________________
૪૦
સિદ્ધાચલન સાથી T સમવસરણ મંદિરની પાસે સમેતશિખરજીનું દહેરાસર છે. ત્યાં આઠે દિશામાં રહેલી બધી મળીને કુલ ૨૦ જિન પ્રતિમાજી છે તેને હું નમસ્કાર કરું છું. નીચે રહેલા સર્વે પગલાંઓને ચરણે પણ મારું મસ્તક નમાવું છું.
| | ત્યાંથી થોડું આગળ ચાલતા પગલાંઓના દર્શન થયા અને રાયણ વૃક્ષ આવ્યું. ત્યાં ફરી ફરી હુ વંદના કરું છું. ત્યાંથી બહાર નીકળી દાદાના અને ગણધર ભગવંતના પગલે મારું મસ્તક નમાવી નવી બનેલી સીડીએ ચડી આદિશ્વર દાદાના મંદિર ઉપર રહેલા સર્વે જિનબિંબને જુહારું છું.
| સીડીએથી ઉતરતા સીમંધર સ્વામી મંદિરના શિખશ્માં રહેલા ચૌમુખજીને નમસ્કાર કરું છું. ત્યાંથી નીચે ઉતરી જમણા હાથ તરફ સહસ્ત્રફે પાર્શ્વનાથની પ્રતિમાજીને હું વંદન કરું છું. છેલ્લે ગંધારિયાના દહેશસરજીમાં સર્વ જિનપ્રતિમાજીને ભાવપૂર્વક નમસ્કાર કરું છું.
] આ રીતે બે પ્રદક્ષિણા કર્યા બાદ હું હવે વર્તમાનકાલીન પરંપરાનુસાર ત્રીજી પ્રદક્ષિણ આપી રહ્યો છું. | સર્વ પ્રથમ પાંચ ભાઈઓના દહેરાસરજીમાં સુવિશાળ પાંચ જિનબિંબને નમસ્કાર કરું છું. “નમો જિણું?
| ત્યાંથી ચાલતા શ્રી પુંડરિક સ્વામીના મંદિરના પાછળના ભાગમાં રહેલા જિનાલયમાંના જિનબિંબને હું નમસ્કાર કરું છું.
D ત્યાંથી આગળ બાજરીયાનું દહેરાસરજી છે. ત્યાં પ્રાયઃ સુમતિનાથ ભગવાન છે. તેને હું ભાવભરી વંદના કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org