________________
સિદ્ધાચલ ભાવયાત્રા
૪૩
--
ગિરિરાજની યાત્રાનો તળેટીથી આરંભ કરી ક્રમે ક્રમે હનુમાનધારા પાસે પહોંચ્યા બાદ બે રસ્તા ફંટાયાઃ એક દાદાની ટુંકે તરફ અને બીજે નવટુંકને રસ્તે. એ રસ્તે ચઢતાં ચઢતાં નવટુંકની બારી આવે છે. તેમાં પ્રવેશ કરતા સર્વપ્રથમ અંગારશા પીરનું સ્થાન આવે છે. ત્યાંથી ચાલતા નવટુંકના મેટા દરવાજામાં પ્રવેશ કર્યો. વલ્લભકુંડ આવ્યા. પછી નરસિંહ કેશવજીની ટુક આવી અને ફરી પાછા જિનપ્રતિમાજી જુહારવાને અપૂર્વ અવસર શરૂ થશે. - D નરસિંહ કેશવજીની ટુંકમાં મધ્યમાં મુખ્યમંદિરમાં મૂળનાયક શ્રી અભિનંદન સ્વામીજીને હું નમસ્કાર કરું છું. તે ઉપરાંત અન્ય જિનબિંબ તથા ફરતી ૩૪ દહેરીમાં રહેલા સર્વે પ્રતિમાજીને નમસ્કાર. “નમે જિણુણું ?
_] ત્યાંથી ચાલતા બહાર નીકળીને સંપ્રત્તિ મહારાજાનું દહેરાસર આવે છે. ત્યાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવંત તથા અન્ય સર્વે જિનબિંબને હું નમસ્કાર કરું છું.
ત્યાંથી ચાલતા જુદા જુદા દહેરાસરજી આવે છે. તેમાં પ્રથમ મુશદાબાદ વાળાના દહેરાસરમાં રહેલા જિનબિંબને હું નમસ્કાર કરું છું. | | ત્યાર પછી અનુક્રમે ચાલતાઃ (૧) બાબુ પ્રતાપસિંહના દહેરાસરજીમાં રહેલા શ્રી સુમતિનાથ પ્રભુ (૨) સંભવનાથ પ્રાસાદમાં શ્રી સંભવનાથ, (૩) ઋષભદેવ પ્રાસાદમાં રહેલા શ્રી ઋષભદેવ, (૪) કુંડીવાળાના દહેસરજીમાં રહેલા શ્રી ચંદ્રપ્રભુ, (૫) નરસિંહ નાથાના મંદિરમાં રહેલા શ્રી ચંદ્રપ્રભુ, (૬) માદેવી માતાના પ્રાસાદમાં હાથી પર બિરાજમાન શ્રી મરદેવી માતાજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org