Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga

Previous | Next

Page 73
________________ વિજયદાનસૂરિકૃત ‘વિવિધ પ્રશ્નોત્તર' - ભાગ ૧, પુ. (૭૮ , પ્રશ્નોત્તર ૧૧૬) કાંજીનું પાણી તથા શેરડીનો રસ કાઢ્યા પછી બે ઘડી રહીને અચિત્ત બને છે. તેનો કાળ બે પ્રહરનો છે. (જુઓ, પૂ. સ્વ. પરમગુરૂ આ. શ્રી વિજયદાનસૂરિકૃત ‘વિવિધ પ્રશ્નોત્તર' ભાગ ૧, પુ. ૬૫, પ્રશ્નોત્તર ૧૦૨) | કામળીનો કાળ ૪ઘડી- શિયાળામાં (કા. સુ. ૧૫ થી ફા. સુ. ૧૪ સુધી) સવારે સૂર્યોદયથી. | ચાર ઘડી સુધી અને સાંજે સૂર્યાસ્તમાં ચાર ઘડી બાકી રહે ત્યારથી, કામળી નાખવાનો કાળ લાગે છે. ૨ ઘડી - ઉનાળામાં (ફા. સુ. ૧૫ થી અ. સુ. ૧૪ સુધી) કામળી નાખવાનો કાળ બે ઘડી છે. ૬ ઘડી - ચોમાસામાં (અ. સુ. ૧૫ થી કા. સુ. ૧૪ સુધી) કામળી નાખવાનો કાળ છ ઘડી છે. સાધુ, સાધ્વી અને પોષાર્થી આદિઓ જો આ સમયમાં ખાસ ના છૂટકે બહાર નીકળવું પડે, તો માથેથી શરીર ઢંકાય તે પ્રમાણે કામળી ઓઢવાનો ખ્યાલ રાખવો જોઇએ, જયારે દીવાની ઉજજેહી લાગતી હોય, ત્યારે પણ કામળી ઓઢવાનું ભૂલવું નહિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74