Book Title: Siddhachal no Sathi Bhav Yatra Sahit
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ ૨૮ સિદ્ધાચલને સાથી છે. તે પવિત્ર શિલાની સ્પર્શના કરી હું હવે ગિરિરાજ પર એકએક ડગલું આગળ વધી રહ્યો છું. [નોંધ : અહીં તળેટીનું ચૈત્યવંદન કરવું. ] | | તળેટીથી આગળ વધતાં બે બાજુ પગથિયાં આવે છે. તેમાં ડાબી બાજુ રહેલ ગોવિંદજી નાના નવા દહેરાસરજીમાં રહેલા મૂળ નાયક શ્રી ધર્મનાથ સ્વામીને નમસ્કાર કરું છું. નમે જિણાવ્યું | | ત્યાંથી આગળ વધતા ધનપતસિંહ બાબુની બનાવેલી બાબુને દહેરા તરીકે જાણીતી નુતન ધનવશી–ટુંક આવી. ત્યાં સહસ્ત્રકુડ રત્નમદિર-જલમંદિર-તેમજ નાની મોટી દહેરીમાં રહેલા અનેક જિનબિંબને હું નમસ્કાર કરું છું. મૂળનાયક દાદા આદિનાથજી તથા આસપાસમાં રહેલા શ્રી પાર્શ્વનાથ અને શ્રી ચંદ્રપ્રભુ તથા સન્મુખ રહેલાં શ્રી કુંડરિક સ્વામીજી ઉપર ચઉમુખજી એ સર્વે જિનબિંબને હું નમસ્કાર કરું છું.-“નામે જિાણું? 3 બાબુના દહેરેથી બહાર નીકળી ફરી હું સિદ્ધાચલજીની યાત્રાને આરંભ કરી રહ્યો છું. જમણી બાજુથી ઉપર ચઢતાં શ્રી ગૌતમ સ્વામીજીના પગલાં છે. શ્રી આદિશ્વર - ભગવાન તથા શ્રી અજિતનાથ ભગવાનના પગલાંની દેરી છે. અન્ય ગણધરોની ચરણપાદુકા છે. તે સર્વે પગલાં અને હું નમસ્કાર કરું છું. | ડું ઉપર ચઢતાં દેરીઓની પાછળના ભાગમાં દૂર એક ગુફા દેખાય છે. ત્યાં હંસવાહિની સરસ્વતી દેવીનું સુંદર મંદિર આવ્યું. હું આ શ્રુતદેવી ભગવતી સરસ્વતિ મને શ્રુતજ્ઞાન આરાધનામાં સહાયક થાઓ તેવી પ્રાર્થના કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102