Book Title: Shubh Sangraha Part 03
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay

View full book text
Previous | Next

Page 9
________________ श्रीयोगवासिष्ठ-महारामायण બે મોટા ભાગમાં–પૃષ્ઠ ર૦૦૦ પાકાં પૂઠાં સાથે મૂલ્ય રૂ. ૧૦, તરતમાં ૮) વેદાંતપ્રેમીઓ માટે આ ગ્રંથની ઉપકારકતા અનુપમ છે. સ્વામી રામતીર્થ તે આ ગ્રંથમાટે ખાસ ભાર દઈને ભલામણ કર્યા કરતા. મહર્ષિ વસિદઇએ ખુદ આ ગ્રંથમાંજ તેની ઉપકારકતા વર્ણવી છે કે:-“આ સંહિતા પિતાની મેળેજ અભ્યાસ કરીને જાણી હોય અથવા બીજા કોઈના મુખથી સાંભળી હોય તો ગંગાજીની પેઠે તરતજ સધળા તાપની શાંતિ કરીને પરમસુખ આપે છે. જેમ રજા(દોરડી)નું અવલોકન કરવાથી તેમાં થયેલી સર્પની ભ્રાંતિ ટળી જાય છે, તેમ આ સંહિતાના અવલોકનથી સંસારનાં દુઃખો ટળી જાય છે.” “જેમ શરઋતુ પ્રાપ્ત થતાં દિશાઓનું મલિનપણું ધીરે ધીરે સારી પેઠે ઓછું થવા લાગે છે; તેમ આ ગ્રંથને વિચાર પ્રાપ્ત થતાં બુદ્ધિના લોભ તથા મેહ આદિ દે ધીરે ધીરે સારી પેઠે ઓછા થવા લાગે છે. સઘળી કલ્પનાઓ શાંત થતાં ધીરે ધીરે પરિપાકને પામેલું, આ ગ્રંથને વિચારનારનું જીવનમુક્તપણું એવું થાય છે કે જેનું વર્ણન કરી શકાતું નથી. સઘળી રીતે શીતળતાવાળી, શુદ્ધ અને ઉત્તમ પ્રકાશ આપનારી એ પુરુષની બુદ્ધિ શરદઋતુની ચાંદનીની પેઠે અત્યંત ખીલી નીકળે છે.” આ ગ્રંથ સાંભળવામાં આવે, વિચાર કરવામાં આવે અને સમજવામાં આવે તે માણસને મોક્ષની પ્રાપ્તિમાં તપની, ધ્યાનની કે જપ આદિની કંઈ પણ અપેક્ષા રહેતી નથી. આ શાસ્ત્રના દઢ અભ્યાસથી અને વારંવાર અવલોકનથી ચિત્તના સંસ્કારપૂર્વક અપૂર્વ પાંડિત્ય થાય છે.” श्रीमद भगवती भागवत વેદધર્મસભાવાનું ઉત્તમ ભાષાંતર આમાં આવડા મોટા અક્ષરમાં, મોટાં પૃષ્ઠ ૯૦૦, છતાં માત્ર રૂ. ૪ તરતમાં ૪) વેદધર્મસભા જેવી કાળથી પસંદગી કરનારી સંસ્થાએ આ ગ્રંથનું ભાષાંતર કરાવીને પ્રથમ છપાવ્યો હતો અને અનેક સજજનો તથા વિદ્વાને આ ગ્રંથને વિષ્ણુભાગવત કરતાં ચઢિવાતે માને છે. મહાન સંસ્કૃત ટીકાકાર નીલકંઠ તે કહે છે કે, ૧૮ મહાપુરાણોમાંનું જે ભાગવિત તે તો આજ ભાગવત છે. - આ પુરાણના વાચનથી શેધકવૃત્તિવાળા વિદ્વાનેને જગતના અતિપ્રાચીન ઇતિહાસ સંબંધી વિચારણય સામગ્રી મળી શકે તેમ છે; ભક્ત અને જિજ્ઞાસુ જનને આમાં ઠેકાણે ઠેકાણે વેદ અને ઉપનિષદ્દના ગૂઢ આધ્યાત્મિક ઉપદેશ સરળ રૂપમાં ગોઠવાયેલા જણશે; સર્વ સજજનેને એમાંથી નીતિ, ધર્મ, સદાચાર ઈ ઉત્તમ વિષયોથી ભરપૂર પુષ્કળ સુબોધક કથાઓનો લાભ મળી શકશે; અને સ્ત્રીવર્ગ માટે મહાન સતીઓનાં બેધદાયક તથા અસરકારક આખ્યાનો પણ આવેલાં જણાશે. સસ્ત સાહિત્ય વર્ધકે કાર્યાલય કાલબાદેવીએ ભદ્રપાસે–અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 432