________________
સિદ્ધાચલ ભાવયાત્રા
૪૧.
] ત્યાંથી ચાલતા તિજોરી રૂમ પછીના મંદિરે શ્રી નેમિનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું. | | આગળ ચાલતા રથખાનાની બાજુના દહેરાસરજીમાં દર્શન કરી પછી વશવિહરમાનના મંદિરે જાઉ છું. ત્યાં વિહરમાન પરમાત્માને હું નમસ્કાર કરું છું. રંગમંડપમાં રહેલા ૨૪ જિનબિંબને પણ હું નમસ્કાર કરું છું.
[] પ્રદક્ષિણામાં આગળ વધતા નાની મોટી દેરીઓમાં રહેલા જિનબિંબને હું નમસ્કાર કરું છું. એક ઓરડામાં તથા દેરીઓમાં રહેલા પ્રતિમાજીને નમસ્કાર કરું છું.
ત્યાંથી ચાલતા અષ્ટાપદજીનું દહેરાસરજી આવે છે. ત્યાં ૨૪ તિર્થંકરોને હું નમસ્કાર કરું છું. અહીં રાવણમંદરીને દર્શાવ્યા છે તે ભાવિજિન રાવણને પણ વંદના.
] ત્યાંથી નાની મોટી દેરીએ દર્શન કરી હવે રાયણ પગલાં પહોંચુ છું. રાયણ વૃક્ષને ત્રણ પ્રદક્ષિણા દઈ આદિશ્વર ભગવંતના ભવ્ય પગલાંને દર્શન કરું છું. પૂર્વનવાણુ વખત શ્રી આદિનાથ પ્રભુ અહીં સમવસરેલા તે પગલાંને હું વારંવાર મસ્તક નમાવું છું. [નોંધ : અહીં રાયણ પગલાંની સ્તુતિ બોલી ચીત્યવંદન કરવું.
જે પ્રથમ વિભાગ યાત્રા-વિધિમાં આપેલું છે.] રાયણ પગલાંથી આગળ વધતાં ન્હવણ નાંખવાની બારી પાસે એક એક દેરીમાં રહેલા ભરત અને બાહુબલી તથા શ્રી ઋષભદેવની બન્ને તરફ નમિ-વિનમિ ને વંદન કરુ છું. આગળ વિજય શેઠ-વિજ્યા શેઠાણી જે સિદ્ધિ પદ પામ્યા છે. તેની મૂતી છે. ત્યાં વંદના કરું છું ત્યાંથી બધી દેરીઓમાં દર્શન કરતા હવે ચૌદ રતનનુ મંદિર આવે છે. ત્યાં આવેલ ચૌદ પ્રતિમાજીને હું નમસ્કાર કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org