Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 42
________________ (૫) ભૂમિફોડા (બીલાડીનો ટોપ) ૨૬) નવા અંકુરા (દ્વિદલ વગરના) ૨૭) વત્થલાની ભાજી ૨૮) સુયરવલ્લી ૨૯) પલંકની ભાજી (પાલકો) ૩૦) કૂણી આંબલી ૩૧) રતાળુ ૩૨) પીંડાળુ (ડુંગરી) આ ઉપરાંત નવી ઊગતી અને કુમળી બધી વનસ્પતિ અનંતકાય હોય છે, જેથી તે પણ ન વપરાય તેનું ધ્યાન રાખવુ. (વિશેષ નોંધો વ્રતધારી કે બીનવ્રતધારી સૌએ આ અભક્ષ્યો અવશ્ય વર્જવા યોગ્ય છે. કારણકે ધર્મની આધારશિલા આચાર છે અને આચાર ક્રિયાશુદ્ધિ ઉપર નિર્ભર છે. ક્રિયાશુદ્ધિ ભાવનાશુદ્ધિ ઉપર નિર્ભર છે અને ભાવનાશુદ્ધિ આહારશુદ્ધિના આધારે રહે છે. લોટ, સુખડી વગેરે જે વસ્તુનો કાળ થઈ ગયો હોય, અગર કાળ દરમ્યાન પણ જેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અનિષ્ટ થઇ ગયા હોય તે ચલિતરસ કહેવાય છે. કાચા દહીં, દૂધ, છાશ, શ્રીખંડ સાથે કઠોળ અથવા કઠોળવાળી વસ્તુઓનો સંયોગ કરવામાં આવે તે વિદલ કહેવાય છે. વિદલા વડે બેઇનિદ્રય જીવોની વિરાધના થતી હોવાથી તે અભક્ષ્ય છે. હાલ શહેરોમાં શોખથી અને ગામડામાં અજ્ઞાનતાથી ચલિતરસ, વાસી અને વિદલનો ઉપયોગ અતિમાત્રામાં થાય છે તે સર્વથા વર્જવા યોગ્ય છે. સુકવણીમાં પણ પાછળથી ઘણી જીવાત વગેરે થાય છે અને તે માટેના આરંભનો પાર નથી માટે પાપભીરૂ આત્માઓએ તેના વિના ચલાવતાં શીખવું જોઈએ. શ્રીખંડ, કેરીના રસમાં ઠારવામાં અને પાણી વગેરેમાં બરફનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે, કોલ્ડડ્રીન્કસ (ઠંડા પીણાં) થી આગળ વધી માંસ-મદિરાના પદાર્થોનો પ્રચાર પણ ચેપી રોગની જેમ વધતો જાય છે. સુજ્ઞ જૈન-જૈનેતરોએ પોતાના તેમજ પોતાની પ્રજાના કલ્યાણ માટે આ બધી વસ્તુઓ અવશ્ય છોડવી જ જોઇએ. અભક્ષ્યના સેવનથી જીવહિંસાનું પાપ ફેલાય છે. ભારતનું અહિંસાપરાયણ માનસ પલટાવીને, માંસભક્ષણાદિના પ્રચારોથી હિંસા પરાયણ બનાવાઈ રહ્યું છે, તેનાથી બચાવનાર ધર્મના નિયમોને માન આપવાની દરેક મનુષ્યની પવિત્ર ફરજ છે. ૩૫. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74