________________
६४
સિદ્ધાચલને સાથી વિદ્યાધર મુનિથી પ્રતિબંધ પામી બંને સાધુ થયા. મુનિ સાથે શ્રી શત્રુંજય તીર્થે આવ્યા. મુનિના ઉપદેશે ગિરિરાજની આરાધના કરી છેલ્લે માસિક સંલેખન કરી. દશ કરોડ મુનિ સાથે કાર્તિક પૂનમે મોક્ષે પધાર્યા.
(૩) અઈમુત્તા મુનિ : (આ મૂર્તિ શ્રી પૂજાની દેરી પછીના સપાટ માર્ગે ચાલતા ઊંચા ઓટલા ઉપર આવે છે.)
પેઢાલપુર નગરે વિજય રાજા અને શ્રીમતી રાણીના પુત્ર અઈમુત્તા એ છ વર્ષની ઊંમરે પ્રભુ મહાવીર પાસે દીક્ષા લીધેલી હતી. ગામ બહાર એક વખત સ્પંડિત જવા નીકળ્યા ત્યારે છોકરાઓને કાગળની નાવ પાણીમાં તરાવતા જોયા. બાળ સુલભ ભાવથી તેઓ પણ પિતાના પાત્રને પાણીમાં તરાવવા લાગ્યા. સાથેના સાધુઓએ પ્રભુને વાત કરી.
આવા બાલ મુનિને માત્ર નવ વર્ષની વયે ઈરિયાવહી પડિક્કમતા પગદગ પર બેલતા આ વિરાધનાનું ધ્યાન આવ્યું. ત્યાં જ સ્વ આત્માના તે દુષ્કૃતને નિંદતા કેવળજ્ઞાન પામ્યા. કેમે કરીને સિદ્ધાચલજી પર મેક્ષે ગયા.
(૪) નારદ મુનિ: [આ મૂતિ શ્રી પૂજની દેરી પછીના સપાટ જમીનવાળા ભાગ તરફ ચાલતા ઊંચા ઓટલા ઉપર આવે છે.
ના સ્વભાવે જ કલહ પ્રિય હતા. પણ બ્રહ્મચર્યમાં ખૂબ જ અડગ માણસ. જ્યારે દ્વારિકા નગરી સળગી ગઈ અને ચાદવે નાશ પામ્યા ત્યારે તેને આમ કપાત કરી ઉઠયો.
પિતાના અવિરતિપણાને નિંદતા તેમણે અનશન લીધું. શકલધ્યાનમાં નિમગ્ન બની ક્ષપકશ્રેણી ચડી કેવળજ્ઞાન પામ્યા.
૧ લાખ મુનિ સાથે સિદ્ધગિરિ ઉપર મેક્ષ પામ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org