં કરતાં સામેના એક વૃક્ષ પર કૌચ પક્ષીના જોડા ઉપર તેની નજર પડી. એ જેડામાં એક નર – જે કામાસક્ત બન્યા હતા – તે જેવો વિષયમાં પ્રવૃત્ત થવા જાય છે એ જ ક્ષણે એક શિકારીએ તેને બાણ વડે વીંધી નાખે. તેથી પાછળ ૨હેલા પક્ષોને અતિશય શાક થી, એ જોઈ અહી કોમળચિત વાલ્મીકિના હૃદયમાં એટલી બધી દયા ઊપજી કે તેના મુખમાંથી એકાએક એમ બોલાઈ ગયું કે – मा निषाद् प्रतिष्ठां त्वमगमः शाश्वतीः सभा । यत्क्रोचमिथुनादेकमवर्धाः काममे।हित ॥ આ અનુટુપ છં બહ વાણું પિતાના મુખમાંથી અકસ્માત નીકળ્યાથી એને પિતાને પણ આશ્ચર્ય લાગ્યું, અને સ્નાન કરી જળમાંથી બહાર નીકળ્યો. એટલામાં ત્યાં બ્રહ્મદેવ પ્રગટયા અને આને કહ્યું કે તું આશ્ચર્ય પામીશ નહિ. તને પ્રગટેલી વાણી એ મારી જ ઈછાએ કરીને છે. તે તું હવે એ જ છંદમાં સ્ત્રીવિરહનું કાવ્ય કર અને તું એ કાવ્યમાં જેવું વર્ણન કરોશ તેવું આગળ જતાં બનશે અને તેમને એક અક્ષર પણ અન્યથા થશે નહિ. આટલું કહી બ્રહ્મદેવ અંતર્ધાન થયા, એટલે . તેમની આજ્ઞા પ્રમાણે પરમેશ્વરના જે નામ વડે પિતે પાવન થયો હતો તેના જ નામ ઉપર શતકટિ કાવ્ય તેણે રચ્યું. તેમાંથી જ સારરૂપ ગાયત્રીમંત્રવર્ણ — વિલાસભૂત ચોવીસ સહસ્ત્ર કાવ્ય, તે પછીથી લવકુશને શીખવ્યું, તે સર્વ કેઈને જાણીતું છે.

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202