Book Title: Shrutsagar 2015 05 06 Volume 01 12 13 Author(s): Hiren K Doshi Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra SHRUTSAGAR www.kobatirth.org 5 દેહસ્થ આત્માની પરમાત્માવસ્થાનું સ્મરણ Acharya Shri Kailassagarsuri Gyanmandir MAY-JUNE-2015 (રાગ : તાર હો તાર પ્રભુ) સમજી લે ભવ્ય તું સમજી લે ભવ્ય તું, ખીલવજે આત્મશક્તિ પ્રભુની આત્મ સામર્થ્યથી સર્વ કર્મો ટળે, શક્તિ હૃદયે ધરો ચિત્ વિભુની. ૧ આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી આત્મમાં રમણતા ધ્યાન દૃષ્ટિ થકી, દુઃખનાં કારણો સર્વ નાશે શરીર વ્યાપી રહ્યો દેહ ભિન્ન જ લહ્યો, જ્ઞાન સામર્થ્યથી સહુ પ્રકાશે. ૨ 50 સ્વાશ્રયી થઇ રહો સત્યશાંતિ લહો, કરણી જેવી તથા કાર્ય થાવે ચિતના દોષ વારો મહાશક્તિથી, પરમ આનંદ પદ ભવ્ય પાવે. ૩ B શુદ્ધ નિર્ભય પ્રભુ કૃષ્ણ રહેમાન્ તું, સૂર્યને વિષ્ણુ તું પ્રભુ સવાયો તેજનો પાર નહિ વાણી ગોચર નહિ, ધ્યાનીના ધ્યાનમાં તું જ આયો. ૪ ઝળહળે જ્યોતિ આત્મપ્રભુની સદા, દુઃખની ભ્રાંતિયો દૂર નાસે વીર વિશ્વેશ તું પિંડ વસતાં છતાં, યોગીઓના હૃદયને પ્રકાશે. પ તેજનું તેજ તું દેવનો દેવ તું, જ્ઞાનસાગર પ્રભુ તું મજાનો દૃશ્ય દૃષ્ટા તું હિ વચન સાપેક્ષથી, પરમ ધ્યાને રહે પ્રભુ ન છાનો. ૬ અલખ નિર્ભય પ્રભુ વિષ્ણુને બુદ્ધ તું, શુદ્ધજ્ઞાને પ્રભુ થા પ્રકાશી દેવ વીતરાગ તું શુદ્ધ સત્તા ગ્રહે, વ્યક્તિથી થા પ્રભો ધર્મવાસી. ૭ સારમાં સાર તું પૂજ્યમાં પૂજ્ય તું, જાગતો દેવ તું દેઇ દીઠો બુદ્ધિસાગર નમું જ્ઞાનદાતારને, રોમ રોમે અહો નિત્ય મીઠો. ૮ For Private and Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 84