________________
૮૦
સિદ્ધાચલને સાથી
(૫) ઉખા જળની દેરી : ( છ ગાઉની યાત્રામાં આગળ જતા આ દહેરી આવે છે. ત્યાં ખાડામાં દાદાની પ્રક્ષાલનું હવણ આવતું હોવાનું મનાય છે. તેથી તેની પૂજ્યતા માટે અહીં દહેરી બાંધેલી છે. દહેરીમાં પગલાં છે. યાત્રાળુઓ ત્યાં દર્શન કરે છે. ચૈત્યવંદન કરે છે, અને પછી ચત્રામાં આગળ વધે છે. (ર૬) સિદ્ધવડની દહેરી : છ ગાઉ યાત્રામાં
સિદ્ધગિરિની ભૂમિ ઉપર અનેક આત્મા ક્ષે ગયા છે. તે સિદ્ધોની યાદમાં ભાડવા ડુંગર ઉતર્યા પછી આ દહેરી બંધાવાયેલી છે. ત્યાં યાત્રાળુઓ ચૈત્યવંદન કહે છે. (ર૭) નવેકના નામની ઓળખ : (૧) સવાામની દુક: (નિર્માણ સં. ૧૬૭૫)
- સવચંદશેઠ અને સેમચંદશેઠની પરસ્પર લેવડદેવડમાંથી.અંતે ધર્મમાગે બધું જ દ્રવ્ય વાપરવાનું નકકી કર્યું તેથી, બંનેના નામ પરથી સવા–એમની ટૂંક કહેવાય. - ત્યાં સન્મુખ ચૌમુખજીનું મંદિર હોવાથી તેને ચૌમુખજીની દુક પણ કહેવાય છે. (૨) છીપાવસહી : [ પુનઃ પ્રતિષ્ઠા સં. ૧૭૬૫]
આ મંદિર ૧૪મી સદીમાં છીપાઓએ બંધાવેલ હેવાથી છીપાવસહી તરીકે ઓળખાય છે.
ત્રણ ભાવસાર ભાઈઓએ મળીને પ્રાયઃ પુનઃ પ્રતિષ્ઠા કરાવી હોવાથી ભાવસારની ટુંક પણ કહેવાય છે. (૩) સાકરવસહી :
[નિર્માણ સં ૧૮૯૩] આ ટુંક અમદાવાદના શેઠ સાકરચંદ પ્રેમચંદની બનાવેલી હોવાથી તેને સાકરચંદ શેઠના નામ પરથી સાકરવસહી કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org