Book Title: Shrimadni Jivan Siddhi
Author(s): Saryuben R Mehta
Publisher: Shreyas Pracharak Sabha

Previous | Next

Page 14
________________ REKOREEEEEEEEEEEEEEEEEEEEEEEERRRESKE ૪૩૭૪ શ્રીમદ્દની આ વિરલ જીવનસિદ્ધિનું ડું-ઝાઝું દર્શન કરાવવું એ આ ગ્રંથરત્નને ઉદ્દેશ છે. અને એ ઉદ્દેશ સારી રીતે સફળ થયો છે એમ, ગ્રંથમાંની વિવિધ પ્રકારની વિપુલ અને સુસંકલિત સામગ્રી જોતાં, સહેજે સમજી શકાય છે. એનું કારણ એ છે કે, આ ગ્રંથ એ શ્રીમતી ડો. સરયુબહેન રજનીકાંત મહેતાએ મુંબઈ યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની ડિગ્રી માટે રજૂ કરેલ મહાનિબંધ (Thesis) હેઇ એમાં ઝીણવટ અને ચોકસાઈપૂર્વક શ્રીમદ્દના સમગ્ર જીવનનું – એટલે કે એમના સંસારવાસનું, એમની ઉત્કટ આત્મસાધનાનું અને એમના વિપુલ સાહિત્યસર્જનનું – મર્મસ્પર્શી. આધારભૂત અને સર્વગ્રાહી અવલોકન કરવામાં આવ્યું છે. - શ્રીમતી સરયુબહેન એક સંશોધક વિદુષી હવા સાથે, ભક્તહૃદયા ભગિની છે, અને શ્રીમદ્ પ્રત્યે તેઓ વિશેષ ધર્મ રાગ અને ભક્તિ ધરાવે છે, એટલે આ મહાનિબંધ માત્ર સંશોધનની શુષ્ક વિગતોના અને નીરસ ઐતિહાસિક માહિતીના સંગ્રહરૂપ બનવાને બદલે ચીવટભર્યા સંશોધન, હૃદયસ્પર્શી ભક્તિ અને સ૨ળ-મધુર લેખનશૈલીના ત્રિવેણીસંગમરૂપ બને છે, અને તેથી એ વિશેષ વાચનક્ષમ, રસસભર અને અકર્ષક બની શકયો છે : આ ગ્રંથની આ ધ્યાનપાત્ર વિશેષતા છે. અને તેથી શ્રીમદૂના જીવન અને કાર્યને પરિચય આપતાં, અને એમના જીવન અને કવનના સુગમ પરિચય દ્વારા ધર્મતત્વના અમૃતરસની લહાણ કરવાનો પ્રયાસ કરતાં અત્યાર સુધીમાં જે નાનાં-મોટાં સંખ્યાબંધ પુસ્તકો પ્રગટ થયાં છે. એમાં આ ગ્રંથ પિતાનું આગવું, ગૌરવભર્યું, વિશિષ્ટ સ્થાન મેળવી શકશે એમાં શક નથી. હવે 888888888888555555555555555555555558588888888 એક પ્રજનીય વ્યક્તિના કલ્યાણકામી જીવનનું સુરેખ દર્શન કરાવતા આવા ઉત્તમ કોટિના ગ્રંથના પ્રકાશનના અમે નિમિન બની શકયા એને અમને વિશેષ આહૂલાદ છે. આ ગ્રંથ અમારી વાચનમાળાના ઈતિહાસમાં એક શેભાયમાન વિશિષ્ટ સીમાસ્તંભરૂપ બની રહેશે, એ હકીકત પણ અમારા માટે ગૌરવ લેવા જેવી છે. અમારા સહદય મિત્ર અને જાણીતા વિદ્વાન પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયાની ભલામણથી શ્રીમતી ડો. સરયુબહેને આ ગ્રંથ પ્રગટ કરવાની અમને અનુમતિ આપી. આ માટે અમે શ્રી દલસુખભાઈ વણયાના અને શ્રીમતી રારયુબહેનના ખૂબ ખૂબ આભારી છીએ. અમારે ધર્માનુરાગી મુરબ્બી શ્રીયુત પોપટલાલ સાંકળચંદ શાહ, શ્રીમદ્દ પ્રત્યેની ભક્તિથી પ્રેરાઇ. આ મહાનિબંધ વાંચી જઇને કેટલાંક ઉપગી સૂચને કર્યા છે. અમારા મિત્ર શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ બધું લખાણ તપાસીને મુદ્રણને એમ કરી આપ્યું છે. ભાઈ શ્રી હસમુખલાલ અમૃતલાલ પરીખે આ ગ્રંથનાં પ્રફ તપાસ્યાં છે. સુપ્રસિદ્ધ ચંદ્રિકા પ્રિન્ટરીએ આનું સ્વચ્છ-સુઘડ મદ્રણા કરી આપ્યું છે. અને ડી. કકર ઍન્ડ બ્રધસે આ મંથનું બાઇડિંગ કરી આપ્યું છે. સૌને અમે આભાર માનીએ છીએ. ભાવનાશીલતાથી પ્રેરાઇને શ્રીમતી સરયુબહેને આ ગ્રંથની પોતાની રાયટીની રકમ જતી કરી છે; ઉપરાંત, તેઓનાં સનરા સ્વર્ગસ્થ શ્રી મનસુખલાલ જીવરાજ મહેતાના શ્રેય નિમિત્તે, શ્રી મનસુખભાઈના PREBERRETERESSEREREBRERRRREYEREREREERS Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 704