________________
વિભાગ:-- ૫ સિદ્ધાચલજીયાત્રાના કેટલાંક મહત્વના સ્થળો–પ્રસંગે:
(૧) હિંગળાજને હડે :
આ અંગે એવી કહેતી છે કે હિંગળાજ માતા મૂળ અંબિકા દેવીની જ મૂર્તિ છે.
હિંગુલ નામે રાક્ષસ, સિંધુ નદી તરફથી આવતા યાત્રાળુએને પરેશાન કરતે હતો. કેઈ સાધુ પુરુષે તપ શક્તિના પ્રભાવે અંબિકા દેવીનું આછુવાન કર્યું. તે દેવી પ્રત્યક્ષ થતા સાધુ પુરુષે જણાવ્યું કે આ હિંગુલ રાક્ષસ યાત્રાળુઓને હેરાન કરે છે, તેને ઉપાય કર.
અંબિકા દેવીએ યાત્રાળુઓની સુખપૂર્વક યાત્રા સુવિધા કરવા તે રાક્ષસ સાથે યુદ્ધ કરી મૃતઃ પ્રાય કરી દીધો. રાક્ષસે દેવીના પગે પડી પ્રાર્થના કરી કે આજથી તમે મારા નામે ઓળખાવ અને તીર્થક્ષેત્રમાં મારા નામને પ્રસિદ્ધ કરો.
દેવીએ તેની વિનંતી માન્ય કરી ત્યારથી અહીં હિંગલા દેવી અધિષ્ઠાત્રી થઈને રહ્યા છે.
(૨) દ્રાવિડ અને વારિખિલ્લ : કારતક સુદ ૧૫]
ઋષભ દેવનો એક દ્રાવિડ નામે પુત્ર હતો. તેને દ્રવિડ અને વારિખિલ્લ નામે બે પુત્રો થયા. દ્રવિડે દ્રાવિડને મિથિલાનું રાજ્ય આપ્યું. વારિખિલ્લને લાખ ગામ આપ્યા.
રાજપને માટે બને ભાઈઓ વચ્ચે ખૂંખાર યુદ્ધ ચાલ્યું. આ લડાઈમાં કરડે મનુષ્યને સંહાર થયે. મંત્રી દ્રાવડરાજાને સમજાવી સુવલ્લુ તાપસના આશ્રમે લઈ ગયા. તાપસને ઉપદેશ પામી દ્રાવડે વારિખિલ્લને ખમાવ્યા પછી. લાખો વર્ષ ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org