Book Title: Sthahang Sutra Part 01 and 02
Author(s): Anandsagarsuri
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Seva Trust

View full book text
Previous | Next

Page 10
________________ ઉપઘાત ઓળખાવે છે. એ નિર્ગખ્યશિરોમણિને અગિયાર બ્રાહાણ શિષ્ય હતા. એ દરેક શિષ્યરત્ન ગણધર કહેવાય છે. એ પ્રત્યેક મનીષી મુનિયે ન શાસ્ત્રોનાં મૂળરૂપ બાર અંગે અદ્ધમાગણી (સં. અર્ધમાગધી) ભાષામાં રહ્યાં છે, અને એમાંથી કેવળ પાંચમા ગણધરની જ રચના એ છેવત્તે અંશે આજે મળે છે એમ મનાય છે. આ પાંચમા ગણધરનું નામ સુધર્મન્ છે. એમને આ પુસ્તકમાં સુધર્માસ્વામી તરીકે નિર્દેશ છે. આ પુસ્તકમાં અનેક સ્થળે (દા. ત. પૃ ૨૨૬માં) એમણે દ્વાદશાંગી શા માટે રચી છે તે બાબત વિચારાઈ છે, અને તેમ કરતી વેળા નીચે મુજબનાં ત્રણ કારણે રજૂ કરાયાં છે – (૧) ભવ્ય જીના ઉપકારને માટે. (૨) શાસનની પ્રવૃત્તિને માટે. (૩) મોક્ષને માર્ગ દુનિયા સાધી શકે તે માટે. ખરી રીતે બે જ કારણ છે, કેમકે પહેલા અને ત્રીજા કારણમાં કંઈ ખાસ ભેદ નથી. જૈન આગમાં બાર અંગરૂપ ગણિપિટક- દ્વાદશાંગી અગ્ર સ્થાન ભેગવે છે. એના પ્રણેતા ગણધર હવા વિષે બે મન નથી. આ બાર અંગમાંનું ત્રીજું અંગ તે ઠાણ (સં. સ્થાન) છે. એને સંસ્કૃતમાં સ્થાનાંગ, પાઈયમાં કાણુગ અને ગુજરાતીમાં ઠાણાંગ” કહે છે. આ એક સુયખંધ (શ્રુતસ્કંધ)રૂપ આગમન ઘણે ખરો ભાગ ગદ્યમાં છે. એના એકંદર દસ વિભાગે છે. એ દરેકને “અઝયણ” (સં. અધ્યયન) તેમજ કાણું (સં. સ્થાન) પણ કહે છે. આ પૈકી કેટલાંકના પિટાવિભાગ છે. એને “ઉસગ (સં. ઉદેશક) કહે છે. ગુજરાતીમાં એને “ઉ” કહેવામાં આવે છે. પ્રસ્તુત વ્યાખ્યાનને સંબંધ પાંચમા અજઝયણ સાથે

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 902