Book Title: Shrimadni Jivan Siddhi Author(s): Saryuben R Mehta Publisher: Shreyas Pracharak SabhaPage 13
________________ BEBETREFERRIERREREEEEEEEEEEEEEEERESS આ ઉપરથી શ્રીમદ પ્રત્યે અંતરમાં સહેજે એવી ભાવોર્મિ જાગે છે કે, સાચે જ તેઓ, સંસારવ્યવહાર અને વેપાર-વણજની કાજળની કોટડીમાં જીવનભર રહેવા છતાં, તદ્દન નિષ્કલંક જીવન જીવી ગયા, અને જળકમળની જેમ સોની વચ્ચે છતાં સૌથી અલિપ્ત એવું ઉર્ધ્વગામી જીવન જીવવાને એક જવલંત આદર્શ બતાવતા ગયા ! ઇ આમ જોઈએ તો અમૃતતત્વ એ કલ્પનાશીલ અને અ૪૨ અમ૨૫ના આશક કા ખુમારીદાર 2 કવિની કલ્પના જ લેખાય છે. તે પણ દુનિયાને એનું કેટલું બધું આકર્ષણ છે ! વડપણ અને મરણથી ૫ર થવાનું કેને ન ગમે ભલા ૬ અને નાં એ અમૃત ત્વને પામીને અજ. અમર બનનારાને તે વિશ્વમાં હજી પણ શોધવાના જ રહે છે ! પણ આમ થવાનું કારણ માનવ દેહથી અજર-અમર બનવાની ઝંખનામાં ને ઝંખનામાં જે સાચેસાચ જરા અને મૃત્યુથી સદા-સર્વથા અલિત છે, એ તત્ત્વને નથી પિછાની શરતે, એ છે. આત્મતત્ત્વ એ જ અમૃતવે છે. આમાં ન કયારે વૃદ્ધ થાય છે, ન એને કદી મૃત્યુ સ્પશી શકે છે. જરા અને મરણ એ તો દેહને જ સ્પર્શે છે, દેહને જ એ સ્વભાવ છે. અને અમૃતતવ સમુ આ આમતવ તે દેહે દહે ભવું પડયું છે – ભલે પછી એ દેહ કંથવા, કીડી કે કુંજર હોય કે દેવ યા મનુષ્યને હેય. પણ જે પોતાની અંદર જ રહેલું છે અને માનવી ઓળખી શકતા નથી, અને જે બહારથી કયારેય મળી શકે એમ નથી એની પાછળ ફાંફાં માર્યા કરે છે : સંસારની આ જ માયા અને ગૂઢતા છે; અને એને ભેદીને આગળ વધનાર બહુ ઓછા છે. જેઓ એ માયા અને ગૂઢતાનાં પડાને ખસેડીને આત્મતત્તવનું દર્શન કરે છે, અને એ તત્ત્વને સાક્ષાત્કાર કરવા પુરુષાર્થ આદરે છે, તે જ અમૃતરસને આસ્વાદ માણી શકે છે. અને જેઓ એક વાર પણ આત્મસાધનાના અમૃતરસને આસ્વાદ પામે છે, એમને સંસારના બીજા બધા રસે ફીકા લાગે છે. શ્રીમદ્ રાજચંદ્રના જીવનની અરે અને એમની સાધનાની આ રીતે જ મુલવણી થવી ધટે છે. એમને આત્મતત્તવના અમૃત સિવાય કશાયની ખેવના ન હતી. એ તત્વને પામવા જ તેઓ જીવ્યા અને જીવનભર ઝઝૂમ્યા. એમના આત્મધમપરાયણ જીવનની આ જ અપૂવ સિદ્ધિ ! શ્રીમદ્દનું આયુષ્ય તો માત્ર ૩૩ વર્ષ જેટલું ટૂંકું હતું, પણ સતત જાગ્રત રહીને પળપળને રે ઉપયોગ કરી જાણનારને પોતાના જીવનને સફળ બનાવવા માટે લાંબા કે ટૂંકા આયુષ્યને કોઈ ભેદ નથી ઈ રહેતા. જેને આપણે ટૂંકું આયુષ્ય કહીએ છીએ એમાં પણ એ જીવનસાધક સંતે કેટલું મને મંથન કર્યું, કેટલું વાચન-ન્મનન કર્યું, કેટલું બધું એકાંત મૌન અને ધ્યાન કર્યું, કેટલે વેપાર અને સંસાર-વ્યવહાર નિભાવ્યો, કેટલી બધી તપ-ત્યાગ-સંયમની સાધના કરી, કેટલા બધા અભિજિજ્ઞાસુઓને માર્ગદર્શન કરાવ્યું : અને આ બધા સાથે, એમણે જુદા જુદા વિષયને લગતા, ગદ્ય અને પદ્ય, કેટલા બધા સાહિત્યનું સર્જન કર્યું ! શ્રીમદની આ જીવનસિદ્ધિ આત્માની અનંત શક્તિ અને શાશ્વત સંપત્તિની પ્રતીતિ કરાવવા સાથે ભગવાન મહાવીરે વારંવાર ઉદબોધેલ અપ્રમત્તતાનું પ્રેરક ઉદાહરણ બની રહે એવી છે. SERERRRRRRRRRRRRRREEEEEEEEEEEEEEEEE Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 704