________________
७२
સિદ્ધાચલના સાથી
ખીર કરી હતી. તે વખતે માસખમણના તપસ્વી મુનિરાજ વહેારવા આવ્યા આવ્યા. તેથી તેને ખીર વહેારાવી. સાસુ પાણી ભરવા ગયાં હતાં. તે આવ્યાં ત્યારે પાડાસણે ચાડી ખાધી. આથી વહુને ધમકાવી, વહુ અને તેનાં એ છેકરાંને પકડીને બહાર કાઢવાં. જ્યારે તેના પતિ આવ્યા ત્યારે ગૃહ્યું કે, આણે મુડકાને શ્રાદ્ધ કરતાં પહેલાં ખાવાનું આપ્યું? તેને ગુસ્સા ઘણા આવ્યા અને ઊંધાં પડેલાં વાસણા ખેાલ્યાં. તેમાં જાત જાતનાં પકવાન્ન ભરેલાં હતાં.
આથી કાઢી મુકેલી તે પત્નીને ખેલાવવા કુહાડા ખભે મૂકીને દોડયો. દૂરથી તેને આવતા જોતાં ‘આ મને મારવા આવે છે,’ તેવુ વિચારી બન્ને છેકરાને લઈને તે કૂવામાં પડી. તેની પાછળ તેના ધણી પણ કૂવામાં પડયા. ઘણી મરીને ભેસલા થયા અને અમઠા મરીને અખિકા થઈ. ભેંસલા તેના વાહન થયા.
(૧૪) નવા આદીશ્વર :
[સિદ્ધગિરિ ઉપર મૂળનાયક આદિશ્વર ભગવાનની બીજી પ્રદક્ષિણા શરૂ કરીએ ત્યારે અનુમાનથી વસ્તુપાલ-તેજપાલનું બનાવેલું લાગે છે તેવું એક મંદિર આવે. તેમાં નવા આદિશ્વર બિરાજમાન છે.]
મૂળનાયક શ્રી આદિશ્વરદાદાની નાસિકા કોઈ કારણે ખંડિત થઈ જવાથી નવા ભગવાન બેસાડવા માટે સૂરતના શેઃ તારાચંદ સંઘવી ગિરિરાજના સંધ લઈ ને આવ્યા.
તે સ’ઘમાં શ્રી આદિશ્વર ભગવાન, એ કાઉસ્સગી, અને આદિનાથ ભગવાનની પાદુકા સાથે લાવ્યા. જ્યારે શ્રી ગિરિરાજ ઉપર પધાર્યા અને નવા આદિશ્વર ભગવાન બિરાજમાન કરવા ઉદ્યમ કર્યો ત્યારે અધિષ્ઠાયકે નિષેધ કર્યો એટલે કરમાશાના બિરાજમાન કરેલા આદિશ્વરદાદા કાયમ જ રહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org