________________
७६
સિદ્ધાચલને સાથી
આપી. લખાણ લખતાં લખતાં આંસુનાં બે ટપક હૂંડી ઉપર પડી ગયાં. હુંડી ગિરાસદારને આપી.
ગરાસદાર નામ પૂછતે અમદાવાદ સોમચંદશેઠને ત્યાં અ. શેઠ બહાર ગયા હતા. માણસેએ તેને ઉતારા વગેરેની સરભરા કરી. મુનીમે હૂંડી લીધી. વાંચીને સવચંદ્ર, શેઠનું ખાતું શોધવા લાગે. પણ ખાતું મળ્યું નહીં. આથી ગરાસદારને કહ્યું કે– શેઠ આવે ત્યારે આવજો.”
ગરાસદારને શંકા પડી. લાખ રૂપિયાની હુંડી હતી. બે કલાક ફરીને પાછા આવ્યા. હૂંડી આપી. સેમચંદ શેઠ હાથમાં હૂંડી લઈ તપાસવા લાગ્યા. ખાતાવહી તપાસાવી, પણ મુનિએ કહ્યું કે તેમનું ખાતું નથી. ત્યારે સેમચંદ શેઠની નજર હૂંડી પર પડેલાં આંસુ ઉપર પડી. વળી. હૂંડીના અક્ષરો પૂજતા હાથે લખાયેલા હોય એમ લાગ્યું. આથી શેઠ બધી વાત સમજી ગયા. શેઠે પિતાના ખાતે રકમ. લખને હૂંડીની રકમ ગરાસદારને આપી દીધી.
થોડા દિવસ પછી સેમચંદશેઠનું નામ લેતે કઈ મહેમાન આવ્યો. શેઠ અતિથિ ધારી પોતાના ઘરે લઈ ગયા. જોખમ ગાડીમાંથી પટારામાં મૂકાવ્યું. જમ્યા બાદ વાત નીકળતાં શેઠને કહ્યું કે-“આ તમારા રૂપિયા. વ્યાજ સાથે ખાતું ચૂર્ત કરો.”
શેઠને આશ્ચર્ય થયું. શેના રૂપિયા? મહેમાને યાદી. આપી. હુંડીની વાત કરી. આપે હૂંડી સ્વીકારી લાજ રાખી. - સેમચંદ શેઠે કહ્યું કે–રૂપિયા ખર્ચ ખાતે નખાઈ ગયા છે. સંકટમાં આવેલા સાધમિકને સહાય કરવી તે મારી ફરજ હતી. માટે હવે તે રૂપિયા મારાથી લેવાય નહીં. સવચંદ શેઠે અતિ આગ્રહ કર્યો. છેલ્લે બેમાંથી કેઈએ રૂપિયા રાખ્યા નહીં. ત્યારે નક્કી કર્યું કે રકમ શત્રુજ્યમાં ખર્ચવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org