Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

Previous | Next

Page 8
________________ ક શ્રાવકનાં શ્રી સમ્યક્ત્વમૂલ બાર વ્રતો, તેના અતિચારો વગેરે નોંધ સાથે 'अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहूणो गुरुणो। जिणपन्नत्तं तत्तं, इअ सम्मत्तं मए गहिअं ।। १ ।।" -જીવનપર્યત અરિહંત મારા દેવ છે, સુસાધુ મારા ગુરુ છે, અને કેવલીપ્રણીત મારો ધર્મ છે. - એ સમ્યક્ત્વ મેં ગ્રહણ કર્યું છે. “ના સેવે તેવતાવુદ્ધિ-ગુરી ૨ ગુરુતામતિઃ | ધર્મ જ ધર્મધ: શુદ્ધી, સખ્યત્વમમુખ્યતે || ૨ '' શુદ્ધ દેવમાં જે દેવતાબુદ્ધિ, ગુરુમાં ગુરુપણાની બુદ્ધિ અને ધર્મમાં ધર્મબુદ્ધિ - એનું નામ સમ્યકત્વ કહેવાય છે. એથી વિપરીત બુદ્ધિનું નામ મિથ્યાત્વ છે. અનાદિકાળથી જીવને સંસારમાં ભ્રમણ કરાવનાર મિથ્યાત્વ, આત્માનો સૌથી મોટો શત્રુ છે. મિથ્યાત્વ જીવન સુખમાં દુ:ખની અને દુ:ખમાં સુખરૂપતાની ભ્રાન્તિ પેદા કરે છે. મિથ્યાત્વ મહામોહનો નશો છે. આ સમજીને મિથ્યાત્વનો ત્યાગ કરો અને સમ્યક્ત્વને અંગીકાર કરો. | શ્રી સમ્યક્ત્વ [ સ્વરૂપ ] શ્રી જિનેશ્વર કેવલી ભગવંતોએ જે ફરમાવ્યું છે, તે જ સાચું અને શંકા વિનાનું છે-એવી શ્રદ્ધાપૂર્વક શ્રી અરિહંત અને સિદ્ધ પરમાત્માને દેવ, ત્યાગી - શુદ્ધધર્મપ્રરૂપક - પંચમહાવ્રતધારી ગુરુ મહારાજને ગુરુ અને શ્રી કેવલી ભગવાનના વચનોનું નિરૂપણ કરતા, જૈન પંચાંગી શાસ્ત્રોથી ઉપદેશ કરાતા ધર્મને ધર્મ માનવો, અને એ રીતે શ્રી જિને કહેલા જીવ-અજીવા આદિ પદાર્થોની તસ્વરૂપે શ્રદ્ધા કરવી, તેનું નામ સમ્યકત્વ છે. મોક્ષમહેલમાં પ્રવેશ કરવાનો આ દરવાજો છે. આ વ્રતમાં આવીને દરેકે સાચા જૈન બનવું. એ યાદ રાખવું કે - -શ્રદ્ધા રાખતો જીવ જ મોક્ષ પામી શકે છે. ધર્મમાર્ગની શ્રદ્ધા અડગ કરવી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74