________________
સિદ્ધાચલને સાથી
] હવે ભાવયાત્રા કરતે હું ચેથી નંદીશ્વર દ્વિપ એટલે કે ઉજમફઈની ટુંકે પહોંચે છું. તેના બાવન ડુંગર પર એક એક ચૌમુખજી બિરાજમાન છે. તે ૨૦૮જિનપ્રતિમાજી તથા મધ્યમાં મેરુ પર રહેલા ચૌમુખજી જિનપ્રતિમાજી તેમજ અન્ય સેવે જિનબિંબને નમસ્કાર કરું છું.
[] આ ટુકને ફરતા કોટમાં રહેલા ડાહ્યાભાઈના દહેરાસરજીમાં શ્રી કુંથુનાથ તથા પરસનબાઈના દહેરાસરજીમાં શ્રી શાંતિનાથ ભગવંતને તેમજ અન્ય પ્રતિમાજીને ભાવથી હું નમસ્કાર કરું છું. જ | હવે હું પાંચમી હેમાવસહી ટુંકે પહોંચે છું. નંદીશ્વગ્ના દહેરાસરથી ઉપર ચઢતા આ હેમાભાઈની ટુક આવે છે. ત્યાં કુલ ચાર દહેરાસરજી અને અન્ય દેરીઓ આવેલી છે. તેમાં મૂળ મંદિરમાં રહેલા અજિતનાથજી ને હું નમસ્કાર કરું છું. * ] તેમજ બીજા મંદિરમાં રહેલા શ્રી પુંડરિક સ્વામીઅને હું નમસ્કાર કરું છું.
] સાકરચંદ શેઠે બનાવેલ ચૌમુખજી તથા હેમાભાઈ શેઠે બનાવેલ ચૌમુખજી જિનાલય બંનેમાં ચાર ચાર ભગવંતને હું નમસ્કાર કરું છું, તેમજ અન્ય તમામ જિનબિંબ જે આ ટુંકમાં બિરાજમાન છે તે સર્વેને વંદના.
[] હવે યાત્રા કરતે હું છઠ્ઠી મેદીની દુકે એટલે કે પ્રેમાવસહી ટુંકે પહોંચે છું. ત્યાં મૂળ દહેરાસરજીમાં બિરાજમાન શ્રી ઋષભદેવ પરમાત્માને હું નમસ્કાર કરું છું.
| તેમજ શ્રી પુંડરિક સ્વામીને દહેરે પણ હું શ્રી પુંડરિક ગણધરને વંદન કરું છું; અને તે સિવાયની દેરીમાં બિરાજમાન સેવે જિનપ્રતિમાજીને પણ હું વંદના કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org