Book Title: Shravakna Bar Vratona Vikalpo
Author(s): Yugbhushanvijay
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/005637/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકના બારસ્વતોના વિકલ્પો Qઆશીર્વાદદાતાજી ષડ્કર્શવિ પ.પૂ. મોહજિવિજયજી મ.સા. (મોટા પંડિત મ.સા.) Dમાર્ગદર્શક ] સમર્થ વ્યાખ્યાનકાર ૫. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણ વિજયજી મ. સા. (નાના પંડિત મ.સા.) પ્રકાશક n તાઇ ગ ૫,જૈન મર્ચંટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-3000. For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ 55 श्रावना पारव्रतोना विठलपो આશીર્વાદાતારૂ ષડ્રદર્શનવપ.પૂ.મોજર્તાવજયજી મ.સા. (મોટાપંડિતમસા.) 7 માર્ગદર્શs સમર્થવ્યાખ્યાનકારપ.પૂ. વર્ય શ્રીયુગભૂષણવિજયજી મ.સા. નાના પંડિતમ.સા.) સૌજન્ય , શેઠ શ્રી ચંદ્રકાંતભાઈ મણીલાલ શાહ પરિવાર, ઓપેરા સોસાયટી શેઠ શ્રી બાબુલાલ લક્ષ્મીચંદ મહેતા, (દાંતાઈવાળા), શાંતિનગર શેઠ શ્રી અમૃતલાલ મૂળચંદ ડગલી પરિવાર, આંબાવાડી દ્વિતીય આવૃત્તિ ofકલ - ૧પ00 કિંમત રૂ. : 10-00 મુદ્રક : પી પદ્મ પ્રિoટર્સ, પ્રકાશ હાઈસ્કૂલ કંપાઉન્ડ, રિલિફ રોડ, અમઘવાદ. For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ યત્કિંચિત્ ] અદૃષ્ટમૂળ આ ઘોર સંસાર અટવીમાં જીવો વિષય કષાયમાં રાચીમાચીને મિથ્યાત્વને દઢ કરતા અનંત કાળ સુધી રખડ્યા કરે છે. એમાં અનંતી પુણ્યરાશિ એકઠી થાય ત્યારે મનુષ્ય જન્મ મળે છે. વળી આપણાં તો એટલાં ખુશ નસીબ છે કે નાસ્તિતા અને ભોગની ભૂતાવળથી ભરેલા આ કલિકાલમાં સર્વજ્ઞ ભગવંતનું શાસન અને સુગુરુનો જોગ પ્રાપ્ત થયો છે. ભવિતવ્યતા અને કર્મ આપણને બધી અનુકૂળતા કરી આપી છે. હવે આપણુ કલ્યાણ-અકલ્યાણ આપણા જ હાથમાં છે. એ પણ હજુ ઓછું હોય તેમ પ્રભુએ જગહિત કામનાથી જ સર્વવિરતિ અને દેશવિરતિ રૂપ બે ધર્મ પ્રરૂપ્યા છે, જેને આપણે સરળતાથી સમજી લઇએ તો પ્રભુના જ્ઞાન ઉપર આફરીન પોકારી ઉઠીએ. પૂજ્ય ગુરુદેવશ્રીના વિ.સં. ૨૦૫૪ના રાજકોટના આધ્યાત્મિક જાગૃતિ લાવનાર અતિ યાદગાર ચાતુર્માસમાં પણ અંતે કળશરૂપ બારવ્રત ગ્રહણનું અનુષ્ઠાન દબદબાભેર સંપન્ન થયું. જેમાં ત્રણસો જેટલા આરાધક શ્રાવકશ્રાવિકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તેના અનુલક્ષમાં શ્રાવકનાં વ્રતોની સંક્ષિપ્તમાં સમજણ આપતી પુસ્તિકા બહાર પડી હતી. આ પુસ્તિકાની નકલો ચપોચપ ખલાસ થઇ જતાં રાજનગરમાં ઘણા આરાધક આત્માઓમાં પુસ્તિકાની ઘણી માંગ હોવાથી અમુક શ્રાવકોની આર્થિક સહાયથી પુસ્તિકાનું પુનઃ પ્રકાશન ગીતાર્થ ગંગા સંસ્થા કરી રહી છે. ત્યારે આ પ્રસંગે એટલું જ કહેવાનું કે બાર વ્રતોના વિકલ્પો એકબીજામાં ભેળસેળ ન થઇ જાય અથવા શાસ્ત્ર દૃષ્ટિએ જે વ્રતનો વિકલ્પ શ્રાવક માટે અશક્ય હોય તેવો લખાઇ ન જાય તેવી ચીવટદૃષ્ટિથી પૂજ્યશ્રીએ અમને બધાને માર્ગદર્શન આપ્યું. એટલે આપણે પરમોપકારી ગુરુદેવશ્રીનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે. સંપાદક સાધુ સાધ્વીજી ભગવંતો. For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ મૂલક બાર વ્રતોનો મહિમા બાર વ્રત એટલે આલોકના પણ નિરર્થક માનસિક સંતાપોમાંથી સહેલાઇથી છૂટકારો મેળવવાનો માર્ગ. બાર વ્રત એટલે દુર્ગતિના દરવાજા બંધ કરી સદ્ગતિ મેળવવાનો પાસપોર્ટ. બાર વ્રત એટલે ‘વિણ ખા: વિણ ભોગવ્યાં...’ બંધાતાં અનેક ફોગટ કર્મબંધમાંથી છૂટકારો મેળવી થોકબંધ પુણ્ય બાંધવાની માસ્ટર કી. બાર વ્રત એટલે મોક્ષમાર્ગમાં ચડવાનો રાજમાર્ગ. બાર વ્રતં એટલે નાદુરસ્ત શ્રાવક જીવનમાંથી તંદુરસ્ત શ્રાવકપણું પ્રાપ્ત કરવાનો કીમિયો. સકલ શ્રીસંઘમાં નાનામાં નાની વ્યક્તિથી માંડીને મોટામાં મોટી વ્યક્તિ અતિસરળતાથી ગ્રહણ કરી શકે એવા અદ્ભુત બાર વ્રતનો મહિમા જેટલો ગાઇએ તેટલો ઓછો છે. For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીયા ગીતાર્થ ગંગાનું મુખ્ય લક્ષ્ય તો જિનાગમોના આધારે, યોગમાર્ગની સાધનાનો પ્રારંભ કરવા કે આગળ ધપવા માટે સાધક આત્માએ અવશ્યમેવ જાણવા યોગ્ય મુખ્ય ૧૦૮ વિષયો અને ગૌણ ૮ થી ૧૦ હજાર વિષયોનું અનેકાનેક મહાપુરૂષો રચિત ૧૦૦૦ જેટલા ગ્રંથોમાંથી સંદર્ભે એકઠા કરી લોકભોગ્ય શૈલીમાં લખાણ કરવું તે છે. પરંતુ આ કાર્યને પુરું થતાં હજુ થોડાં વર્ષો વીતે એવું લાગે છે અને એટલે જ ઘણા લોકોની આ પુસ્તકના પુનઃ પ્રકાશનની માંગણી સંસ્થાને આ સ્ટેજમાં ઉચિત જણાતાં પુસ્તક પુનઃ પ્રકાશનનું ભાગી બન્યું. અને પ્રસ્તુત પ્રકાશન સંસ્થાના મુખ્ય લક્ષ્યથી ઘણું દૂર હોવા છતાં વિરૂદ્ધ ના હોવાથી સંસ્થાએ તે સ્વીકારેલ છે. મુમુક્ષુ આત્માઓ આ પુસ્તકથી દેશવિરતિના રસાસ્વાદને માણે તે આશા સાથે.... ટ્રસ્ટી ગણ ગીતાર્થ ગંગા For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ s પુસ્તિકા વાંચતા પૂર્વે ચાલો આટલું સમજીએ સ્વરૂપ - જે તે અણુવ્રતનું પરિપૂર્ણ સ્વરૂપ હોય છે તેને ગ્રહણ કરવું તે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. તેની શકિત ન ધરાવનાર માટે વિકલ્પો સમજી લેવા. વિકલ્પ વિકલ્પ મૂકેલ છે તે વિકલ્પોમાંથી સર્વ વિકલ્પો, અગર તો શક્ય વિકલ્પો સ્વીકારીને, અથવા લખેલ ન હોય તેવો શકય વિકલ્પ સ્વીકારીને પણ અણુવ્રતધારી બની શકો છો. પૂરક નિયમ - અણુવ્રત પાલનમાં સહાયક અને પૂરક તેવા નિયમો છે. શક્તિ મુજબ અવશ્ય સ્વીકારવા, જેથી લીધેલ વ્રતના પાલનમાં સ્થિરતા આવે અને વ્રત દઢ બને. અતિચાર - અતિચારોના સેવનથી વ્રત શિથિલ અને મલિન બને છે, તથા લાંબો સમય સેવવાથી વ્રતભંગ થવાનો ભય ઊભો થાય છે; માટે અતિચારો સેવાયા હોય તો તરત ગુરુભગવંત પાસે પ્રાયશ્ચિત્ત લઇ શુદ્ધિ કરી લેવી. જયણા - જીવનમાં કોઇ પણ વ્યાજબી કારણસર તે તે વ્રત-નિયમના પાલનની શકયતા ન હોવાથી જે વિકલ્પ રાખવામાં આવે છે તે જયણા. આગાર - વ્રતમાં શાસ્ત્રમાન્ય છૂટ તે આગાર. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ક શ્રાવકનાં શ્રી સમ્યક્ત્વમૂલ બાર વ્રતો, તેના અતિચારો વગેરે નોંધ સાથે 'अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहूणो गुरुणो। जिणपन्नत्तं तत्तं, इअ सम्मत्तं मए गहिअं ।। १ ।।" -જીવનપર્યત અરિહંત મારા દેવ છે, સુસાધુ મારા ગુરુ છે, અને કેવલીપ્રણીત મારો ધર્મ છે. - એ સમ્યક્ત્વ મેં ગ્રહણ કર્યું છે. “ના સેવે તેવતાવુદ્ધિ-ગુરી ૨ ગુરુતામતિઃ | ધર્મ જ ધર્મધ: શુદ્ધી, સખ્યત્વમમુખ્યતે || ૨ '' શુદ્ધ દેવમાં જે દેવતાબુદ્ધિ, ગુરુમાં ગુરુપણાની બુદ્ધિ અને ધર્મમાં ધર્મબુદ્ધિ - એનું નામ સમ્યકત્વ કહેવાય છે. એથી વિપરીત બુદ્ધિનું નામ મિથ્યાત્વ છે. અનાદિકાળથી જીવને સંસારમાં ભ્રમણ કરાવનાર મિથ્યાત્વ, આત્માનો સૌથી મોટો શત્રુ છે. મિથ્યાત્વ જીવન સુખમાં દુ:ખની અને દુ:ખમાં સુખરૂપતાની ભ્રાન્તિ પેદા કરે છે. મિથ્યાત્વ મહામોહનો નશો છે. આ સમજીને મિથ્યાત્વનો ત્યાગ કરો અને સમ્યક્ત્વને અંગીકાર કરો. | શ્રી સમ્યક્ત્વ [ સ્વરૂપ ] શ્રી જિનેશ્વર કેવલી ભગવંતોએ જે ફરમાવ્યું છે, તે જ સાચું અને શંકા વિનાનું છે-એવી શ્રદ્ધાપૂર્વક શ્રી અરિહંત અને સિદ્ધ પરમાત્માને દેવ, ત્યાગી - શુદ્ધધર્મપ્રરૂપક - પંચમહાવ્રતધારી ગુરુ મહારાજને ગુરુ અને શ્રી કેવલી ભગવાનના વચનોનું નિરૂપણ કરતા, જૈન પંચાંગી શાસ્ત્રોથી ઉપદેશ કરાતા ધર્મને ધર્મ માનવો, અને એ રીતે શ્રી જિને કહેલા જીવ-અજીવા આદિ પદાર્થોની તસ્વરૂપે શ્રદ્ધા કરવી, તેનું નામ સમ્યકત્વ છે. મોક્ષમહેલમાં પ્રવેશ કરવાનો આ દરવાજો છે. આ વ્રતમાં આવીને દરેકે સાચા જૈન બનવું. એ યાદ રાખવું કે - -શ્રદ્ધા રાખતો જીવ જ મોક્ષ પામી શકે છે. ધર્મમાર્ગની શ્રદ્ધા અડગ કરવી, For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ પૂરક નિયમો ૧. રોજ શ્રી જિનપૂજા કરવી, અનુકૂળતાના અભાવે દર્શન અથવા પૂર્વ દિશામાં ચૈત્યવંદન કરવું. (સવારે દર્શન કર્યા વગર દાતણ ના કરવું. બપોરે પૂજા કર્યા વિના ભોજન ન કરવું. અને સાંજે દર્શન કર્યા વિના નિદ્રા ન કરવી.) એક બાંધી નવકારવાળી ગણવી. વાર્ષિક એક તીર્થયાત્રા કરવી. અમુક ફૂલ, બંગલુંછણાં, કેસર-સુખડ, ઘી, ધૂપ, અગરબતી, ધોતીયાં અર્પણ કરવાં વગેરે. સુગુરુ વંદન કરવું. (યોગ ન મળે ત્યાં પ્રતિકૃતિને વાંદવી) શુદ્ધ પ્રરૂપક-પંચમહાવ્રતધારી-કંચન-કામિનીના ત્યાગી મુનિરાજને અભુકીઓ સૂત્રોના પાઠથી વંદન કરવું. (જેની પ્રરૂપણા શાસ્ત્ર વિરૂદ્ધ હોય, ક્રિયાકાંડ છૂટી ગયા હોય, મૂલગુણથી પતિત થયા હોય અને પાપારંભમાં પ્રવૃત્ત હોય, તેને માનવાની કે વંદન કરવાની આજ્ઞા નથી. છતાં કોઇ લોકમાન્ય હોય તેવાને ફેટાવંદન કરવું પડે તેની જયણા) સાધર્મિક મળે તેમને જય જિનેન્દ્ર વચનપૂર્વક પ્રણામ કરવાનો ઉપયોગ રાખવો. (તેમની સેવા ભકિત- કુશલવાર્તા વગેરે વાત્સલ્ય કરવું.) સાત ધર્મક્ષેત્ર, (૧. જિનમંદિર, ૨. જિનમૂર્તિ, ૩. જિનાગમ, ૪. સાધુ, પ. સાધ્વી, ૬. શ્રાવક, ૭. શ્રાવિકા) સાધારણ અને જીવદયામાં અમુક રૂપિયા આપવા. ચારિત્ર લેવાના પરિણામ રાખવા અને કોઇ ચારિત્ર લે તેને રોકવા નહિ. (ધર્મમાં કોઇને અંતરાય કરવો નહિ.). ( જયણા ) અનાભોગ, અજ્ઞાનતા, પરવશતા, વ્યવહારિક દાક્ષિણ્યતા, લોકાચાર, કુટુંબાદિ કારણે અને અનભિમત દેવ-ગુર્વાદિનો બાહ્ય વિવેક કરવો પડે, વિદ્યાદાતાનું ઉચિત સાચવવું પડે અને લૌકિક અનુકંપાદિ કાર્યોમાં ભાગ લેવો પડે, તેની જયણા. ધર્મબુદ્ધિથી કશું ન કરું. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ધ્યેય છે શ્રી અરિહંત દેવ, નિર્ચન્થ ગુરુ અને શ્રી તીર્થંકર પ્રરૂપિત ધર્મ એ જ સત્ય છે, એ જ મોક્ષદાયક છે, બાકી સર્વ અસત્ય છે, ભવમાં ભમાડનાર છે, એવી મારી સંપૂર્ણ શ્રદ્ધા છે. તારકશ્રી જિનશાસનની સેવામાં મારું તન, મન, ધન, કુટુંબ પરિવાર અને પ્રાણ સર્વસ્વ સમર્પણ છે. નિશ્ચયથી પરપુદ્ગલભાવને છોડી, શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણતા પામી, સ્વજીવનમાં સમ્યગજ્ઞાન-દર્શન-ચારિત્રની એકતા સાધવારૂપ સમ્યક્ત્વ પામવાનું ધ્યેય રાખવુ. ( અતિચારો ] સમ્યક્ત્વના પાંચ અતિચાર છે. તે નીચે પ્રમાણે શંકા - શ્રી જિનવચનમાં શંકા રાખવી તે. ૨. કાંક્ષા - અન્ય મતો વગેરેની અભિલાષા કરવી. " વિચિકિત્સા - ધર્મફળમાં સંદેહ રાખવો અથવા સાધુ-સાધ્વી આદિની નિંદા કરવી. મિથ્યાદ્રષ્ટિની પ્રશંસા-સન્માર્ગથી વિપરીતગામી, ઉન્માર્ગીઓના ગુણો વગેરેની પ્રશંસા કરવી. તત્સસ્તવ - ઉપર્યુકત કુમતિ કુલિંગીઓનો પરિચય કરવો. સમ્યકત્વ ગ્રહણ કરનારે આ અતિચારોને ટાળવા. મિથ્યાત્વના ૧૫ પ્રકારો | આભિગ્રહિક - પોતે ગ્રહણ કરેલા કુદર્શનનો આગ્રહ રાખવો તે. અનાભિગ્રહિક - સર્વ દર્શનને સરખા માનવા તે. આભિનિવેશિક - તત્ત્વ જાણવા છતાં અને ગુર્વાદિ સમજાવે છતાં સમ્યગ્દષ્ટિ પણ અહંકારથી કદાગ્રહ ન મૂકે છે. સાંશયિક અથવા સંસક્ત - શ્રી જિનમાર્ગમાં અસ્થિરતા રાખી જેવાના સંગે તેવા બની જવું તે. અનાભોગિક - અસંજ્ઞી જીવોને અનુપયોગપણે વર્તે છે તે, સાચું - ખોટું કાંઇ સમજવું નહિ તે અનાભોગ. લૌકિક દેવગત-રાગાદિ દોષવાળા અન્ય દર્શનીઓના દેવોને સુદેવ માનવા તે. - જે For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ લૌકિક ગુરુગત-આરંભ-પરિગ્રહાદિ દોષવાળા અન્ય દર્શનીઓના ગુરુઓને સુગુરુ માનવા તે. લૌકિક ધર્મગત - હિંસાદિથી કલુષિત અન્ય દર્શનીઓના ધર્મને તથા તેમનાં હોળી, બળેવ, શીતળાસાતમ, નાગપંચમી આદિ પર્વોને તેમજ પંદરમી ઓગષ્ટ આદિ રાષ્ટ્રીય દિનોને માનવા તે. લોકોત્તર દેવગત - વીતરાગદેવને પણ પૌદ્ગલિક લાલસાથી સાંસારિક સુખની અપેક્ષાથી માનવા તે. લોકોત્તર ગુરુગત - ત્યાગી ગુરુ મહારાજને પણ પૌદ્ગલિક લાલસાથી સાંસારિક સુખની અપેક્ષાથી માનવા તે. લોકેત્તર ધર્મગત - અહિંસામૂલક શ્રી જિનધર્મને પણ પીદ્ગલિક લાલસાથી સાંસારિક સુખની અપેક્ષાથી માનવા તે. ૧૨. પ્રરૂપણાગત - શ્રી જિનવચનથી ઊલટા તથા જડવાદ વગેરે જેવા મિથ્યાવાદનો પુષ્ટિકારક ઉપદેશ - ભાષણ કરવું તે. ૧૩. પ્રવર્તનગત - લોકિક તથા લોકોત્તર મિથ્યાત્વ લાગે તેવી શાસ્ત્રવચનથી વિરૂદ્ધ કરણી કરવી તે. પરિણામગત - મનમાં જુઠો હઠવાદ રાખીને યથાર્થ સૂત્રાર્થની શ્રદ્ધા ન કરવી તે. ૧૫. પ્રદેશગત - સત્તાગત દર્શન મોહનીય કર્મની સાત પ્રકૃતિઓ વેદવી તે. સમ્યક્ત્વ ગ્રહણ કરનારે મિથ્યાત્વના આ પંદરે પ્રકારો અને અધર્મને ધર્મ માનવો તથા ધર્મને અધર્મ માનવો વગેરે દસ પ્રકારના મિથ્યાત્વો પણ ત્યજી દેવા, ચમત્કારોથી અંજાવું નહિ, ગાડરીયા પ્રવાહમાં તણાવું નહિ, દિગમ્બર અને અન્ય પરિગૃહીત જિનમૂર્તિને વંદન કરવું નહિ. તથા આત્મા છે, તે પરિણામી નિત્ય છે, કર્મનો કર્તા છે, કર્મનો ભોફતા છે, મોક્ષ છે, મોક્ષનો ઉપાય રત્નત્રયીરૂપ ધર્મ છે - આ ષસ્થાનોની નિરંતર શ્રદ્ધા રાખવી. પરમાર્થ સંસ્તવ - તત્ત્વપદાર્થની સાચી શ્રદ્ધા - પરિચય કરવો, ઇત્યાદિ સમ્યત્વ આચરણના જે ૧૭ નિયમો શાસ્ત્રમાં બતાવ્યા છે તેનો જીવનમાં શુદ્ધ અમલ થાય તેમ કરવું. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ૬ આગાર જે ૧. રાજાભિયોગ - રાજા અગર નગરસ્વામીના હુકમથી વિપરીત કરવું પડે તે. ગણાભિયોગ - જનસમૂહના કારણે વિપરીત કરવું પડે તે. બલાભિયોગ - ચોરાદિના કારણે વિપરીત કરવું પડે તે. દેવાભિયોગ - ક્ષેત્રપાલાદિ ક્વતાઓના વશથી વિપરીત ક્રવું પડે છે. ગુરુનિગ્રહ - માતાપિતાદિ વડીલજનોના આગ્રહથી વિપરીત કરવું પડે તે. ૬. વૃત્તિકાંતાર -મુશ્કેલ આજીવિકાના કારણે વિપરીત કરવું પડે તે. સમ્યકત્વના આચારના આ અપવાદો છે.તે અશક્તિએ ગાઢ કારણે બાહ્ય વૃત્તિથી સેવાયા હોય, તો તેથી સમ્યત્વના નિયમનો ભંગ થતો નથી. (વિશેષ નોંધ) શ્રાવકના બાર વ્રતો ( ૧. સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત ) 7-હિ-મિત્વારિ, દ હિંસારૂં સુધીઃ | નિરાત્રિનેતૂનાં, હિંટ્સ સંપૂતત્વનેતૂ I ? '' યો. શા. કિ. પ્ર. * ‘પાંગળા, કોઢિયા તથા વિકલેન્દ્રિયપણું વગેરે હિંસાનાં ફળ છે, એમ જાણીને બુદ્ધિમાને નિરપરાધી ત્રસ જીવોની જાણી જોઇને થતી હિંસાનો ત્યાગ કરવો.' સુખ-દુખની દષ્ટિએ સર્વ જીવોને પોતાની સમાન ગણી સૌના ઉપર મૈત્રી રાખો. ( સ્વરૂપ છે. નિરપરાધી ત્રસ જીવને જાણી જોઇને મારવાની બુદ્ધિથી. નિરપેક્ષપણે મારવો નહિ. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ જે છે $ $ $ ( વિકલ્પો ] નિરપરાધી પંચેન્દ્રિય જીવને જાણી જોઇને મારવાની બુદ્ધિથી નિરપેક્ષપણે મારીશ નહિ. પશુ-પંખી આદિનો શિકાર કરીશ નહિ કે સીધો બીજા પાસે શિકાર કરાવીશ નહિ. નિરપરાધી મનુષ્યને જાણી જોઇને મારવાની બુદ્ધિથી નિરપેક્ષપણે મારીશ નહિ કે સીધો મરાવીશ નહિ. ગર્ભપાત કરીશ કે કરાવીશ નહિ. ૫. સંડાસ-બાથરૂમ આદિમાં દવાઓ છાંટીને સંપૂર્ણ નિરપરાધી ત્રસજીવોને મારીશ નહિ કે સીધા મરાવીશ નહિ. પૂિરક નિયમો અળગણ પાણી ન વાપરવું. થાળી ધોઇને પીવી. પાણીનાં માટલાં વગેરેમાં એંઠું પવાલું બોલવું નહિ. સડી ગયેલાં ધાન્ય, લાકડાં, શાક, પાન વગેરે વાપરવાં નહિ. ઘરમાં ચંદરવા, પુંજણીઓ વગેરેનો ઉપયોગ કરવો. લોન, લીલાં ઘાસ, પાણી વગેરે ઉપર ચાલવું નહિ. તથા રસ્તે ચાલતાં ઝાડ-પાન વગેરે કારણ વગર તોડવા નહિ. મોટી પર્વતિથિએ કપડાં આદિ ધોઇશ નહિ તેમજ લોટ વગેરે દળાવીશ નહિ. અનાજ, કઠોળ વગેરે અને માથાના વાળ આદિ સાફ કર્યા પછી ધનેળા, જૂ-લીખ, આદિ સૂક્ષ્મ જીવાતને સીધી બહાર ફેંકીશ નહિ, તેમજ તેઓનું જીવન ટકી રહે તેવી વ્યવસ્થા કરીશ. પાણી ગાળ્યા બાદ સંખારો સુકવીશ કે નિચોવીશ નહિ પણ તેની જયણાં સાચવીશ. ૧૨/૧૦/૫ પર્વતિથિએ લીલોતરી/ફળ આદિનો ત્યાગ કરીશ. તેમજ પર્વતિથિએ ધૂપ કરાવીશ નહિ. ૧૧. મચ્છર, માંકડ, કીડી આદિને મારવાની જંતુનાશક દવાઓ વાપરીશ નહિ. $ s d = For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ જયણા વ્યાપારમાં તથા ઘરકામમાં થતાં આરંભ-સમારંભતેમજ ઔષધાદિ પ્રયોગ અને શરીરાદિ કારણે થતી હિંસામાં પણ જયણા રાખીશ. ધ્યેય ભગવાને પૃથ્વી, પાણી, વગેરેમાં પણ જીવ કહ્યા છે. શ્રદ્ધાપૂર્વક સૌ જીવો ઉપર કરુણા રાખવી. અપરાધીનું પણ ખરાબ ન ચિતવવું. શ્રાવકની અહિંસા-દયાનું ક્ષેત્ર સવા વસા-એક આની છે, જયારે સંપૂર્ણ અહિંસક-ષટ્નવનિકાયરક્ષક સાધુ-મુનિરાજની દયા વીસ વસા-સોળે સોળ આની છે. ગૃહસ્થે હંમેશાં તે જીવન પામવાનું ધ્યેય રાખવું અને હિંસાથી બચાય તેટલું બચવું. સત્યવ્રત વગેરે વ્રતો પણ અહિંસાની વાડ સમાન હોવાથી અહિંસા સાચવવા માટે જ પાળવાનાં છે. અતિચાર ૧. વધુ - ક્રોધ કરીને માણસ, કૂતરા, ગાય, ઘોડા પ્રમુખ જાનવરો આદિને નિર્દયતાથી મારવા તે. બંધ - માણસ, ગાય, બળદ, જાનવરોને સખ્ત-ગાઢ બંધનથી બાંધવા તે. ૨. 3. ૪. અતિભારરોપણ - મનુષ્ય, બળદ વગેરે ઉપર શક્તિ ઉપરાંતનો ભાર મૂકવો તે. ભાત-પાણીનો વિચ્છેદ - મનુષ્ય, બળદ આદિના આહાર પાણીનો નિષેધ કરવો તે. આ પાંચ અતિચારો છે. તે ક્રોધ-લોભ-હાંસી કે શોખ વગેરેથી પણ ન કરાય તેનું ખાસ ધ્યાન રાખવું. વિશેષ નોંધ છવિચ્છેદ- માણસ, બળદ વગેરેના નાક, કાન, પૂચ્છ વગેરે શરીરભાગ કાપવાં તે. ૫. 19 For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ યો. શા. ક્રિ. પ્ર. -બોબડા, તોતડા, મૂંગાપણું અને મોઢાના અનેક રોગો એ બધું અસત્યનું ફળ છે. તે જોઇને કન્યાલીકાદિ મૃષાવાદનો ત્યાગ કરો. સ્વરૂપ કોઇનો જીવ બચાવવાના હેતુ સિવાય દુષ્ટ વિવક્ષાથી, પેટમાં પાપ રાખીને, પાંચ મોટા જુઠ્ઠાં બોલવા નહિ, જેમ કે : ૧. ૨. 3. ૪. ૫. ૧. ૨. 3. ૪. ૨. સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત मन्मनत्वं काहलत्वं, मूकत्वं मुखरोगिताम् । वीक्ष्यासत्यफलं कन्या-लीकाद्यसत्यमुत्सृजेत् ।। ५३ ।। ૐ ૬. ૭. કન્યાલીક - કન્યા સબંધી સગપણ વગેરેમાં, તેના ઉપલક્ષણથી બે પગવાળા દરેક મનુષ્ય અને પંખી સંબંધી વ્યવહારમાં જાણી જોઇને ઇરાદાપૂર્વક જુઠ્ઠું બોલવું નહિ. ગવાલીક - ગાય, પશુ વગેરે ઉપલક્ષણથી દરેક ચાર પગવાળા પ્રાણી સંબંધી દૂધ વગેરે વિષયમાં જુઠ્ઠું બોલવું નહિ. ભૂમ્યાલીક - ભૂમિ, ખેતર, મકાન, દુકાન ઉપલક્ષણથી આપણાં સ્થાવર વૃક્ષાદિ દરેક વસ્તુ સબંધી જુઠ્ઠુ બોલવું નહિ. થાપણમોસો - પારકી થાપણ ઓળવવા માટે જુઠ્ઠું બોલવું નહિ. કૂડીશાખ - લુચ્ચાઇ કે ઇર્ષાદિથી ખોટી સાક્ષી પૂરવી નહિ. વિકલ્પો કોઇને મોટું નુકશાન થાય તેવું જુઠ્ઠું બોલવું નહિ. ખોટી સલાહ, ઠગાઇ તથા વિશ્વાસઘાતકારક વચનો કદી ન બોલવા. કોઇની ગુપ્ત વાત કહેવી નહિ/ખોટો આક્ષેપ કરવો નહિ. ધર્મમાં અંતરાય થાય તેવી સલાહ આપવી નહિ. ખોટી સાક્ષી પૂરવી નહિ. ખોટા (બે નંબરના) ચોપડા લખવા/લખાવવા નહિ. ખોટા સહી/સિક્કા/દસ્તાવેજ બનાવટ કરીશ નહિ. ८ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ પૂિરક નિયમો ધર્મના સોગંદ ખાવા નહિ. સ્વપ્રસંશા અને પરનિંદા ન કરવી. મૂળથી જ ન હોય તેવું મોટું અને હડહડતું જુઠું બોલવું નહિ. પર-પીડાકર વચન સત્ય હોય તો પણ હાંસી કે આક્રોશ વગેરેથી પણ ન બોલાય તેનો ઉપયોગ રાખવો. ધર્મના વિષયમાં કે સિદ્ધાંતની વાતમાં ન જાણતા હોય તો મૌન રહેવું. પરંતુ અસત્ય પ્રતિપાદન કરવું નહિ કે સત્યનું ખંડન કરવું નહિ. હંમેશાં આગમાનુસારી વચનો બોલવાનો ઉપયોગ રાખવો. ઇત્યાદિ. ( જયણા ) અજાણપણાથી, પરાધીનતાથી, આજીવિકા સંબંધથી, ચાડી ચુગલી કરનારથી, ઘર પ્રસંગાદિ કારણથી અને સ્વ-પર રક્ષણ હેતુથી જવું બોલાય તેની તથા માલિકના અભાવે થાપણનો ઉપયોગ કરવાની યોગ્ય. જયણા કરવી. ધ્યેય ] ક્રોધ, લોભ, ભય વગેરેથી પણ જુઠું ન બોલવાનું ધ્યેય રાખવું. પ્રિય, હિતકર, સત્ય અને તે પણ અલ્પ વચન પ્રયોજન હોય તો સમજી-વિચારીને બોલવું, અન્યથા દ્રવ્ય અને ભાવથી મૌન કેળવવું. બાહ્ય વસ્તુઓમાં જેમ ઓછું બોલાય તેમ સત્યની વધારે રક્ષા છે. અતિચારો ] ૧. સહસાકાર - વિના વિચારે, ઉતાવળા થઇ, કોઇના ઉપર “આ ચોર છે.' ઇત્યાદિ અસદ્દોષારોપ મૂકવા તે અથવા સાકાર અભ્યાખ્યાન-આકાર વિશેષથી જાણેલ ખાનગી અભિપ્રાય પ્રગટ કરવો તે. રહસ્યભાષણ - કોઇની ગુપ્ત વાત જાહેરમાં મૂકવી તે, ચાડી ખાવી તે અને સ્ત્રી-પુરુષ કે અન્યની હાંસી -મશ્કરીમાં કાના ભંભેરણી કરવી તે. વિશ્વસ્તમંત્રભેદ - પોતાની સ્ત્રી વગેરે વિશ્વાસુની કરેલી વાત પ્રગટ કરવી તે. મૃષાઉપદેશ - ધર્મના નામે જુઠો ઉપદેશ, ખોટી સલાહ, અજ્ઞાત છે ૨. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ મંત્ર, ઔષધાદિ આપવા તે. કુટલેખ - ખોટા દસ્તાવેજ કરવા, સમાન અક્ષર બનાવવા, લખેલા અક્ષર કાઢી નાખવા વગેરે. બીજા વ્રતના આ પાંચ અતિચારો છે. તે પરિણામે હિંસાના કારણો છે. જીવનશુદ્ધિના લક્ષ્યથી આ અતિચારો પણ ન લેવાય તેનું ધ્યાન રાખવું. (વિશેષ નોંધ) ૩. સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત ‘‘दौर्भाग्यं प्रेष्यतां दास्य-मङ्गच्छेदं दरिद्रताम् । મિત્તાઝું જ્ઞાત્વ, યૂસ્તેય વિવેત્ II ૬૬ '' : યો. શા. દિ. પ્ર. ‘દુર્ભાગ્ય, નોકરી, ગુલામી, અંગછેદ, દરિદ્રતા આદિ ચોરીના ફળ છે. એમ જાણીને નીતિથી નહિ આપેલી વસ્તુ લઇ લેવા રૂપ અદત્તાદાન-ચોરીનો ત્યાગ કરો.” | સ્વરૂપ ]. પારકી વસ્તુ માલિકની ખુશી વિના લેવી જેથી પ્રગટ ચોર કહેવાય, રાજ દંડ થાય, લોક નિંદા કરે, તેવી બધી ચોરી કરવી નહિ. જેમ કે - ખાતર પાડવું નહિ, ગાંઠ છોડવી નહિ, ખીસ્સ કાતરવું નહિ, તાળ ભાંગવું નહિ, લૂંટ કરવી નહિ, કોઇની પડી ગયેલી ચીજ લેવી નહિ, દાણ કે આવકવેરા આદિની ચોરી કરવી નહિ. | ( વિકલ્પો ] ૧. ઘરાક સાથે છેતરપીંડી કરીશ નહિ. ખીસ્સા કાપીશ નહિ. કોઇને ત્યાં ધાડ કે ખાતર પાડીશ નહિ. કરચોરી કરીશ નહિ. ع ه ه ૧૦ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ઇ છે < છે જે જે ખોટા તોલ-માપ કરીશ નહિ. દાણચોરીની વસ્તુ લઇશ નહિ. થાપણ રાખનારનો વિશ્વાસઘાત કરીશ નહિ. રસ્તામાં પડેલી પારકી કીમતી વસ્તુઓ લેવી નહિ. વસ્તુની ભેળસેળ કરી કો ઇને છેતરવા નહિ. પૂરક નિયમો) કોઇનું હક્કથી વધારે લેવું નહિ અને ઓછું આપવું નહિ. જેનું વધારે લીધું હોય તેનું આપી દેવાની દાનત રાખવી, અતિલોભ કરવો નહિ. ધર્માદાનું દેવું તરત ચૂકવી આપવું, બોલી કરીને રાખી નહિ મૂકવું. || જયણા ] માલિકી વિનાની નજીવી ચીજ લેવાય, સંબંધીના ઘરની વસ્તુ લેવાય, માલિક ના પાડે તેમ ન હોય અગર તેના મનને કશું દુઃખ થાય તેવું ન હોય તેવી ચીજ લેવાય, અજાણતાં દાન વગેરે ન ચૂકવાય, ટપાલ વગેરેની સૂક્ષ્મ ચોરી થઇ જાય, માન માયામાં અજાણતાં ફેર-બદલ થાય, સ્વપ્નમાં કોઇની વસ્તુ લેવાય, કાયદાની ગૂંચવણ, વ્યવહારિક આજીવિકાદિ કારણ, નિધાન તથા ઘરપ્રસંગાદિમાં અજાણતાં અથવા પરંપરાથી અદત્તભોગ ના થાય તેની જયણા રાખવી. ( ધ્યેય ઘરવ્યવહાર અને બીજી સર્વ લેવડ-દેવડમાં સખ્ત નીતિ પ્રમાણિકપણું જાળવવાનું ધ્યેય રાખવું. અતિ ઉષ્ણ ઘીથી ચોપડેલું અન્ન તથા સાંધા વિનાનું વસ્ત્ર મળે તેનાથી વધારે જરૂરીયાત માનવી તે લોભના લક્ષણ છે. સંસારમાં જે નર પુણીયા શ્રાવક' જેવા સંતોષી બને તેને ધન્ય છે. “સંતોષી નર સદા સુખી’ સાધુ મહારાજની ઉત્તમ સંતોષવૃતિને ધ્યાનમાં રાખી તમો પણ તમારી નીતિમત્તાનું ધોરણ ઊંચું જાળવી રાખવાનું ધ્યેય રાખો. (અતિચારો]. ૧. તેનાહત - ચોરની લાવેલી વસ્તુ મફત અથવા થોડી કિંમતમાં લેવી તે. તરપ્રયોગ - ચોરને ચોરી કરવાની પ્રેરણા કરવી, ચોરીનાં સાધન ભોજન વગેરે આપી મદદ કરવી તે. - ૧૧ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ [ ૩. તપ્રતિરૂપ - વસ્તુ ભેળસેળ કરવી, જે દેખાડી તેને બદલે ભળતી. બીજી આપવી તે. વિરૂદ્ધગમન - રાજયે નિષેધ કરેલા વ્યાપાર અને નિષેધ કરેલા સ્થાને જઇ વેપાર કરવા અથવા તે હેતુથી જકાત મહેસૂલ આપ્યા વિના છાનીમાની કોઈ ચીજ લઇ જવી-લાવવી તે. ૫. ફૂટતોલ-લેવડ દેવડના માન-માપા વત્તા ઓછા કરવા તે. ત્રીજા વ્રતના આ અતિચારો છે. સુખી થવાની ઇચ્છાવાળાઓએ આ અતિચારનો પણ ત્યાગ પાળવો. વિશેષ નોંધ) 1ળાઓ) | | ૪. સ્થૂલ બ્રહ્મચર્ય; સ્વદારાસંતોષ અને પરસ્ત્રી-વિરમણ વ્રત 'षण्ढत्वमिन्द्रियच्छेदं, वीक्ष्याब्रह्मफलं सुधीः । भवेत्स्वदारसंतुष्टो-ऽन्यदारान्वा विवर्जयेत् ।। ७६ ।।" યો, શા. લિ. પ્ર. ‘નપુંસકપણું, ઇન્દ્રિયછેદ વગેરે અબ્રહ્મચર્ય- વ્યભિચારનું ફળ છે, . તે જોઇને બુદ્ધિમાને સ્વસ્ત્રીમાં સંતોષ રાખવો, પરસ્ત્રીનો ત્યાગ કરવો.” ( સ્વરૂપ ]. કાયાથી સ્ત્રી-પુરૂષે પરસ્પર સમાગમ ન કરવો, અથવા પોતાની પરણેલી સ્ત્રીમાં (સ્ત્રીએ પુરૂષમાં) સંતોષ રાખવો, પરસ્ત્રી સાથેના સમાગમનો (સ્ત્રીએ પર-પુરૂષગમનનો) ત્યાગ કરવો, દેવ- તિર્યંચ તથા નપુંસક સાથેના વિષયનો ત્યાગ કરવો. મૈથુન સંજ્ઞામાં આરૂઢ થયેલો જીવ તે ક્રિયાથી બે લાખથી નવ લાખ ગર્ભજ પંચેન્દ્રિય જીવોને, બેઇન્દ્રિય જીવોને તથા અસંખ્ય સંમૂર્છાિમ પંચેન્દ્રિયોને મારે છે.શકિત પ્રમાણે મૂચ્છ જીતીને દરેક મનુષ્ય બ્રહ્મચર્ય જ ધારણ કરવું હિતાવહ છે. અપેક્ષાએ સોનાના જિનભવન કરાવવા કરતાંય બ્રહ્મચર્યના પાલનમાં વધારે લાભ શાસ્ત્રકારે બતાવ્યો છે. પરસ્ત્રીનો ત્યાગ કરી પોતાની સ્ત્રીમાં સંતુષ્ટ રહેનાર છેગૃહસ્થ મર્યાદિત બ્રહ્મચર્યનો લાભ મેળવે છે. ૧ જે For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧. ૨. 3. ૪. પ. ૬. ૭. ૮. ૯. ૧. ૨. 3. ૪. ૫. ૬. 9. . ૮. ૯. ૧૦. ૧૧. વિકલ્પો જીવનભર મન-વચન-કાયાથી બ્રહ્મચર્ય પાળીશ. જીવનભર વચન અને કાયાથી બ્રહ્મચર્ય પાળીશ. જીવનભર કાયાથી બ્રહ્મચર્ય પાળીશ. કાળ સુધી મન-વચન-કાયાથી બ્રહ્મચર્ય પાળીશ. કાળ સુધી વચન-કાયાથી બ્રહ્મચર્ય પાળીશ. કાળ સુધી કાયાથી બ્રહ્મચર્ય પાળીશ. દિવસે બ્રહ્મચર્ય પાળીશ. જીવનભર પરસ્ત્રીગમન/પરપુરૂષગમન કરીશ નહિ. સ્વસ્ત્રી/સ્વપુરૂષ સાથે પર્વ દિવસોમાં, અઠ્ઠાઇમાં, ચાર્તુમાસમાં, તીર્થસ્થાનોમાં બ્રહ્મચર્ય પાળીશ. પૂરક નિયમો સ્વસ્ત્રી/સ્વપુરૂષ સાથે અનંગક્રીડા કરીશ નહિ. જેની જવાબદારી નથી તેવાના વિવાહ આદિ કરાવીશ નહિ. અન્યના વિવાહ આદિમાં જઇશ નહિ. વર-વહુના વખાણ, પ્રશંસા કરીશ નહિ. વિકારપોષક ચિત્રો, સાહિત્ય, ટી.વી., પીકચર, આદિને જોઇશ નહિ. અન્યને વિકાર થાય તેવા ઉદ્ભટ વેશ પહેરીશ નહિ. વિકાર પેદા કરાવનાર દ્રવ્યો વાપરીશ નહિ. વિકાર પેદા કરાવે એવાં એકાંત સેવીશ નહિ. પુનઃવિવાહ કરીશ નહિ, કરાવીશ નહિ. સ્ત્રી મિત્રો (સ્ત્રીએ પુરૂષ મિત્રો) કરવા નહિ. અન્યને વિકાર થાય તેવાં રાગ પોષક વચનો બોલીશ નહિ. જયણા સ્વપ્નદોષ મન-વચનની ચંચળતા, વ્યવહારિક જવા-આવવાના પ્રસંગે અસાવધતા અને સારા ભાવથી દવા વગેરે કારણે સ્પર્શાદિની જયણા. ધ્યેય આત્માએ બ્રહ્મમાં (આત્મામાં) ચરવું તે બ્રહ્મચર્ય. તે બ્રહ્મચર્યનો વિશદ્ અર્થ છે. આત્મામાંથી બહાર નિકળવું તે અબ્રહ્મનો ભાવ છે. આ બ્રહ્મચર્યની ઉચ્ચ કક્ષા અપ્રમત્ત કક્ષામાં રહેલા મહાત્માઓને આવી શકે ૧૩ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ છે. શાસ્ત્રમાં તો સંસારમાં રહેલા પણ બ્રહ્મચારીને અપેક્ષાએ અડધા સાધુ કહ્યા છે. કારણ કે અબ્રહ્મ એ સાંસારિક જીવનમાં બોજો વેંઢારવાનું (વહન કરવાનું) મૂળ છે એમ પૂ. હરિભદ્રસૂરીશ્વરજી ફરમાવે છે. બ્રહ્મચર્ય પાળવું એ આત્મધર્મ છે. મોક્ષનો એક અદ્ભુત ઉપાય છે. છતાં દરેક જીવોની મન-વચન-કાયાની વર્તમાન પરિસ્થિતિ સરખી નથી હોતી કે જેથી તેઓ સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળી શકવા સમર્થ હોય, તો પણ તેઓ ઉપરોક્ત આદર્શને હૃદયમાં ધારીને માત્ર તીવ્ર વેદોદયની શાંતિ માટે જગતની અન્ય સર્વ સ્ત્રીજાતિનો ત્યાગ કરી માત્ર એક સ્વસ્ત્રીમાં સંતોષ માને અને તે પણ આ અબ્રહ્મની ક્રિયા, મારી આ વાસનારૂપી મહાઅગ્નિને મર્યાદિત સમય સુધી શમાવવારૂપ માત્ર દુ:ખોપચાર જ છે પણ સાચું સુખ નથી એવું દ્રઢ રીતે માનતો હોય છે, તો તે પણ મોક્ષ માર્ગમાં પ્રયાણ કરવા લાયક બને છે. ૧. ૨. 3. ૧. અતિચાર અપરિગૃહીતાગમન - કોઇએ પણ ગ્રહણ ન કરેલી સ્ત્રી જેમ કે વિધવા, વેશ્યા, કુંવારી કન્યા સાથે અબ્રહ્મ સેવવું, સ્ત્રીએ કુંવારા, અપંગ, વિધુર પુરૂષ સાથે અબ્રહ્મ સેવવું તે. ઇત્વર પરિગૃહીતાગમન - કોઇની અમુક સમય સુધીની ભાડેથી રાખેલી, વેશ્યા આદિ સાથે અબ્રહ્મ સેવવું, સ્ત્રીએ થોડા સમય માટે અન્યથી વશ કરાયેલા પુરૂષ સાથે સંબંધ કરવો તે. (સ્ત્રીને તથા સ્વદારા સંતોષના નિયમોવાળાને આ બન્ને અનાચાર જાણવા, અપેક્ષાએ અતિચાર પણ જાણવા. જુઓ નીચે ફૂટનોટ - ૧) અનંગક્રીડા - પરસ્ત્રીઓ (સ્ત્રીએ પુરુષોમાં) સાથે આલિંગનાદિ કામચેષ્ટાઓ કરવી ; અથવા સ્વસ્ત્રી (સ્વપુરુષ) સાથે કામાસનો સૃષ્ટિવિરૂદ્ધ કર્મ, હસ્તકર્મ તથા કૃત્રિમ કામોપકરણો સેવવાં તે. જેમ કે સ્ત્રીને અનાભોગાદિ પરપુરૂષ અથવા બ્રહ્મચારી એવા સ્વપતિને સેવતાં પ્રથમ અતિચાર થાય છે. જ્યારે સપત્નીના વારે પોતાનો પતિ સપત્ની પરિગૃહીત થયો હોય, ત્યારે તેનો વારો લોપી પોતે સેવે એટલે બીજો અતિચાર થાય. પુરૂષને અનાભોગાદિથી પહેલો અતિચાર થાય અને પોતે ભાડું આપી ઇત્વરકાલિકપરિગૃહીત વેશ્યાને સ્વદારાબુદ્ધિથી સેવે ત્યારે બીજો અતિચાર થાય.(રત્નશેખરસૂરિસંદ્ધ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રકૃતિ પૃ.૮૪/૨) ૧૪ For Personal & Private Use Only '' Page #22 -------------------------------------------------------------------------- ________________ પરવિવાહકરણ - પારકા છોકરા છોકરીઓના ‘‘કન્યાદાનનું ફળ મળશે’’ એવી ઇચ્છાથી, સ્નેહ કે તેવા શોખથી વિવાહ કરાવવા, અથવા પોતાને એક સ્ત્રી હોય છતાં અસંતોષથી બીજી સ્ત્રી કરવી, વૃધ્ધાવસ્થાએ લગ્ન કરવાં, કુલીન સ્ત્રીએ પુનઃવિવાહ કરવા તે. ૫. તીવ્રવિલાસ-કામભોગની અતૃપ્તપણે તીવ્ર ઇચ્છા કરી વારંવાર અભિલાષા કરવી તથા વાજીકરણ કે કામવર્ધક ઔષધિઓ વગેરે ખાવી તે. ચોથા વ્રતના આ પાંચ અતિચારો પ્રયત્નથી ટાળવા અને શીયળની નવ વાડો સાચવવાનો બરાબર ઉપયોગ રાખવો. વિશેષ નોંધ ૫. સ્થૂલ પરિગ્રહ પરિમાણ વ્રત ‘અસંતોષમવિશ્વાસ-મારમાંં દુ: વાળમ્ મત્લા મૂકાતું ŕ-પરિગ્રહનિયન્ત્રમ્ | o૦૬ ।।'' -મહા દુઃખને કરનારા અસંતોષ, અવિશ્વાસ, આરંભ વગેરે મૂર્છા-પરિગ્રહના ફલ જાણીને પરિગ્રહ-મૂર્છાનો ત્યાગ અથવા મર્યાદિત પરિમાણ કરવું-મર્યાદા બાંધવી. સ્વરૂપ રોકડ, અનાજ, ખેતર, મકાન, સોનું-રૂપું, ઝવેરાત, રાચરચીલું, નોકર-ચાકર, ઢોર-ઢાંખર આ નવવિધ પરિગ્રહનું જુદુંજુદું પ્રમાણ નિયત કરવું અથવા બધાનું ભેગુ અમુક રકમનું ધારવું. ૧. રોકડ ૨. અનાજ ૩. ખેતર ૪. મકાન પ. સોનું રૂપું ૬. ઝવેરાત ૭. વાસણ-કુસણાદિ, રાચરચીલું. યો. શા. દ્વિ. પ્ર. ૧૫ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૮. નોકર ચાકર ૯. ગાય, ભેંસ, બળદ, ઘોડા વગેરે અમુક પ્રમાણથી વધારે રાખવું નહિ, અથવા તમામ વસ્તુનું એકંદર પ્રમાણ અમુક રૂપિયાથી વધારે રાખવું નહિ. જો તે વધારે થાય તો તરત જ ધર્માર્થ કરવું. | વિકલ્પ ] જીવનપર્યત/_ _ વર્ષ સુધી ધન _ પ્રમાણ) રૂપિયાથી વધારે રાખીશ નહિ. જીવનપર્યત/ _ | વર્ષ સુધી ખેતર, જમીન વારથી વધારે રાખીશ નહિ. જીવનપર્યત/ _વર્ષ સુધી મકાન થી વધારે રાખીશ નહિ. ૪. જીવનપર્યત/ વર્ષ સુધી સોનું _ ચાંદી કીલો (કુલ) થી વધારે રાખીશ નહિ. ૫. જીવનપર્યત/ n વર્ષ સુધી વાહનોની સંખ્યા |_ થી વધારે રાખીશ નહિ. જીવનપર્યત7 વર્ષ સુધી દાસ/દાસી ની સંખ્યા થી વધારે રાખીશ નહિ. જીવનપર્યત/ સુધી પશુઓની સંખ્યા _થી વધારે રાખીશ નહિ. જીવનપર્યત/ સુધી ધાન્ય, _કીલોથી. વધારે રાખીશ નહિ. પૂિરક નિયમો ૧. વધારે કમાવા માટે વધુ પ્રવૃત્તિ કરવી નહિ, પરંતુ જે કમાયા હોય તેમાંથી ધર્મ માર્ગે સદુપયોગ કરવાની વૃત્તિ જરૂર રાખવી. ૨. આવકના પ૦% કે ૨૫% કે અમુક ભાગ સાતક્ષેત્રે વાપરવો. ( જયણા છે. ભેટ, સોગા કે લેણ-દેણ તેમજ અનામત વગેરેમાં કિંમત વધી જતાં તથા જાણિતા અજાણતાં પ્રમાણાતીત થાય તેની જયણા. પરંતુ પછીથી પ્રમાણસર કરી લેવું. ૧૬ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ યે ય | પરિગ્રહ રાશિ વિનાનો ગ્રહ છે. ત્રીજા વ્રતના ધ્યેયમાં જણાવ્યા બનો સંતોષ રાખવો, વધારે સંગ્રહખોરીથી વધારે મૂચ્છ અને પાપબંધ થાય છે. પરિગ્રહમાં ધારેલ પ્રમાણથી વધુ મેળવવાની લાલસા કે પ્રવૃત્તિ ના રાખવી. અંતે તો સર્વ મૂકીને જવાનું છે, નાશવંત છે, આમાથી પર છે. આથી લક્ષ્મી, પરિવાર, શરીર, આદિ કોઈપણ પદાર્થ ઉપર ગૃહસ્થપણામાં પણ મૂચ્છ-મમતા રાખવી નહિ. અનાસક્તભાવે જીવતાં શીખવું અને નિર્ચન્થપદ પામવાનું ધ્યેય રાખવું. અતિચારો ] ૧. ધન-ધાન્ય પરિમાણાતિક્રમ - ધન-ધાન્યના ધારેલા પ્રમાણનું સ્વપુત્રાદિના નામે ચઢાવી ઉલ્લંઘન કરવું તે. ક્ષેત્ર, વાસ્તુ, પરિમાણાતિક્રમ - ખેતર આદિ સ્થાવર વસ્તુનું પરિમાણ, સગર્ભા ગાય આદિને એક ગણીને તેના બચ્ચાનો જન્મ થયા પછી તેને પ્રમાણથી વધારે ન ગણવું તે, ઘણાં ઘર ભેળવીને એક ઘર કરી નાખી ઉલ્લંઘન કરવું તે. -ધારેલા મકાન વગેરેમાં ધાર્યા કરતાં અધિક માળ બંધાવવારૂપ ઉલ્લંઘન કરવું તે. 3. રૂપ્ય, સુવર્ણ, પરિમાણાતિક્રમ - સોના-ચાંદી આદિનું ધારેલું પ્રમાણ સ્ત્રી કે પુત્રના નામ પર ચડાવી દે, કે પોતાની સ્ત્રી કે પુત્રને આપી દઇ ઉલ્લંઘન કરવું તે. કુપ્ય પરિમાણાતિક્રમ - ત્રાંબાદિ ધાતુ અને રાચરચીલાના પ્રમાણનું નાનું મોટું કરી ઉલ્લંઘન કરવું તે. જેમ કે નાના થાળના મોટા થાળ કરાવીને સંખ્યા ઓછી કરી નાખી ઉલ્લંઘન કરવું તે. દ્વિપદ, ચતુષ્પદ પરિમાણાતિક્રમ - સ્ત્રી-પત્ની, દાસ-દાસી તથા જાનવરનું ધારેલું પ્રમાણ કરી ઉલ્લંઘવું તે, પાંચમા વ્રતના આ અતિચારો ન લાગે તેનો ઉપયોગ રાખવો. વિશેષ નોંધ) ૫. १७ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૬. દિશિપરિમાણ વ્રત ) “जगदाक्रममाणस्य प्रसरल्लोभवारिधेः। સર્વને વિધે તેન, વેન ટ્રિવિરતિઃ ૐ | ૩ |’’ યો. શા. ત્રિ. પ્ર. -“જણે દશેય દિશામાં જમવાનું પરિમાણ ધાર્યું છે, તેણે જગતને દબાવી ફેલાતા લોભ સમુદ્રને રોકયો છે.” ( સ્વરૂપ છે ચાર દિશા, ચાર વિદિશા, ઊર્ધ્વદિશા અને અધોદિશા મળી દશ | | દિશામાં જવા-આવવાનો નિયમ કરવો. | ( વિકલ્પો ] ૧. ઊર્ધ્વ (ઉપરની) દિશામાં _ _ અંતરથી વધુ જઇશ નહિ. ૨. અધો (નીચેની) દિશામાં _ અંતરથી વધુ જઇશ નહિ. તિર્યગ (તિર્જી) દિશામાં અર્થાત્ પૂર્વ આદિ ચાર દિશા તથા અગ્નિ આદિ ચાર વિદિશામાં _ અંતરથી વધુ જઇશ નહિ. આજીવન/_ _વર્ષ સુધી/ જીવનમાં, વધુ પરદેશ જઇશ નહિ અથવા છોડીને બીજા કોઇપણ ઠેકાણે પરદેશ જઇશ નહિ. પૂિરક નિયમો) ચાતુર્માસમાં દેશ/રાજય/નગર બહાર જઇશ નહિ. ભારતમાં પણ અનાર્ય તુલ્ય _ સ્થળોમાં અનિવાર્ય સંજોગો સિવાય જઇશ નહિ. | જિયણા છે ત્યકત કરેલી ભૂમિની બહારથી આવતાં છાપાં, તાર, ટપાલ, માણસ, ચીજ આદિ લેવા મોકલવાનો ઉપયોગ કરવો પડે. ધર્મકાર્ય-ગંભીર-અસમાધિકારક અકસ્માતે શારીરિક વ્યાધિ આદિમાં ઉપરોકત નિયમોની છૂટ ગીતાર્થ ગુરૂગમથી જાણવી. ધ્યેય ] સંસારની અવિરતિમાં પડેલો આ જીવ લોઢાના બળતા ગોળા. ' જેવો છે. તેનાથી જયાં જાય ત્યાં ષજીવનિકાયની હિંસા થાય છે. ! ૧૮ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧. [ નિપ્રયોજન અધિક મુસાફરી પણ એક પ્રકારનો રોગ છે. નિયમિત કરેલા. ક્ષેત્ર સિવાયના ચૌદ રાજલોકમાં જવા-આવવાનું બંધ થવાથી તેને લગતા દોષો લાગતા નથી અને ઘણા ત્ર-સ્થાવર જીવોને અભયદાન અપાય છે. લોભરૂપી સમુદ્રની મર્યાદા થાય છે. મનની વૃત્તિ સંતોષી અને આત્માભિમુખ રહે છે. આ જાણીને શકય એટલું બાહ્ય દિશાગમન નિવારવું અને જ્ઞાન આદિ ઉપયોગે આત્માની અત્યંતર દિશામાં વિચરવાનું વધારે લક્ષ્ય રાખવું. ( અતિચાર ઊર્ધ્વદિક્પરિમાણાતિક્રમ - અનાભોગ આદિથી મર્યાદા કરતાં વધારે ઊંચે જવું તે. અધોદિફપરિમાણાતિક્રમ - અનાભોગ આદિથી મર્યાદા કરતાં વધારે નીચે જવું તે. તિર્યગદિક્પરિમાણાતિક્રમ - અનાભોગ આદિથી મર્યાદા કરતાં વધારે દિશા-વિદિશામાં જવું તે. ક્ષેત્રવૃદ્ધિ - એક દિશામાં ખાસ કામને અંગે પ્રમાણ કરતાં વધારે જવું પડે તેમ હોય ત્યારે ધારેલી એક દિશાનું પ્રમાણ ઘટાડીને બીજી દિશાનું પ્રમાણ સ્વેચ્છાએ વધારવું તે. ૫. સ્મૃતિઅંતર્ધાન - રાખેલું પ્રમાણ ભૂલી જવું અને શંકા થવા છતાં પણ મર્યાદાથી વધુ આગળ જવું તે. આ વ્રતના આ અતિચારોનો ત્યાગ કરવો. (વિશેષ નોંધ) 3. ૧૯ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ( ૭. ભોગપભોગ વિરમણ વ્રત] ઉત્કૃ- -માર્નાર, -9-રાખ્યર રજૂરી: | દિ-વૃશ્ચિ-ધા, નાયત્તે રાત્રિ-મોનના / ૬૭ |’ યો. શા. ત્રિ. પ્ર. રાત્રિભોજનથી ઘુવડ, કાગ, બિલાડી, ગીધ, સમડી, સાપ, ભૂંડ, વીંછી, ઘો, ગીલોડી વગેરેના અવતારો પ્રાપ્ત થાય છે. આ જાણીને ભોગપભોગ વિરમણ વ્રત ગ્રહણ કરી તેવા સર્વે દોષોનો ત્યાગ કરો. ( સ્વરૂપ ] આ વ્રત ભોજનથી તથા કર્મથી બે પ્રકારે છે. તેમાં ભોજનાદિ એક વાર ભોગવાય તે ભોગ, એકના એક વસ્ત્રાદિ વધુ વખત ભોગવાય તે ઉપભોગ. બત્રીસ અનંતકાય સહિત બાવીસ અભક્ષ્યાદિનો ત્યાગ કરી ભોગોપભોગમાં આવતી વસ્તુઓનો સંક્ષેપ કરવો. અત્રે ધારવામાં આવતા ચૌદ નિયમો. ( વિકલ્પ ] બાવીસ અભક્ષ્ય, બત્રીસ અનન્તકાય, પંદર,કર્માદાન વગેરેમાંથી સર્વનો અથવા શકય હોય તેટલાનો ત્યાગ કરવો અને ચૌદ નિયમો ધારવા. માંસ, મદિરા, મધ અને માખણ આ ચાર મહાવિગઇનો ત્યાગ કરીશ. અનંતકાય (કંદમૂળ) નો ત્યાગ કરીશ. અભક્ષ્ય નો ત્યાગ કરીશ. વિદળનો ત્યાગ કરીશ. વાસીનો ત્યાગ કરીશ. બહુબીજનો ત્યાગ કરીશ. ૮) તુચ્છફળનો ત્યાગ કરીશ. ચલિતરસનો ત્યાગ કરીશ. ૧૦) અજાણ્યા ફળનો ત્યાગ કરીશ. ૧૧) બોળ અથાણાનો ત્યાગ કરીશ. ૧૨) રાત્રિભોજનનો આજીવન / વર્ષ / _ મહિના 0 6 દ ક જ ૨૦ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ ૫) માટે ત્યાગ કરીશ. ૧૩) પશુપંખીઓને શોખ ખાતર પાળીશ નહિ.સ્ટ્ર પંદર કર્માદાનના વિકલ્પો મકાન આદિ કન્સ્ટ્રક્શનનો ધંધો કરીશ નહિ કે સીધો કરાવીશ નહિ. ખેતી, કૂવા બોરિંગ વગેરે ફોડવાનાં કાર્યો કરીશ નહિ. વાહનો બનાવીશ નહિ. ૪) વાહનો ભાડે આપીશ નહિ. જંગલમાં લાકડા કાપવા-કપાવવાનો વ્યાપાર કરીશ નહિ. ૬) બોઇલરો, ભઠ્ઠી આદિ ચલાવીશ નહિ. ૭). પશુ-પંખીઓના દેહમાંથી બનતી વસ્તુઓનો વ્યાપાર નહિ કરું. ૮) રાસાયણિક દ્રવ્યો, જંતુનાશક દ્રવ્યો, ઝેરી દવાઓ આદિનો વ્યાપાર કરીશ નહિ. ૯) કેફી દ્રવ્યોનો વ્યાપાર નહિ . ૧૦) કારખાનું નહિ કરું. ૧૧) જીવોના અંગોપાંગનો છેદનભેદનનો વ્યવસાય કરીશ નહિ. ૧૨) જંગલ ઘર આદિમાં આગ લગાડવાનું કામ કરીશ નહિ. ૧૩) કારખાનાઓનાં ઝેરી જળ વડે જમીન-જળને પ્રદૂષિત નહિ કરું. ૧૪) ફીશરી, પોસ્ટ્રીફાર્મ, (મરઘા ઉછેર કેન્દ્ર આદિ) કતલખાના, જુગાર, વેશ્યા આદિને પોષણ થાય તેવા શેર આદિમાં રોકાણ કરીશ નહિ. પૂિરક નિયમો ૧) સાંજ સવારના ચોવિહાર, નવકારશી આદિ પચ્ચખાણ કરવા. બેસણાં, એકાસણાં, આયંબિલ, ઉપવાસ આદિ તપશ્ચર્યા રોજ અગર પર્વ દિવસે કરવી. જેમકે – આઠમ, ચૌદશે ઉપવાસ કરવા ઈત્યાદિ. પર્વતિથિએ લીલોતરી ન ખાવી. કાયમને માટે અમુક લીલોતરીનું લિસ્ટ બનાવી લેવું, એટલે બાકીનાનો ત્યાગ થાય. આદ્ર નક્ષત્રથી કેરી વગેરે, ફાગણ ચોમાસાથી ભાજી, પતરવેલી વગેરે ન વાપરવી. ૨૧ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૫) J, ચા, પાન, બીડી, તંબાકુ, અફીણ આદિ વ્યસનોનો ત્યાગ કરવો, 1 ૬) ઉકાળેલું પાણી વાપરવુ, સંથારે સુઇ રહેવું. | જયણા | દવા, ભેળ-સં ભેળ, શરીર વગેરેને કારણે અભક્ષ્યાદિમાં તેમજ ઘરવખરીના કારણે લેવાય-દેવાય-વેચાય તથા ખાસ ઘરકામ અને વેપાર વગેરેના કારણે; અજાણતાં તથા પરવશપણે પંદર કર્માદાનોમાં જયણા. - સંજોગવશાત્ પોતાને માટે અગર કુટું બાદિ માટે પંદર કર્માદાનની બનેલી ચીજ લેવી પડે, ઘર વગેરે ધોળાવવામાં, વસ્ત્ર વગેરે રંગાવવામાં લગ્ન વગેરે વ્યવહારિક પ્રસંગોમાં, યંત્રો વગેરે રાખવામાં, તેમજ બીજી અણધારી જરૂરીયાતોમાં જરૂર પડે તેની જયણા. ( ધ્યેય | જડના ભોગઉપભોગ આત્માની વિભાવદશા છે અને તે એકાંતે આત્માને પીડાકારી છે, પણ ઘણા કષ્ટમાં વર્તતી વ્યકિતને જેમ જેમ હળવા કષ્ટનો વિકલ્પ આપો તેમ તેમ સુખાકારીતાનું ભાન થાય. એવી રીતે અનાદિ કાળથી જીવને મિથ્યાત્વજનિત ઇચ્છા, વાસનાઓના મહાકષ્ટના કારણે તેના હળવા વિકલ્પ રૂપે જડના ભોગઉપભોગમાં સુખનું ભાન થાય છે અને આ ગાઢ મિથ્યાત્વના કારણે આત્માને ચૈતન્યના ભોગઉપભોગમાં તસુભાર પણ રસ નથી. આથી પ્રભુએ આત્માને ચેતનમાં રસ જગાવવા માટે સાધુઓ પાસે આરાધનાપૂરક સિવાયના સર્વ ભોગોપભોગનો ત્યાગ કરાવ્યો છે, જયારે સંસારીઓ પાસેથી તેઓ સંસારમાં રહે છતાં પણ તેના પરથી રસ તૂટે અને અનેક “વિણ ખાધાં વિણ ભોગવ્યાં...' જે ફોગટ કર્મબંધ થાય તેવાં ઘણાં કર્મથી બચાવવાનો આ વ્રતનો મુખ્ય ઉદ્દેશ છે. અતિચાર) આ વ્રતના અતિચારો પંદર કર્માદાન સહિત વીસ છે. તે નીચે પ્રમાણે છે. સચિત્ત આહાર - અનાભોગાદિથી ત્યક્ત સચિત્ત વસ્તુ ખાવી તે. ૨. સચિત્તપ્રતિબદ્ધ - સચિત્તની સાથે સંબંધીત વસ્તુ વાપરવી તે. ૩. અપક્વ આહાર - લોટ વગેરે અપદ્ય વસ્તુ ખાવી તે. દુષ્પક્વ આહાર - અડધા કાચા-પાકા, નહિ ચઢેલાં શાક અને છે For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૫. હવે પંદર કર્માદાનો, જે અતિ પાપવ્યાપારો છે તે પણ શ્રાવકે ન સેવવા અતિ ઉત્તમ છે. તે આ પ્રમાણે છે. - ૧. અંગાર કર્મ - ભઠ્ઠી, ભાડભુજા, સોની, લુહાર, ઇંટ, ચૂનો, નળીયા, કોલસા આદિ પકવવાના વેપાર કરવા તે. વન કર્મ - વન, શાક, પાન, અનાજ, લાકડાં વગેરે કાપવાં કપાવવાં તે. ૨. 3. ૪. પ. ૬. ૮. ૯. એવા જ ધાણી, ચણા, પૌવા વગેરે વસ્તુ ખાવી તે. તુઔષધિ ભક્ષણ - બોર, જાંબુડા, શેરડી વગેરે જેમાં ખાવા કરતાં ઘણું નાખી દેવાનું હોય તેવી વસ્તુ ખાવી તે. સચિત્ત ત્યાગીને ઉપલા પાંચ અતિચારો લાગે અને સચિત્ત પરિમાણવાળાને અનાભોગાદિથી ત્યકત કરેલ વસ્તુનો ઉપયોગ થતાં ઉપરના અતિચારો લાગે. ૧૦. શકટ કર્મ - સ્કુટર, મોટર, બસ, રેલ્વે, જહાજ, વિમાન વગેરે વાહનો અને તેના ચક્રાદિ અંગો આદિ ઘડવાના વેપાર કરવા તે. ભાટક કર્મ - ગાડી, ઘોડા, રેલ્વે, મોટર વગેરે વાહનો ભાડે ફેરવવાના વેપાર કરવા તે. સ્ફોટક કર્મ - ખેતી, કૂવા, બોરીંગ, વોટરવર્ક્સ, આદિ જમીન ફોડવાના વેપાર કરવા તે. દંત વાણિજય - કસ્તુરી, દાંત, મોતી, ચામડાં, હાડકાં, શિંગડાં, વાળ, પીંછાં, ઊન, રેશમ, રાસાયણીક ખાતર વગેરે ત્રસ પ્રાણીઓને મારી તેના અંગના વેપાર કરવા તે. લક્ષ વાણિજ્ય - લાખ, ગુંદર, ખાર, હડતાલ, મનશીલ, રંગ, આદિના વેપાર કરવા તે. રસ વાણિજય - મધ, માંસ, માખણ, દૂધ, ઘી, તેલ, ગોળ, ખજૂર આદિના વેપાર કરવા તે. વિષ વાણિજય - વિષ (અફીણ, સોમલ), દારૂગોળો, બંદૂક, કાર્યુસ, તીર, તલવાર, ભાલા વગેરે શસ્ત્ર, કોદાળી, પાવડા, હળ, મશીનરી સ્પેરપાર્ટ્સ, ખાદિના વેપાર કરવા તે. કેશ વાણિજય - જીવતા મનુષ્યોના તથા ગાય, બળદ વગેરે તિર્યંચોના વેપટ કરવા તેમજ તેના કેશ, રુંવાંટા વગેરેનો વેપાર ૨૩ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ કરવો તે. યંત્રપીલણકર્મ - મીલ, જીન, ચરખા, ઘંટી, ઘાણી, નવા નવા ઔદ્યોગિક પ્લાન્ટ્સ, મશીનરી આદિ ચલાવવા તે. નિ†છનકર્મ - પશુપક્ષીનાં પૂંછડાં કાપવાં, પીઠ ગાળી, ડામ દેવા, ખસી કરવી, વગેરે કર્મ કરવા કરાવવા તે. દવદાનકર્મ - ખેતરો અથવા જંગલો આદિમાં અગ્નિ ચાંપવા, અજ્ઞાનતાથી પુણ્ય માની જંગલોમાં દવ આપવા, પાવર હાઉસ ચલાવવા વગેરે પ્રકારના કર્મ કરવા તે. જલશોષણકર્મ - કૂવા, તળાવ, સરોવર ઉલેચવા, પાણી સૂકવવા, બંધો બાંધવા, નહેરો કાઢવી વગેરે કર્મ કરવાં તે. અસતીપોષણકર્મ - મેના, પોપટ, કૂતરાં, વેશ્યાદિ સ્ત્રીઓ પોષવી અને તે દ્વારા કમાણી મેળવવી, કૂટણખાના આદિના ધંધા ચલાવવા વગેરે. આવી જ બીજી જે જલ્લાદ, દારોગા, વગેરેની કર્મ વૃત્તિઓ હોય તે પણ નહિ કરવી. કર્માદાનો જાતે કરવા-કરાવવાથી લાગે છે. રેલ્વે, મીલો, કારખાનાંઓ વગેરેના શેરો ધરાવવાથી ભયંકર કર્માદાનો લાગે છે. આ કારણથી સાતમા વ્રતના આ અતિચારોથી પણ બચવાનું યથાયોગ્ય ધ્યાન રાખવું. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. લોટનો મિશ્રતાદિનો કાળ દળાયા પછી ચાળેલો લોટ બે ઘડી બાદ અચિત્ત બને છે અને ચાળ્યા વગરનો લોટ મિશ્ર રહે છે. તેનું કાળ પ્રમાણ જુદાજુદા મહિનાઓને આશ્રયીને નીચે મુજબ છે. ભાદરવા માસમાં કારતક માસમાં - માગસર - પોષ માસમાં - ફાગણ માસમાં - વૈશાખ માસમાં અષાઢ માસમાં - શ્રાવણ આસો - મહા ચૈત્ર - જેઠ - = - – પાંચ દિવસ ચાર દિવસ ત્રણ દિવસ પાંચ પ્રહર ચાર પ્રહર ત્રણ પ્રહર સુધી નહિ ચાળેલો લોટ મિશ્ર પરિણામી જાણવો. ૨૪ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ આ મહિનાઓમાં લોટ ચાળ્યા પછી એક અન્તર્મુહૂર્ત - બે ઘડી સુધી મિશ્ર રહે છે, તે પછી અચિત્ત ગણાય છે. સચિત્ત - અચિત્તાદિની સમજણ જીવવાળી વસ્તુ હોય તે સચિત્ત કહેવાય છે. જીવ રહિત બનેલી વસ્તુ અચિત્ત કહેવાય છે, અને જેમાં કેટલાંક અવયવ જીવવાળાં હોય, કેટલાંક અવયવ જીવ રહિત હોય તે વસ્તુ મિશ્ર કહેવાય છે. કાચી પૃથ્વી, પાણી, અગ્નિ, પવન તથા ધાન્યાદિ વનસ્પતિ, એકેન્દ્રિય જીવસ્વરૂપ છે. શંખ કીડા વગેરે બેઇન્દ્રિય જીવો હોય છે. કીડી, મકોડા આદિ તેઇન્દ્રિય જીવો હોય છે. માખી, વીંછી, ભમરા વગેરે ચઉરિન્દ્રિય જીવો હોય છે અને નારકી, દેવતા, મનુષ્યો, સાપ, પશુ, પંખી આદિ પંચેન્દ્રિય જીવો હોય છે. આ જીવોની હિંસા ન થાય તથા ઇન્દ્રિય વિકારો ન વધે, તે હેતુથી શાસ્ત્રમાં તેમજ લોકવ્યવહારમાં ભસ્યાભસ્યાદિની જે વ્યવસ્થા નિયત કરવામાં આવી છે તેને અનુસરીને અભક્ષ્યાદિનો ત્યાગ કરવો. જીવદયાના પરિણામ સાચવવા તથા શાસ્ત્રોક્ત વ્રત-નિયમો બરાબર ગ્રહણ કરવા અને પાળવા, એ પ્રત્યેક વિવેકીનું કર્તવ્ય છે. તેની યતના રાખવાના હેતુથી શ્રાવકે મકાનમાં રસોઇ, ખાવા-પીવા, દળવા, ખાંડવા, સૂવા, બેસવા, નાહવા, આદિ દસ ઠેકાણે ચંદરવા બાંધવા જોઇએ અને (૧) પાણી ગાળવાનું, (૨) ઘી ગાળવાનું, (૩) તેલ ગાળવાનું, (૪) દૂધ ગાળવાનું, (૫) છાશ ગાળવાનું, (૬) ઉકાળેલું પાણી ગાળવાનું, (૭) આટો ચાળવાનું એમ સાત ગળણાં-ગળણી-ચાળણી યથાયોગ્ય રાખવાનો ઉપયોગ રાખવો જોઇએ. સંયમી બનવા માટે ચૌદ નિયમ ધારવાની ખાસ જરૂર ભૂતકાળ કરતાં આજકાલ વધી પડેલી બિનજરૂરી જરૂરીયાતોને લીધે જીવન અસંયમી બની રહ્યું છે. મોંઘુ બની રહ્યું છે. સંયમી અને સાદું જીવન જ તેમાંથી બચવાનો ઉપાય છે. આ ચૌદ નિયમ ધારવાની યોજના સંયમી જીવન કેળવવા માટેની વ્યવહારુ ચાવી છે તેમ જણાય છે. દરરોજ સવારે આગલી રાત્રિના નિયમો સંક્ષેપવા જોઇએ અને ચાલુ દિવસના ધારવા જોઇએ. ૨૫ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ દરરોજ સાંજે પણ ઉપર મુજબ દિવસના નિયમો સંક્ષેપવા જોઇએ ? અને રાત્રિના ધારવા જોઇએ. વળી આખી દુનિયામાં આરંભ સમારંભની જે કંઇ પ્રવૃત્તિઓ નિરંતર ચાલી રહી છે, તેમાં રહેલા પાપમાં આપણો ભાગ છે. જયાં સુધી આપણે જે ચીજનો પરિણામપૂર્વક ત્યાગ ન કરીએ ત્યાં સુધી આપણે તેનો ઉપયોગ કરવાની છૂટ રાખીએ છીએ માટે તે પાપના ભાગીદાર બનીએ છીએ. જે ચીજો આપણને જરૂરી જણાય તેટલી જ છૂટ રાખી લઇને બાકીની દુનિયાભરની તમામ ચીજોનો પરિણામપૂર્વક ત્યાગ કરવાની સતત જાગૃતિ રાખવાથી તે પાપ લાગતું નથી અને સંયમ કેળવાય છે.. સવારે દિવસ દરમ્યાન પોતાને જરૂર પડે તેમ હોય તેટલી ચીજોની છૂટ રાખી લઇ બાકીની વસ્તુઓનો નિયમ કરવો તેનું નામ નિયમ ધાર્યા કહેવાય. સાંજે, સવારે ધારેલા નિયમોની મર્યાદા પ્રમાણે બરોબર પાલન થયું છે કે નહિ તેનો વિગતવાર વિચાર કરવો તેને નિયમ સંક્ષેપવા કહેવાય. લાભમાં- નિયમો સંક્ષેપતી વખતે જેટલી ચીજ વાપરવાની જે પ્રમાણે છૂટ રાખી હતી તેમાં પણ ઓછી ચીજનો વપરાશ કર્યો હોય તો બાકીની છૂટ લાભમાં કહેવાય છે. કેમ કે છૂટ રાખવા છતાં વપરાશ વખતની પ્રવૃત્તિમાંથી થતા પાપમાંથી છૂટવાનો લાભ મળે છે. 0 નિયમો ધારવાથી સંતોષવૃત્તિ પેદા થાય છે. નિયમો ધારવાથી ઘણાં બધાં પાપોથી બચી જવાય છે. નિયમો ધારવાથી જીવન ઓછું ખર્ચાળ બની જાય છે. 0 નિયમો ધારવાથી મન ખોટી ઇચ્છાઓમાંથી પાછું હટે છે. [ જયણા | ધર્મકાર્ય વગેરેને લીધે ચીજોનો વપરાશ તેમ જ નિયમની મર્યાદા હદ ઓળંગવા કે વધારે સૂક્ષ્મ ગણત્રી કરી શકાય નહિ તો તે સંબંધી રખાતી છૂટ તેને જયણા કહેવાય છે. થોડા દિવસ ધારવાનો અભ્યાસ પાડ્યા પછી દેશાવગાસિકનું પચ્ચખાણ આ પ્રમાણે કરવું. દેશાવગાસીય ઉવભોગ પરિભોગં પચ્ચખાઇ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણાં વોસીરઇ-વોસિરામિ. ૨૬ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ (અ) (બ) જે તે ચૌદ નિયમો અંગે વિશેષ પ્રકારે સમજ અને ધારવાની સમજૂતી. સચિત્ત - દબ્ધ વિગઈ - વાણહ - તંબોલ - વલ્થ - કુસુમેસુI વાહણ - સયણ - વિલેણ - બંભ - દિસિ -નાણ - ભત્તેણુ , નિયમ ધારવાનું પ્રમાણ ત્રણ રીતે નક્કી થાય છે, સંખ્યાથી - વજનથી - પ્રમાણથી. જે વસ્તુ બિલકુલ ન વાપરવાની હોય તેનો ત્યાગ રખાય છે. સચિત્ત - જેમાં જીવ છે એમ જણાય તે સચિત્ત કહેવાય છે. અનાજ વગેરે વાવવાથી ઊગે તેને સચિત્ત કહેવાય છે. કાચું શાક, કાચું પાણી, કાચું મીઠું વગેરે પણ સચિત્ત કહેવાય છે. તે ચૂલે ચડવાથી. અચિત્ત થાય છે. પછી સચિત્ત ગણાય નહિ. કેટલીક ચીજોમાંથી બી. કાઢી નાખ્યા બાદ બે ઘડી (૪૮ મિનિટ) પછી અચિત્ત થાય છે.દાખલા તરીકે પાકી કેરીમાંથી ગોટલો જુદો કર્યા પછી બે ઘડી બાદ તેનો રસ તથા કટકા અચિત્ત થાય છે. તેમ દરેક ફળમાં સમજવું. 'ખાવામાં આવતા દરેક સચિત્ત પદાર્થની આમાં ગણતરી કરવામાં આવે છે. ૧-૨-૫-૭- કે અમુક સંખ્યા ધારી લેવી. ૨. દ્રવ્ય : આખા દિવસમાં જેટલી ચીજો મોઢામાં નાંખવાની હોય તે દરેક જાતની ચીજો જુદાં જુદાં દ્રવ્ય ગણાય જેમ કે પાણી, દૂઘ વગેરે. ધાતુ તથા આંગળી મુખમાં નાખી તે સિવાય મુખમાં જે નાખવામાં આવે તે દરેકની ગણતરી કરવી. એક જ ચીજમાં સ્વાદ ખાતર કે અન્ય કારણે સ્વાદ કર્યા પછી કંઈપણ ઉમેરવામાં આવે ત્યાર પછી તે દ્રવ્ય બીજું ગણાય. જેટલા સ્વાદ જુદા તેટલાં દ્રવ્ય જુદાં ગણાય. ૩. વિગઈ - કુલ વિગઈઓ ૧૦ છે. તેમાં મધ, મદિરા, માંસ, માખણ આ ચાર અભક્ષ્ય છે. બાકીની છ ભક્ષ્ય વિગઈઓ છે. તે આ મુજબ દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ (સાકર પણ) અને કડા (ઘી - તેલમાં તળેલી ચીજ, કડાઇમાં થતી ચીજો - લોઢી ઉપર તેલ, ઘી, મૂકીને તળેલી ચીજો). વિગઈ સંબંધી વિગતવાર જાણવાની ઇચ્છાવાળાએ પચ્ચક્ખાણ ભાષ્ય તેમજ ગુરગમથી જાણી લેવું. છ વિગઈમાંથી ઓછામાં ઓછી એકાદ વિગઇ વારાફરતી ત્યાગ રોજ રાખવો જ જોઇએ. વિગઇનો ત્યાગ ત્રણ રીતે થઈ શકે છે. ૨૭ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧. મૂળથી ત્યાગ ૨. કાચી ત્યાગ 3. નીવિયાતી ત્યાગ દૂધ વિગઇ:- મૂળથી ત્યાગ હોય તો દૂધમાંથી બનેલી કોઈપણ ચીજ વાપરી શકાય નહિ. કાચી ત્યાગ હોય તો ફકત દૂધ પીવાય નહિ, પણ દૂધની બીજી કોઇ બનાવટની ચીજ વાપરી શકાય. નીવિયાતી ત્યાગ હોય તો દૂધનો સ્વાદ ફેર થઇ ગયેલી ચીજ (ખીર - દૂધપાક) ન વપરાય. દહીં વિગઈ - મૂળથી ત્યાગ હોય તો દહીં નાખેલી કોઇપણ ચીજ વપરાય નહિ. કાચી ત્યાગ હોય તો ફકત (કાચું) દહીં ખવાય નહિ. દહીંનો સ્વાદ ફરી જાય તે રીતે બનાવેલી કોઈપણ ચીજ તેમજ માખણ કાઢેલી વલોણાની છાસ પણ વપરાય. નીવિયાતી ત્યાગ હોય તો શ્રીખંડ, રાયતું, દહીં ભાંગીને કરવામાં આવેલ કઢી વગેરે વપરાય નહિ.(ખાસ સુચના :-બરાબર ગરમ કર્યા વગરના ગોરસ એટલે કાચા દૂધ, દહીં, છાશની સાથે કઠોળ અથવા કઠોળના લોટમાંથી બનાવેલી કોઈપણ ચીજ વાપરવાથી વિદળ દોષ લાગે. માટે તેના ત્યાગનો ઉપયોગ રાખવા ચૂકવું નહિ. કારણ કે તે બન્ને ભેગા થતાંની સાથે જ તેમાં બેઇન્દ્રિય જીવોની ઉત્પતિ થાય છે.) ઘી વિગઇ:- મૂળથી ત્યાગ હોય તો જેની અંદર ઘી આવેલ હોય તે સઘળી ચીજ વપરાય નહિ. કાચી ત્યાગ હોય તો કાચું ઘી અથવા કાચા ઘીથી ચોપડેલી કોઇપણ ચીજ ન વપરાય. પરંતુ ત્રણ ઘાણ પછીનું ઘી વપરાય. નીવિયાતું ત્યાગ હોય તો પકવાન વગેરે મીઠાઇઓ તેમજ તળેલી ચીજો તથા નીવિયાતું ઘી વપરાય નહિ. તેલ વિગઈ - મૂળથી ત્યાગ હોય તો જેની અંદર તેલ આવે તેવી ચીજ વપરાય નહિ. કાચી ત્યાગ હોય તો કાચું તેલ કોઇ ચીજમાં ઉપર નાંખીને અથવા લઇને વપરાય નહિ. નીવિયાતી ત્યાગ હોય તો તેલના શાક આદિ વપરાય નહિ. ગોળ વિગઈ - મૂળથી ત્યાગ હોય તો ગળપણવાળી કોઈપણ ચીજ વપરાય નહિ. એટલે કે ગોળ તથા ખાંડ આદિ નાખેલી કોઇપણ ચીજ કહ્યું નહિ. કાચી ત્યાગ હોય તો ગોળ કે ખાંડ વાપરવા નહિ. ૨૮ ળી - For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ કડા વિગઈ :- તળાઇને થાય તે કડામાં ગણાય. પણ વઘારેલું 1 હોય તે કડા વિગઈમાં આવે નહિ. મૂળથી ત્યાગ હોય તો તળેલી ત્રણ ઘાણ પહેલાં કે પછીની ચીજ તેમજ કોઇ જાતનું પકવાન વપરાય નહિ. કાચી ત્યાગ હોય તો ત્રણ ઘાણ પછીની વસ્તુ વપરાય, નીવિયાતી ત્યાગ હોય તો પહેલા ત્રણ ઘાણની વસ્તુ વપરાય, પણ ત્યાર પછીના ઘાણની વપરાય નહિ. તમામ જાતના પકવાન કડા વિગઇના નીવિયાતામાં આવે માટે વપરાય નહિ. વિગઇઓ માટે વધુ ખુલાસો ગુરુગમથી જાણી લેવો. પ્રાયઃ કરીને વિગઇની બાબતમાં ઘણા સમજભેદ પડતા હોવાથી આ નિયમની શરૂઆત કરનારે તેને માટે ગુરુગમ લઇને જ કરવું. વાણહ - ઉપાનહ - જોડા, બુટ, ચંપલ વગેરેનો સમાવેશ થાય છે. તેની સંખ્યા નક્કી કરવી. ભૂલથી બૂટ વગેરે ઉપર પગ મુકાઇ જાય તેની જયણા રાખવી. તંબોલ - પાન, સોપારી, ઇલાયચી, તજ, લવીંગ વગેરે મુખવાસની વસ્તુઓ વજનથી ધારવી. વસ્ત્ર - પહેરવા ઓઢવાનાં વસ્ત્રોની સંખ્યા નક્કી કરવી. ધર્મકાર્યમાં જયણા રાખવી. ભૂલથી પોતાના બદલે બીજાનાં વસ્ત્રો પહેરાય તેની જયણા રાખવી (તે ગણાય નહિ.) કુસુમ - સૂંઘવામાં આવતી દરેક વસ્તુનો આમાં સમાવેશ થાય છે. આની ગણતરી વજનથી નક્કી કરી શકાય. ઘી, તેલ આદિના ભરેલા ડબ્બા વગેરે સૂંઘવા નહિ.જે વસ્તુ સૂંઘવાની જરૂર જણાય તે આંગળી ઉપર લઇને જ સૂંઘવાનો અભ્યાસ રાખવો. વાહન - મુસાફરીનાં વાહનો, ફરતાં, ચરતાં, તરતાં એ ત્રણ પ્રકારનાં છે. ફરતાં ગાડી, મોટર, સ્કૂટર, સાયકલ, રેલ્વે, ઊડતાં એરોપ્લેન અને લિફટનો તેમાં સમાવેશ થાય છે. ચરતાં - બળદ, ઊંટ, હાથી, ખચ્ચર વગેરે સવારીના પશુવાહનો. તરતાં - સ્ટીમર, વહાણ, આગબોટ, નૌકા વગેરે જળમાર્ગી મુસાફરીનાં વાહનો, તેની સંખ્યા નક્કી કરવી. ૬. ૨૯ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૧. ૧૨. શયન - સૂવા માટે પાથરવાની ચીજો અને બેસવાનાં આસનોના પણ આમાં સમાવેશ થાય છે. પાટ -પાટલા - ખાટલા - ખુરશી - પલંગ - સોફાસેટ - કોચ - ગાદી -ચાકળા - ગાદલા - -ગોદડા - સાદડી - શેતરંજી વગેરેની સંખ્યા નક્કી કરવી. ૧૦. વિલેપન - શરીરે ચોપડવાનાં દ્રવ્યો તેલ, અત્તર, સુખડ, સેન્ટ, વિકસ, બામ તેમજ મીઠું, હળદર આદિ વસ્તુઓનો લેપ. આની ધારણા વજનથી કરવી. બ્રહ્મચર્ય - અહીં બ્રહ્મચર્યનો મુખ્ય અર્થ મૈથુન ત્યાગ અથવા કૃત્રિમ રીતે શુક્ર ક્ષયનો નિષેધ સમજવો. સ્વદારા સંતોષવાળાએ પણ પ્રમાણ કરી લેવું. કાયાથી પાળવું. મન અને વચનથી જયણા, પરસ્ત્રી ત્યાગ. દિશા - ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને ઊંચે તથા નીચે એમ ૬ | દિશા થાય છે. અથવા ચાર ખૂણા (વિદિશા) ઉમેરતાં દશ દિશા થાય છે. ઊંચે એટલે સીડી, લીફટ, પર્વત આદિનું ચઢાણ. નીચે એટલે વાવ, ભોંયરા, આદિમાં ઉતરાણ, દરેક દિશામાં તથા ઊંચે નીચે અમુક ગાઉ – માઇલ - કિલોમીટર જવું તેનો નિયમ કરવો. ધર્મકાર્યમાં જયણા. ૧૩. સ્નાન - ન્હાવાની ગણતરી.. ૧-૨-૩-૪ વખત ન્હાવું તેની સંખ્યા નક્કી કરવી. ધર્મકાર્યમાં જયણા. ૧૪. ભફતપાન - ખોરાક - પાણીના વજનનો સમાવેશ, આખા દિવસમાં વપરાતા ખોરાક પાણીનું કુલ વજન (પાંચશેર - દશશેર - અડધો મણ વગેરે) નક્કી કરવું. વપરાતી વસ્તુના વજનનો ખ્યાલ રાખવો કે જેથી સંક્ષેપતી વેળાએ સુગમતા રહે. ચૌદ નિયમો ઉપરાંત નીચેની બાબતો ષકાયના નિયમો વિશે પણ ધારવામાં આવે છે. પૃથ્વીકાય - પૃથ્વીરૂપ શરીરવાળા જીવો, અહીં તેનાં નિર્જીવ શરીરો પણ સમજવાં, માટી-મીઠું-સુરમો-ચૂનો ક્ષાર-પથરાદિનો વજનથી નિયમ ધારવો. ઉપરોક્ત વસ્તુઓ ખાવા તથા વાપરવાનો આમાં સમાવેશ થાય છે. 30 For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ 3. ૪. ૫. ૬. ૧. ૨. અપ્લાય - પાણીરૂપ શરીરવાળા .વો. અહીં તેનાં નિર્જીવ શરીરો પણ સમજવાં. પાણી-બરફ કરા વગેરેનો સમાવેશ થાય છે. વજનથી નિયમ કરવો. પીવા તથા વાપરવાના પાણીનો આમાં સમાવેશ થાય છે. નિયમ ધારનારે નળ નીચે બેસી ન્હાવું નહિ. તેમજ ઘણા પાણીમાં પડીને ન્હાવું નહિ, પરંતુ વાસણમાં થોડું પાણી લઇ પછી જ ન્હાવું. તેઉકાય - અગ્નિરૂપ શરીરવાળા જીવો. દેવતા-વીજળી-સળગતા ગેસ વગેરેનો સમાવેશ થાય છે. ચૂલા-સ્ટવ-ભઠ્ઠી તથા સઘળી જાતના દીવા વગેરે - લાઇટ વગેરે કે ઇલેક્ટ્રીકથી ચાલતા સાધનોમાં તેઉકાયની વિરાધના થાય છે. આનો નિયમ સંખ્યાથી કરવો. એક-બે ચૂલા ધારવા. (કંદોઇના ચૂલાની છૂટ રાખી હોય તો જ તેની મીઠાઇઓ ખપે.) વાઉકાય પવનરૂપ શરીરવાળા જીવો. પવન-વાયરોવંટોળિયો, પંખા આદિનો સમાવેશ થાય છે. આમાં હીંચકા આદિ પણ ગણાય. આ નિયમ સંખ્યાથી ધારવો. વનસ્પતિકાય - વનસ્પતિરૂપ શરીરવાળા જીવો. અહીં તેના અચિત્ત શરીરનો પણ સમાવેશ થાય છે. લીલોતરી તોલીને સમજવી. અમુક સંખ્યા પણ ધારી શકાય. ત્રસકાય - હાલતાં ચાલતાં તમામ સક્રિય પ્રાણીઓ. આમાં બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના પ્રાણીઓનો સમાવેશ થાય છે. અળસીયા, ડાંસ, માખી, મનુષ્યો, પશુ, પંખી, માછલાં વગેરેને જાણી જોઇને મારવાની બુદ્ધિથી હણવા નહિ. દરેક પ્રવૃત્તિઓમાં ઉપયોગ રાખવો. અસિકર્મ -હથિયારથી આજીવિકા ચલાવવાનો ધંધો. તલવાર, બંદૂક, ચપ્પુ, સૂડી, કાતર વગેરેનો હથિયારમાં સમાવેશ થાય છે. આવાં હથિયારો કેટલાં વાપરવાં તેનો સંખ્યાથી નિયમ કરવો. ટાંકણી, કાગળ ભરાવવાની પીન વગેરેની જયણા રાખવી. મસિકર્મ - લખેલા શાસ્ત્રોના પઠન, પાઠન અને વેપારમાં નામ વગેરે લખવામાં મસી-શાહીનો ઉપયોગ થાય છે. અર્થાત્ મસી· શાહીના ઉપયોગપૂર્વક આજીવિકા ચલાવવાનો ધંધો. અહીં ૩૧ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ લખવાના કામમાં ઉપયોગમાં લેવાતાં દ્રવ્યો શાહી, કલમ, હોલ્ડર, પેન્સીલ વગેરેનો સમાવેશ થાય છે. ઉપરોકત વસ્તુઓનો સંગાથી નિયમ કરવો, કૃષિ કર્મ - ખેતી કરીને આજીવિકા ચલાવવાનો ધંધો. ખેતીમાં ઉપયોગી હળ-કોશ-સ્નેહથોળી-પાવડા વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ સાધનોની સંખ્યાની ધારણા કરવી, સારાંશ જગતમાં જે જે પદાર્થો વિધમાન છે, તે - તે બધા કદી પણ આપણા ભોગોપભોગમાં આવતા નથી, છતાં તે પ્રત્યેક પદાર્થોના આરંભથી ઉત્પન્ન થતા દોષો આપણને અવિરતપણે લાગી રહ્યા છે. માટે ઉપર પ્રમાણે નિયમો ધારવાથી છૂટા રાખેલ સિવાયના આરંભ સમારંભ કે પાપની પ્રવૃત્તિનો ત્યાગ થાય છે અને ધર્મ આરાધનાની શ્રેણીમાં આત્મા વિશુદ્ધિ અને તન્મયતા. કેળવી આગળ વધે છે. રાત્રે ઉપર પ્રમાણે દિવસના સંબંધમાં સમજવું. પરંતુ રાત્રે કેટલીક બાબતમાં તદ્દન ત્યાગ તથા ઓછી વતી જરૂરીયાતના અંગે ઓછાવત્તાપણું રહેશે, માટે જરૂરીયાત પ્રમાણે ધારવું. કેટલાકમાં થોડો ઘણો જાણવા જેવો. ફેરફાર છે તેની વિગત નીચે મુજબ જાણવી.... ઘણીખરી વસ્તુઓનો ત્યાગ જ રહેશે, છતાં જરૂરીયાત પ્રમાણે કેટલીક છૂટ રાખી શકાય - ૧. રાત્રે ચોવિહારવાળાને અણાહારી ચીજો - અણાહારી વસ્તુઓ વાપરવાની જરૂર પડે તો તેની અમુક સંખ્યામાં છૂટ રાખવી અને જેટલી ચીજો રાખી હોય તેટલાં દ્રવ્ય ધારવાં. ૨. બ્રહ્મચર્યમાં વ્રતધારીએ “કાયમી સવથ બ્રહ્મચર્ય પાળવું” તેવું બોલવું. ગૃહસ્થોએ તિથિઓ - પર્વો - આયંબિલની ઓળીઓ - કલ્યાણક દિવસોએ સર્વથા પાલનનો નિયમ કરવો. તે સિવાયના દિવસોમાં પણ સંખ્યા તથા સમયથી પ્રમાણ કરવું. ઉપર પ્રમાણે પોતાની જરૂરીયાત પ્રમાણે સવાર સાંજ નિયમો ધારવા For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ અને સાંજે ધારેલા સવારે તેમજ સવારે ધારેલા સાંજે સંક્ષેપવા. નિયમ ધારવાનું કોષ્ટક જેઓને યાદ ના રહી શકે તેમને અભ્યાસ પાડવા માટે નીચે આપેલા કોષ્ટકનો ઉપયોગ કરવો. ક્રમ નામ કેટલું વાપરવાનું કેટલું વાપર્યું લાભમાં ૧ સચિત્ત દ્રવ્ય વિગઈ ઉપાનહ તંબોલા 8 9 & ? જ જ વસ્ત્ર કુસુમ વાહન શયના વિલેપન બ્રહ્મચર્ય ૧૨ દિશા સ્નાન ભાત-પાણી પૃથ્વીકાયા અષ્કાયા ૧૭ તેઉકાય વાયુકાયા વનસ્પતિકાયા અસિ મસિ કૃષિ આ પ્રમાણે આગળ યથાયોગ્ય સમજવુ. કર્મથી આ વ્રતમાં પંદર કર્માદાનોના વ્યાપારો તથા આજીવિકા, ૩૩ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ માટે અતિ કઠોર કર્મો યથાશક્તિ વર્જવા. ૧) માંસ ૩) મધ ૫) ઉદુંબર વૃક્ષનાં ફળ ૭) કોઠીંબડા ૯) પીપળાના ટેટા ૧૧) અફીણ, સોમલ આદિ વિષ ૧૩) કાચી માટી ૧૫) બહુ બીજ (દાડમ, ટીંડોરા, ટામેટા આદિ કેટલાંક ફળ-શાક ઘણા બીજ્વાળાં હોવા છતાં અંદર પડ વગેરે સહિત હોવાથી અભક્ષ્ય તરીકે વ્યવહાર નથી. જુઓ શ્રી રત્નશેખરસૂરિસંćબ્ધ ‘શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્રવૃત્તિ’ પ્ર. ૧૧૮/૧) બાવીસ અભક્ષ્યો ૧૬) બોળ અથાણું ૧૮) રીંગણાં ૧૭) વિદલ ૧૯) અજાણ્યાં ફળ ૨૦) બોર, રાયણ વગેરે તુચ્છ ફળ ૨૧) ચલિત રસ ૨૨) અનંતકાય ૧) સુરણ કંદ ૩) લીલી હળદર ૫) લીલો કચરો ૭) હીરલી કંદ ૯) ગળો ૨) મદિરા ૪) માખણ ૬) વડના ટેટા ૮) પીપળાના ફળ ૧૦) બરફ ૧૨) કરા ૧૪) રાત્રિભોજન આ અનંતકાય બત્રીસ છે, તે આ પ્રમાણે ૨) વજ્રકંદ (લસણ) ૪) બટાટા ૬) શતાવરી ૮) કુંવર પાઠા ૧૦) થોર ૧૨) વંશ કારેલાં ૧૪) લુણી (સાજી) ૧૬) ગિરિકર્ણિકા ૧૮) ખરસૈયો ૨૦) લીલી મોથ ૨૨) ખીલ્લુડો ૨૪) મૂળા (પાંચેય અંગ અભક્ષ્ય છે) ૩૪ ૧૧) સકરકંદ (શક્કરીયાં) ૧૩) ગાજર ૧૫) લોઢી ૧૭) કુમળાં પાન ૧૯) થેગની ભાજી ૨૧) લોણ વૃક્ષની છાલ ૧૩) અમૃતવેલી For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ (૫) ભૂમિફોડા (બીલાડીનો ટોપ) ૨૬) નવા અંકુરા (દ્વિદલ વગરના) ૨૭) વત્થલાની ભાજી ૨૮) સુયરવલ્લી ૨૯) પલંકની ભાજી (પાલકો) ૩૦) કૂણી આંબલી ૩૧) રતાળુ ૩૨) પીંડાળુ (ડુંગરી) આ ઉપરાંત નવી ઊગતી અને કુમળી બધી વનસ્પતિ અનંતકાય હોય છે, જેથી તે પણ ન વપરાય તેનું ધ્યાન રાખવુ. (વિશેષ નોંધો વ્રતધારી કે બીનવ્રતધારી સૌએ આ અભક્ષ્યો અવશ્ય વર્જવા યોગ્ય છે. કારણકે ધર્મની આધારશિલા આચાર છે અને આચાર ક્રિયાશુદ્ધિ ઉપર નિર્ભર છે. ક્રિયાશુદ્ધિ ભાવનાશુદ્ધિ ઉપર નિર્ભર છે અને ભાવનાશુદ્ધિ આહારશુદ્ધિના આધારે રહે છે. લોટ, સુખડી વગેરે જે વસ્તુનો કાળ થઈ ગયો હોય, અગર કાળ દરમ્યાન પણ જેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અનિષ્ટ થઇ ગયા હોય તે ચલિતરસ કહેવાય છે. કાચા દહીં, દૂધ, છાશ, શ્રીખંડ સાથે કઠોળ અથવા કઠોળવાળી વસ્તુઓનો સંયોગ કરવામાં આવે તે વિદલ કહેવાય છે. વિદલા વડે બેઇનિદ્રય જીવોની વિરાધના થતી હોવાથી તે અભક્ષ્ય છે. હાલ શહેરોમાં શોખથી અને ગામડામાં અજ્ઞાનતાથી ચલિતરસ, વાસી અને વિદલનો ઉપયોગ અતિમાત્રામાં થાય છે તે સર્વથા વર્જવા યોગ્ય છે. સુકવણીમાં પણ પાછળથી ઘણી જીવાત વગેરે થાય છે અને તે માટેના આરંભનો પાર નથી માટે પાપભીરૂ આત્માઓએ તેના વિના ચલાવતાં શીખવું જોઈએ. શ્રીખંડ, કેરીના રસમાં ઠારવામાં અને પાણી વગેરેમાં બરફનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે, કોલ્ડડ્રીન્કસ (ઠંડા પીણાં) થી આગળ વધી માંસ-મદિરાના પદાર્થોનો પ્રચાર પણ ચેપી રોગની જેમ વધતો જાય છે. સુજ્ઞ જૈન-જૈનેતરોએ પોતાના તેમજ પોતાની પ્રજાના કલ્યાણ માટે આ બધી વસ્તુઓ અવશ્ય છોડવી જ જોઇએ. અભક્ષ્યના સેવનથી જીવહિંસાનું પાપ ફેલાય છે. ભારતનું અહિંસાપરાયણ માનસ પલટાવીને, માંસભક્ષણાદિના પ્રચારોથી હિંસા પરાયણ બનાવાઈ રહ્યું છે, તેનાથી બચાવનાર ધર્મના નિયમોને માન આપવાની દરેક મનુષ્યની પવિત્ર ફરજ છે. ૩૫. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ અણાહારી વસ્તુઓ કોઇ ખાસ કારણસર પચ્ચક્ ખાણ થઇ ગયા પછી તે જ તપશ્ચર્યા. દરમ્યાન અણાહારી વસ્તુ દવા તરીકે વાપરવી પડે ત્યારે દિવસ દરમ્યાન ઓછામાં ઓછું મુઠસી પચ્ચકખાણ કરીને પછી જ તેનો ઉપયોગ કરી શકાય છે, અને ઉપયોગ કર્યા પછી બે ઘડી સુધી પાણી ન વપરાય તેનું ખાસ ધ્યાન રાખવું. જરૂર પડે તો અણાહારી દવા રાત્રે પણ ઉપયોગમાં લેવાય છે. અણાહારીનાં પ્રચલિત નામો ૧. અગર ૧૫. ચૂનો. ૨. અફીણ (ઔષધ રૂપેજ) ૧૬. ઝેરી ગોટલી ૩, અતિવિષની કળી. ૧૭. ટંકણખાર ૪. અંબર . ૧૮. તગર ૫. એળીઓ ૧૯. ત્રિફળા. ૬. કસ્તુરી ૨૦. બાવળા ૭. કડું ૨૧. બુચકણા ૮. કરીયાતુ ૨૨. મલયાગરૂ ૯. કંદરૂ ૨૩. લીમડાના પાંચ અંગા છાલ-મૂળ-કાષ્ઠ-પત્ર-મોર ૧૦. ખારો ૨૪. વખમો ૧૧, ખેરસાહ ૨૫. સુખડ ૧૨. ગળો. ૨૬. સુરોખાર ૧૩. ઘોડાવજ ૨૭. દાડમની સૂકી છાલા ૧૪. હળદર ૨૮. ઝીણી હીમેજ તદુપરાંત જે વસ્તુનો સ્વાદ ન હોય, બેસ્વાદ હોય, અતિ કડવી હોય, પેટ પુરતું વાપરી ન શકાય, તે વસ્તુ અણાહારી સમજવી. ૩૬ For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ મીઠાઇ અને કાળ સંબંધી સમજૂતી કાળની મર્યાદા|મીઠાઇનો કાળ |પાણીનો કાળ કા. સુ. ૧૫ થી |૧ માસ ૪ પ્રહર ફા. સુ. ૧૪ (શિયાળો) ફા. સુ. ૧૫ થી ૨૦ દિવસ અ. સુ. ૧૪ (ઉનાળો) અ. સુ. ૧૫ થી ૧૫ દિવસ કા. સુ. ૧૪ (ચોમાસું) પચ્ચક્ખાણો નમુક્કારસહિયં પોરિસિ સાઢ પોરિસિ પુરિમુદ્ધ અવર્ડ્ઝ ૫ પ્રહર ૩ પ્રહર પચ્ચક્ખાણ સંબંધી સમજુતી કાળનું પરિમાણ સૂર્યોદય પછી ૨ ઘડી૪૮ મિનિટ સૂર્યોદય પછી એક પ્રહર સૂર્યોદય પછી દોઢ પ્રહર સૂર્યોદય પછી બે પ્રહર= દિવસનો અડધો ભાગ સૂર્યોદય પછી ત્રણ પ્રહર વિશેષ નોંધ ૩૭ કામળીનો કાળ સૂર્યાસ્ત પહેલાંની ૪-ઘડીથી પછીના સૂર્યોદય પછીની 99 For Personal & Private Use Only "" ૪ ઘડી ૨-ઘડી ૬-ધડી વિશેષ સમજ સૂર્યોદય પહેલાં લેવું અને બે ઘડી પછી પાળવું, પાળતાં મુઠ્ઠીવાળી ત્રણ નવકાર ગણવા. સૂર્યોદય પછી સૂર્યાસ્ત સુધીનો જે કાળ થાય તેનો ચોથો ભાગ તે એક પ્રહર કહેવાય Page #45 -------------------------------------------------------------------------- ________________ ( ૮. અર્નથદંડ વિરમણ વ્રત ) 'आर्तरौद्रमपध्यानं, पापकर्मोपदेशिता। સિપારિદ્રાને ૨, પ્રમાદ્વાર તથા // ૭૩ '' યો. શા. ત્રિ. પ્ર. ‘આર્તધ્યાન, રૌદ્રધ્યાન, પાપકર્મોપદેશ, હિંસાકારી વસ્તુઓનું પ્રદાન તથા નાટક-ચેટકાદિ પ્રમાદાચરણ રૂપ અનર્થદંડનો ત્યાગ કરો.' [ સ્વરૂપ ] સ્વ, કુટુંબ, કુટુંબની પ્રતિષ્ઠા આજીવિકા, સ્થાવર-જંગમ મિલ્કત, શાખ, જ્ઞાતિ, વગેરે તરફની વ્યાપક ફરજો -કર્તવ્યો વગેરેને લગતા પ્રયોજનને ઉદ્દેશીને ગૃહસ્થને ન છૂટકે જે આરંભ વગેરે પાપ કરાય છે તે અર્થદંડ છે. પરંતુ એવા પ્રયોજન વિના જે નકામું આચરણ કરવું, તેને માટે મન-વચન-કાયાની અમર્યાદિત પ્રવૃત્તિ કરવી, ખોટા વિચારો, અતિ વાચાળપણું, અયોગ્ય દાક્ષિણ્યતાનો અને કુતૂહલ પ્રમાદથી જે પણ કરાયા તે અનર્થદંડ છે. | વિકલ્પો ૧. લોટરી, સટ્ટો, સીનો, વાયદા, જુગાર, આદિની પ્રવૃત્તિ કરીશ નાહ. પાના, બીઝીક, ચોપાટ, શતરંજ વગેરે ખેલીશ નહિ. સંસારમાં આવી પડતી વિપત્તિઓમાં પણ તીવ્ર -અશુભ ભાવો-સંકુલેશ કરીશ નહિ. ધન, સંપત્તિ આદિ નિમિત્તક મોટા ઝગડા ફલેશ કંકાસ કરીશ નહિ. જવાબદારી સિવાયના અધર્મના સલાહ-સૂચનો કોઇને આપીશ નહિ. ટી.વી., સિનેમા, ફિલ્મ, પ્રોગ્રામો, મેચ, કુસ્તી, વગેરે મનોરંજનો જોઇશ નહિ. સ્વીમીંગ, સ્કેટીંગ, સ્કેચીંગ, ક્રિકેટ, આવી અનેક રમતોમાંથી બધી/અમુક રમતોનો ત્યાગ કરીશ. સમય શકિતની બરબાદી થાય એ રીતે ટોળટપ્પા મારવા કે ચોવટ કરવી, નિંદા, કુથલી 'ગેરે ફરી હિ બિનજરૂરી છાપા/ મેગેઝીન/ નોવેલો, લેખો/વાર્તાઓ વાંચીશ નહિ. | sn x joi ý ; ; ૩૮. For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૦. ( ૧૧. નિરર્થક વિવાહ / ધંધા/સાંસારિક કાર્યોમાં સલાહ આપીશ નહિ. વર્તમાનકાળમાં નાસ્તિકતા પોષક અને મહાહિંસક શિક્ષણ અને વિજ્ઞાન આદિ અનેક વસ્તુઓના વખાણ કરીશ નહિ. ૧૨. ક્રીડા ખાતર કૂતરાં, બિલાડા વગેરે હિંસક પ્રાણીઓ લડાવવા નહિ કે પાળવા નહિ. ૧૩. ઘરકાર્ય તથા સ્વ-જાનમાલનું રક્ષણ આદિ હેતુ વિના શસ્ત્ર-સરંજામ ન રાખવા. જો તે રાખેલા હોય તો કોઇને આપવા નહિ અને જયાં ત્યાં રખડતા મૂકવા કે ભૂલી જવા નહિ. ૧૪. કોઇની નિંદા અને સાતવિકથાઓ કરવી નહિ. (સ્ત્રીકથા, દેશકથા, રાજકથા, ભોજનકથા, શ્રદ્ધાભેદિની-કોઇની શ્રદ્ધા પડી જાય તેવી, ચારિત્રભેદિની-ચારિત્રમાંથી પડી જાય તેવી અને મૂદુકારુણિકી-શોક સંતાપ થાય તેવી; આ સાત પ્રકારની વાર્તાઓ ખોટા રાગ-દ્વેષ અને પતિત પરિણામને પેદા કરનાર હોવાથી ના કરવી.) તેમજ અતિનિદ્રા વગેરે પણ કરવી નહિ. ૧૫. ખોટી સલાહો આપી કોઇને લડાવવા નહિ. પૂરક નિયમો) ૧. શ્રી જિનભવનમાં વિકાસ, હાસ્ય, ઘૂંકવું, નિદ્રા, કજીયો, સાંસારિક વાતો, ચતુર્વિઘ આહાર આદિ આશાતનાઓ કરવી નહિ. ઇત્યાદિ. ખરાબ વિચાર ન કરવા. પાપનો ઉપદેશ ન આપવો. શસ્ત્ર, અગ્નિ વગેરે હિંસક સાધનો કોઇને આપવાં નહિ. અવાજ કરી કોઇને ઉઠાડવા વગેરે પ્રકારના પ્રમાદાચરણ પણ કરવા નહિ. ( જયણા ] ઘરકામ, વ્યાપાર સંબંધ અને દાક્ષિણ્યતાથી આપવું લેવું પડે તથા માનસિક ચંચળતા વગેરે કારણથી આર્તધ્યાન આદિ અશુભ ધ્યાન થાય તેની જયણા. દ છ થી ૩૯ For Personal & Private Use Only For Personal & Private Use Only www.jaine Page #47 -------------------------------------------------------------------------- ________________ જ — ( ધ્યેય ] અણુવ્રતોને ગુણ કરે છે, માટે ગુણવ્રત કહેવાય છે. તેમાં આ ત્રીજા ગુણવ્રતની શું આવશ્યકતા છે ? પ્રભુ આજ્ઞા પાળનારા મહાવ્રતધારી મુનિઓ સર્વ સંયમમાં રહીને સંપૂર્ણ અહિંસા જાળવીને તથા તપ કરીને આત્મસાધના કરી શકે છે અને સંપૂર્ણ આયુષ્ય પૂર્ણ આનંદી મન સાથે પૂરું કરે છે. તેઓ ધર્મમાં જ હોય છે એટલે અર્થમાં જ હોય છે. પરંતુ ગૃહસ્થ સંપૂર્ણ ત્યાગ ન કરી શકે તો અણુવ્રત સ્વીકારી અમુક હદ સુધી સંયમમાં આવે છે. તેથી પણ વિશેષ સંયમ માટે ગુણવ્રત સ્વીકારે છે. શ્રાવક સંસારમાં જે યથોચિત અર્થ-કામ સેવે છે તે અર્થદંડ રૂપ છે. અને તેનાથી પણ અંતે છૂટવાના ધ્યેય પૂર્વક આલોક અને પરલોકમાં મહાઅહિતકારી, બિનજરૂરી એવા અર્થકામરૂપ અનર્થદંડથી છૂટવા આ. વ્રત અનિવાર્ય છે. અતિચાર ] કંદર્પ - રાગ આદિથી કામને ઉત્પન્ન કરનાર મશ્કરી, અશ્લીલ શબ્દ, ગાળાગાળી, હાંસી કરવી તે. કૌકુચ્ય - ભમર, નેત્ર, હોઠ, નાક, પગ, હાથ, મોટું વગેરે અવયવોના વિકારગર્ભિત ચાળા કરવા તે. મૌર્ય - સંદર્ભ વિનાનો અસભ્ય, ઘણો બકવાસ કરવો તે. સંયુકતાધિકરણ -ખાંડણીયો, સાંબેલા, ધનુષ્ય-બાણ, બંદૂક-કારતુસ, હળ વગેરે હિંસક શસ્ત્રો જોડીને રાખવાં તે. ભોગાતિરિતતા - સ્નાન, ભોજન આદિ ભોગ અને ઉપભોગમાં જોઇએ તેનાથી વધુ વસ્તુ લેવી, કે જે આપવા વગેરેથી વિરાધના થાય તે. આ પાંચેય અતિચારનો સમજીને ત્યાગ કરવો. (વિશેષ નોંધ) ૪૦ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ( ૯. સામાયિક વ્રત ) ‘‘सामायिकव्रतस्थस्य, गृहिणोऽपि स्थिरात्मनः । चन्द्रवतंसकस्येव, क्षीयते कर्मसंचितम् ।। ८३ ।। યો. શા. ત્રિ . પ્ર. શ્લોક - ચંદ્રાવતંસક ની માફક સામાયિક વ્રતમાં રહેલા સ્થિરાત્મા ગૃહસ્થનો પણ કર્મસમૂહ ક્ષય પાસે છે. સામાયિક જીવ અને કર્મને છુટાં પાડનારી શલાકારૂપ છે. આથી ગૃહસ્થ વધારાનો જે સમય મળે અગર મેળવીને પણ તેનો ઉપયોગ સામાયિક સાધવામાં કરે. ( [ સ્વરૂપ ] સાવઘવ્યાપારનો ત્યાગ કરી વિરતિભાવને ધારણ કરવાની જે બે ઘડીના નિયમપૂર્વકની ઈરિયાવહી આદિ વિધિથી ક્રિયા કરવી તેનું નામ સામાયિક છે. તેમાં ચરવળો, મુહંપત્તિ, કટાસણું અને પહેરવાનું વસ્ત્ર આ ઉપકરણો અવશ્ય જોઇએ. તેની દ્રષ્ટિપડિલેહણા કરવી જોઇએ. સામાયિકમાં કાંડા ઘડીયાળ કે વાલની વીંટી વગેરે અલંકાર પહેરવા ન જોઇએ. ( વિકલ્પ ૧. રોજ _ _ સામાયિક કરવી. મહિનામાં સામાયિક કરવી. વર્ષમાં _ સામાયિક કરવી. જીવનપર્યતા _સામાયિક કરવી. પૂિરક નિયમો સાંજ-સવારના પ્રતિક્રમણ કરવું. સામાયિકમાં મૌન રહેવું, સ્વાધ્યાય કરવો, કાઉસ્સગ્ન અથવા નવકારવાળી ગણવી. ૩. માંદગી આદિ કારણ વિના ભીંત વગેરેનો ટેકો ન લેવો. ( જયણા ] અશકિત, માંદગી, ચિત્તની વિકળતા આદિ કારણે સામાયિક ના થાય અગર તેમાં પ્રમાદ થાય તેની જયણા. ૪૧ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ધ્યેય શ્રાવક જીવનનું સર્વશ્રેષ્ઠ અનુષ્ઠાન સામાયિક છે, જેમાં દેશથી વિરતિનો આસ્વાદ માણવાનો છે, જે સાધુ જીવનની નજીક લઇ જનાર અનુષ્ઠાન છે, જેમાં કરણ અને કરાવણથી શ્રાવકને દુનિયાભરનાં પાપોંનો ત્યાગ થાય છે અને સ્વાઘ્યાય આદિ કરવાથી શુભભાવોની વૃદ્ધિ થાય છે. અતિચારો | ૧. ૨. 3. ૪. ૫. ૧. ૨. 3. ૪. ૫. ૬. ૭. મનોદુપ્રણિધાન - મનમાં કુવિકલ્પો કરવા. વચનદુપ્રણિધાન - સાવદ્ય કઠોર વચન બોલવા. કાયદુપ્રણિધાન - કાયા અજયણાથી હલાવવી, નિદ્રા કરવી. અનવસ્થાન - નિયત સમયે સામાયિક ન કરવું. સમય પહેલાં પાળવું. સ્મૃતિવિહીન - સામાયિકનો સમય જોવાનો રહી જાય, પાળવાનું રહી જાય. સામાયિકના દોષો પ્રથમ મનના દશ દોષ અવિવેક - સામાયિકમાં સર્વ ક્રિયા કરે, પણ વિવેક રહિતપણે કરે, મનમાં એમ વિચારે કે સામાયિક કર્યાથી કોણ તર્યું છે ? એવા કુવિકલ્પ કરે તે. યશવહિ - સામાયિક કરીને યશકીર્તિની ઇચ્છા કરે તે. ધનવાંછન - સામાયિક કરી તેમાંથી ધન મેળવવાની ઇચ્છા રાખે તે. ગર્વોષ - સામાયિક કરીને મનમાં અભિમાન કરે કે હું જ ધર્મી છું, ન સારી રીતે સામાયિક કરતા આવડે છે, બીજા મૂર્ખ લોકોને શી ગમ પડે, એવું વિચારે તે. ભયદોષ - લોકોની નિંદાથી ડરીને સામાયિક કરે તે. નિદાનદોષ - સામાયિક કરીને નિયાણું કરે કે આ સામાયિકના ફળથી મને ધન, સ્ત્રી, પુત્ર, રાજય, ઇન્દ્ર, ચક્રવર્તી આદિની પદવી મળે તો સારું. સંશયદોષ - સામાયિક કરે પણ મનમાં સંશય રહે કે કોણ જાણે સામાયિકનું શું ફળ હશે ? આગળ જતાં એનું ફળ મળશે કે નહિ એવી શંકા રાખે તે. ૪૨ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૮. ૯. ૧૦. ૧. ૨. 3. ૪. ૫. ૬. ૭. સંક્ષેપ - સામાયિકમાં સૂત્રપાઠ સંક્ષેપથી કરે. અલંકાર પાઠાદિ યથાર્થ કહે નહિ તે. કલહ - સામાયિકમાં સધર્મી સાથે કલહ કરે તે. વિકથા - સામાયિકમાં રાજકથા, દેશકથા, સ્ત્રીકથા, ભક્તકથા કરે તે. ૮. હાસ્ય - સામાયિકમાં બીજાની હાંસી મશ્કરી કરે તે. ૯. અશુદ્ધ પાઠ - સામાયિકમાં સૂત્રપાઠ શુદ્ધ બોલે નહિ, સંપદાહીન, હ્રસ્વ-દીર્ઘનું ભાન રાખ્યા વિના, માત્રા હીન-અધિક કરીને પાઠ ઉચ્ચારે તે. ૧૦. ૧. ૨. કષાયદોષ - સામાયિકમાં કષાય કરે અથવા ક્રોધયુક્ત મન છતાં સામાયિક કરે તે. 3. ૪. અવિનય -વિનયરહિતપણે સામાયિક કરે તે. અબહુમાન - બહુમાન, ભક્તિભાવ, ઉત્સાહપૂર્વક સામાયિક ન કરે તે. વચનના દશ દોષ કુવચન - સામાયિકમાં કુવચન, કર્કશ વચન બોલે તે. સહસાત્કાર - અવિચાર્યું ઉપયોગ વિના સામાયિકમાં બોલે તે. અસરોપણ- સામાયિકમાં કોઇને ખોટું આળ દે. નિરપેક્ષ વાકય - સામાયિકમાં સારની અપેક્ષા રાખ્યા વિના પોતાની મરજી પ્રમાણે બોલે તે. મૂણ - સામાયિકમાં પ્રગટ સ્પષ્ટ અક્ષરોચ્ચાર ન કરે, માખીની પેઠે ગણગણાટ કરી પાઠ પૂરો કરે તે. કાયાના બાર દોષ આસન -સામાયિકમાં પગ ઉપર પગ ચઢાવીને બેસે અથવા વસ્ત્ર વડે બાંધીને બેસે તે. ચલાસન - આસન સ્થિર રાખે નહિ, ઉપયોગ વિના જતનરહિત આસન ફેરવ ફેરવ કરે તે. ચલ દ્રષ્ટિ - ચપળપણે ચારે દિશાએ ચકિતમૃગની પેઢે નેત્રો ફેરવે તે. સાવધક્રિયા કાયા વડે કાંઇ સાવદ્યક્રિયા કરે અથવા ૪૩ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ - ગર સાવધક્રિયાની સંજ્ઞા ફરે તે. ૫. આલંબન - ભીંત, થાંભલા, પ્રમુખનું ઓઠું લઇને બેસવું તે, કેમ કે પૂંજયા વિનાની દિવાલે પીઠ દેવાથી તેના પર બેઠેલા જીવોનો ઘાત થાય, વળી નિદ્રા પણ આવે. આકુંચન પ્રસારણ - સામાયિક લીધા પછી પ્રયોજન વિના હાથ સંકોચે, લાંબા કરે છે. પ્રયોજન પડે તો પૂંજી પ્રમાર્જીને તેમ કરે. આલસ્ય - સામાયિકમાં આળસ મરડે, કમ્મર વાંકી કરે, પ્રમાદ સેવે તે. મોટન - સામાયિકમાં આંગળી પ્રમુખને વાંકી કરી ટાંચણા પાડવા તે. મલ - સામાયિકમાં મેલ, નખ ઉતારે, ખંજવાળે (ખરજ સહન ન થાય તો પૂંજી પ્રમાર્જીને જતનપૂર્વક કરે) ૧૦. વિમાસણ - સામાયિકમાં હાથનો ટેકો દે અથવા ગળામાં હાથનો ટેકો દઇને બેસે છે. નિદ્રા - સામાયિક લઇને ઊંઘે તે. આચ્છાદન - ટાઢ ઘણી વાવાથી પોતાના બધાં અંગોપાંગ વસ્ત્રોથી ઢાંકવાં તે. (વિશેષ નોંધ) ૮. ( ૧૦. દેશાવગાસિક વ્રત ‘‘ટિવ્રતે પરિમા ય, ત્તસ્ય સંક્ષેપvi પુન: | दिनरात्रौ च देशाव, -काशिकव्रतमुच्यते ।। ८४ ॥' યો. શા. ત્રિ પ્ર. સ્વરૂપ છે જીવનમાં ગ્રહણ કરેલ દિશા પ્રમાણ અને ઉપલક્ષણથી સર્વ પ્રતા પ્રમાણનો સંક્ષેપ કરવો તેના માટે ચૌદ નિયમ ધારવા અને સંક્ષેપવો તેને દેશાવગાસિક વ્રત કહેવાય છે. તેનાથી આરંભના વિસ્તૃત પ્રદેશથી સંક્ષિપ્ત છે ૪૪ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ 'પ્રદેશમાં આવી જવાય છે.ગૃહ, વ્યાપાર, આરંભ સમારંભ છોડીને એકાસણું, આયંબિલ, ઉપવાસ આદિ તપપૂર્વક દિવસમાં આઠ સામાયિકમાં કરાય છે. તથા બે ટાઇમ પ્રતિક્રમણ અને પચ્ચકખાણ પારવાની વિધિ કરવાની હોય છે. ( વિકલ્પ વર્ષમાં દેશાવગાસિક કરીશ. જીવનમાં દેશાવગાસિક કરીશ. ( જયણા ) માંદગી આદિના કારણે ન થઈ શકે તેની જયણા. ( દયેય | વિરતિધર્મની વધુ નજીક જવા માટેનું આ વ્રત છે. દરેક વ્રતનો સંક્ષેપ કરવા પૂર્વક આનંદ કામદેવ આદિ શ્રાવકની જેમ સંવાસાનુમતિની ઉચ્ચ ભૂમિકાએ પહોંચવાનું ધ્યેય રાખવું. અતિચાર | આનયન પ્રયોગ - ધારેલ દિશાના પ્રમાણથી અધિક ભૂમિમાંથી ! વસ્તુ મંગાવવી. પ્રેષ્યપ્રયોગ - ધારેલ દિશાના પ્રમાણથી અધિક ભૂમિમાં વસ્તુ મોકલવી. શબ્દાનુપાત - ધારેલ દિશાના પ્રમાણથી અધિક ભૂમિમાં સ્વકાર્ય માટે ખાંસી વગેરે શબ્દથી જણાવવું રૂપાનુપાત - ધારેલ દિશાના પ્રમાણથી અધિક ભૂમિમાં સ્વકાર્ય માટે પોતાના શરીરને બતાડવું. પુદ્ગલપ્રક્ષેપ - ધારેલ દિશાના પ્રમાણથી અધિક ભૂમિમાં સ્વકાર્ય માટે કાંકરા વગેરે નાખવું. વિશેષ નોંધ) ૪૫ For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ % - ૧૧. પૌષધવ્રત ) 'गृहिणोऽपि हि धन्यास्ते, पुण्यं ये पौषधव्रतम् । दुष्पालं पालयन्त्येव, यथा स चुलनीपिता ।। ८६ ।।'' યો. શાં, ત્રિ . પ્ર. તે ગૃહસ્થો ધન્ય છે કે જે દુષ્પાલ્ય એવા પૌષધવ્રતને પાળે છે, જેમાં ચુલનીપિતાએ પાળ્યું. ( સ્વરૂપ છે ધર્મની પુષ્ટિ કરે તે પૌષધ. તેના ચાર પ્રકાર છે. (૧) આહાર પૌષધ - તે દેશથી અને સર્વથી છે. દેશથી, એટલે એકાસણું, નીવિ, આયંબિલ, તિવિહારઉપવાસ સહિત દિવસ કે રાત્રીનો પૌષધ અને સર્વથી એટલે ચોવિહાર ઉપવાસ અને આઠ પ્રહરનો પૌષધ. શરીરસત્કાર પૌષધ - સર્વથી સ્નાન વિલેપનાદિ શોભા કરવી નહિ. બ્રહ્મચર્ય પૌષધ - સર્વથી બ્રહ્મચર્ય પાળવું.. (૪) અવ્યાપાર પૌષધ - સાંસારિક વ્યાપારાદિ કરવાનો સર્વથા ત્યાગ. વિકલ્પ છે (૧) જીવનભર, દર વર્ષે પૌષધ કરીશ. _ વર્ષ દર વર્ષે _ પૌષધ કરીશ પૂિરક નિયમો પૌષધમાં દિવસે સૂવું નહિ, રાત્રે પણ અમુક કલાકથી વધારે સૂવું નહિ, પૂજવા-પ્રમાર્જવાનો, બોલતાં મુહપત્તિનો ખાસ ઉપયોગ રાખવો. (૨) સંથારામાં સંથારા ઉત્તરપટ્ટા સિવાયની વસ્તુ શરીરની સુખશીલતા માટે વાપરવી નહિ. (૩) દિવસના સ્વાધ્યાય,કાઉસ્સગ્ગ, નવકારવાળી ગણવી તથા મીના રાખવું. (૪) પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિમાં સતત પ્રયત્નશીલ રહેવું. જુદ છે : ૪૬ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧. સં જે ક જયણ માંદગી આદિના કારણે ન થઇ શકે તો જ્યણા. ( અતિચારો ) અપ્રતિલેખિત અથવા દુષ્પતિલેખિત શય્યાસંસ્તારક - શય્યામકાન, સંસ્મારક- પીઠ ફલકાદિ ઉપધિ, દ્રષ્ટિથી બિલકુલ અથવા બરાબર ન જોવાં તે. અપ્રમાર્જિત અથવા દુષ્પમાર્જિત શય્યા :- શય્યા વગેરે સર્વ રજોહરણથી બિલકુલ અથવા બરાબર ન પૂંજવા તે. અપ્રતિ. દુષ્પતિ ઉચ્ચાર - પ્રશ્રવણ ભૂમિ - સ્થંડિલ માત્રાની જગ્યા ઉપર પ્રમાણે ન જોવી તે. અપ્રમા૦ દુષ્પમાત્ર ઉચ્ચારઃ- ચંડિલ માત્રાની જગ્યા ઉપર પ્રમાણે યોગ્ય ન પૂંજવી તે. પૌષધવિધિ - વિપરીતતાઃ-પૌષધવિધિનું પાલન બરાબર ન કરવું, પૌષધ મોડો લેવો - વહેલો પાળવો, ઇત્યાદિ. - પૌષધવ્રતના અઢાર દોષો પૌષધમાં વ્રતી સિવાયના બીજા શ્રાવકનું આણેલું પાણી પીવું. પૌષધ નિમિત્તે સરસ આહાર લેવો. પૌષધ કરવાના આગલા દિવસે ઉત્તરપારણામાં વિવિધ પ્રકારે સ્વાદિષ્ટ પદાર્થોનો સંયોગ મેળવીને આહાર કરવો. પૌષધમાં અથવા પૌષધ નિમિત્તે આગલા દિવસે દેહવિભૂષા કરવી. પૌષધ નિમિત્તે વસ્ત્રાદિક ધોવાં કે ધોવરાવવાં. પૌષધ નિમિત્તે આભૂષણ ઘડાવી પહેરવાં. સ્ત્રીએ પણ સૌભાગ્યનાં ચિહન સિવાય ઘરેણાં પહેરવાં. પૌષધ નિમિત્તે વસ્ત્ર રંગાવીને પહેરવાં. પૌષધમાં શરીર ઉપરનો મેલ ઉતારવો. ૯. પૌષધમાં અકાળે શયન કરવું, નિદ્રા લેવી. પૌષધમાં સારી કે નઠારી સ્ત્રીસંબંધી કથા કરવી. ૧૧. પૌષધમાં આહારને સારો-નઠારો કહેવો. ૧૨. પૌષધમાં સારી કે નઠારી રાજકથા કે યુદ્ધકથા કરવી. નં કે ૮. 2 ) ૪૭ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૬. ૧૩, પૌષધમાં દેશકથા કરવી. ૧૪. પૌષધમાં પૂંજયા કે જોયા વિના લઘુનીતિ (મૂત્ર)- વડીનીતિ | (ઝાડો) પરઠવવા. ૧૫. પૌષધમાં બીજાની નિંદા કરવી. પૌષધમાં માતા, પિતા, ભાઇ, સ્ત્રી, વગેરે સંબંધીઓ સાથે | વાર્તાલાપ કરવો. ૧૭. પૌષધમાં ચોરની કથા કરવી. ૧૮. પૌષધમાં સ્ત્રીનાં અંગોપાંગ નીરખીને જોવાં. ઉપરના દોષો પૌષધમાં જરૂર ટાળવા પ્રયત્ન કરવો તેમજ તેમાંથી જેટલા દોષો ત્યજાય તેટલા ત્યજવા અને જે કોઇ દોષો લાગે તેને સારા જાણવા નહિ. પૌષધવ્રતના આ પાંચ અતિચારો પણ ટાળવા. વાસક્ષેપ પૂજા | કરીને પૌષધ લેવાનું પ્રતિમાઘર શ્રાવક માટે આવશ્યક છે. બીજાઓ પૂજા કર્યા વિના પણ તે લઇ શકે છે, જેથી સવારે પ્રતિક્રમણ સાથે વહેલો પૌષધ લેવો જોઇએ. ( ધ્યેય ] ધર્મના પોષને (પુષ્ટિને) ધ એટલે ધારણ કરે તે પૌષધ. શાસ્ત્રમાં સર્વવિરતિનો અપરંપાર મહિમા ગાતાં જણાવ્યું છે કે ભાવ વિરતિધરની બે ઘડીની આરાધના પાસે ભાવશ્રાવક (આનંદ શ્રાવક, કામદેવ શ્રાવક કે પુણિયા શ્રાવક)ની આખી જીંદગીની આરાધનાની પણ તુલના ન કરી શકાય, તેનું કારણ શું? વિરતિ એ મોક્ષનો શુદ્ધભાવ છે. તેના રસાસ્વાદ પાસે ઇન્દ્રો કે ચક્રવર્તીનાં સુખો પણ સાવ તુચ્છ છે. એવી આ સર્વવિરતિના કણિયાનો આંશિક રસાસ્વાદ (સેમ્પલ) ચખાડવા ભગવાને સંસારમાં અતિવ્યસ્ત એવા રાજા-મહારાજાઓને પણ સરળ એવું આ પૌષધવ્રત બતાવેલ છે, જે તમે દુનિયામાં દીવો લઇને ગોતવા જાવ તો પણ મળવું અશકય છે. આ વ્રતથી શ્રાવકો ઘણા અંશે સાધુપણાની નજીક આવી થોકબંધ કર્મની નિર્જરાપૂર્વક પુણ્યનો સંચય કરી પોતાનો મોક્ષ સુનિશ્ચિત કરી શકે ४८ રી For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ યા. શા. ત્રિ . પ્ર. જુઓ, સંગમ નામનો ભરવાડ છોકરો મુનિદાનના પ્રભાવથી વિસ્મય પમાડનારી સંપત્તિને પામ્યો. ૧. ૨. ૧૨. અતિથિસંવિભાગ વ્રત વય સમજો નામ, સંપતું વત્સપાઇ । ચમત્કારી પ્રાપ, મુનિદ્રાનપ્રમાવતઃ ।। ૮૮ ।। સ્વરૂપ આઠપ્રહરનો ચોવિહાર ઉપવાસવાળો પૌષધ કરીને પારણે એકાસણાનું પચ્ચખાણ કર્યું હોય, સાધુ કે સાધ્વીને સુપાત્રદાન કરી અને તેમનો યોગ ન હોય તો સાધર્મિકને જમાડીને ભોજન કરે અને તેમણે જે ગ્રહણ કર્યુ તે પોતે વાપરે. 3. વિશેષ નોંધ જીવનભર / વિકલ્પો વર્ષમાં અતિથિસંવિભાગ વ્રત કરીશ. અતિથિસંવિભાગ વ્રત કરીશ. વર્ષ સુધી. પૂરક નિયમો સુપાત્રમાં દાનભકિતના હંમેશાં ખપી રહેવું, તેનો લાભ ન મળે તે દિવસે અમુક ચીજનો ત્યાગ કરવો. શ્રી જિનેશ્વર ભગવંતની નૈવેદ્ય પૂજામાં પોતાને વાપરવાના ભોજનનો થાળ હંમેશાં યતનાથી ચઢાવવો. આશ્રિત, સ્વજનાદિ, સીદાતા સાધર્મિક અને દીન, અનાથ, યાચક વગેરેને યથાયોગ્ય સંતોષીને જમવું. ૪ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ જયણા શારીરિક અસમાધિ આદિ કારણે જયણા. ( દયેય | જીવને અનાદિથી ‘લેવાની' મોહસંજ્ઞા લાગેલી છે. આ વ્રતથી ‘દેવાની’ ધર્મસંજ્ઞા કેળવીને ‘લેવાની' મોહસંજ્ઞાનો નાશ કરવો. લક્ષ્મી વગેરે પુણ્યાધીન, પરિણામે નાશવંત છે. તેનો સુપાત્રની ભકિત અર્થે, સદ્ધર્મ ક્ષેત્રોની ઉન્નતિ અર્થે, દીન-હીનાદિની અનુકમ્પા અર્થે, આપત્તિમાં પડેલાનો ઉદ્ધાર કરવા અર્થે ત્યાગ કરવામાં ઉદાર બનવાનું ધ્યેય રાખવું. [ અતિચાર ૧. સચિત્તનિક્ષેપ - નહિ દેવાની બુદ્ધિથી દેવાની વસ્તુ, સચિત્ત વસ્તુ ઉપર મૂકવી તે. સચિત્તપિધાન - દેવાની વસ્તુ, સચિત્ત વડે ઢાંકવી તે. પરવ્યપદેશ - પોતાની વસ્તુ પારકી અથવા પારકી વસ્તુ પોતાની કહીને આપવું તે. સમત્સરદાન - ગુસ્સો કે અવજ્ઞા કરીને આપવું કે પરની ઇર્ષ્યાથી આપવું તે. ૫. કાલાતિક્રમ - સમય વીત્યા પછી કે પહેલાં “નહિ લે’ એમ માની સાધુ-સાધ્વીને નિમંત્રણ કરવું તે.. આ પાંચેય અતિચારો ટાળીને પૂ. સાધુ-સાધ્વીને દાન દેવાનો પ્રયત્ન કરવો. ગુણવાનની પૂજા રૂપે આ વ્રત ગુણોના ખપી આત્માઓને ગુણાનુરાગની વૃદ્ધિ અર્થે અવશ્ય આદરણીય છે. વિશેષ નોંધ] પ૦ For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ પરમાર્હત્ શ્રી કુમારપાલ મહારાજનાં શ્રાદ્ધવ્રતો અને શાસનભકિતનાં સત્કાર્યો. પૂ. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજના ઉપદેશથી ચૌલુકયચૂડામણી ગુર્જરેશ્વર શ્રી કુમારપાલ મહારાજાએ સમ્યક્ત્વમૂલ દ્વાદશવ્રત શ્રી સંઘ સમક્ષ વિધિપૂર્વક આડંબરથી ઉચ્ચાર્યા હતાં. તેઓએ શિકારાદિ સપ્ત દુર્બસનોને આખા રાજયમાંથી દેશવટો આપ્યો હતો, રાજ્યમાં અવારસી મિલકતો લેવાનો ચાલ્યો આવતો ધારો રદ કર્યો હતો, અઢારે દેશમાં હિંસાનું નિવારણ કરાવ્યું હતું અને સં. ૧૨૧૬ ના માગશર સુદ ૨ ને દિવસે શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ હસ્તક શ્રી અરિહંતદેવ સમક્ષ ધર્મરાજપુત્રી શ્રી કૃપાસુંદરીનું પાણિગ્રહણ કર્યું હતું. (જુઓ, શ્રી કુમારપાલ પ્રબંધ પૃ. ૬૭/૨) કૃપાસુંદરીની પ્રેરણાથી તેમણે આધ્યાત્મિક રણક્ષેત્રમાં ધર્મરાજના દુશ્મન મોહરાજને હરાવી ભગાડડ્યો હતો અને શ્રી ધર્મરાજનો પુનઃ રાજયાભિષેક કર્યો હતો. ‘પરનારી સહોંદર, “શરણાગત વજપંજર,” ‘વિચાર ચતુર્મુખ,’ ‘જીવદયા પ્રતિપાલ,’ ‘પરમાહત,’ ‘ધર્માત્મા,” ‘રાજર્ષિ, ઈત્યાદિ અનેક બિરુદો આ પુણ્યશાલી રાજવીને તેમની અદ્ભૂત ધર્મપરાયણતાથી શ્રી ગુરૂમહારાજાદિએ આપ્યાં હતાં. પચાસ વર્ષની વયે સં. ૧૧૯૯માં શ્રી કુમારપાલ રાજ્યપામ્યા હતા. (જુઓ, શ્રી કુમારપાલ પ્રબંધ પૃ. ૩૪/૧) તે પછી કેટલોક કાળ ગયા બાદ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજાના ઉપદેશથી સ્થિર બનીને વૃદ્ધાવસ્થામાં તેઓ ધર્મ પામ્યા. તેમનો વંશપરંપરાગત ધર્મ શૈવ હતો. તેનો ત્યાગ કરવા માટે બ્રાહ્મણ આદિના વિરોધને તાબે નહિ થવામાં, રાજયસ્થિતિ વિપરીત હતી તેમાંય ધર્મસ્થિતિ મજબૂત કરવામાં, શ્રી કુમારપાલ મહારાજે જે જોમ દાખવ્યું હતું, તે આજે ધર્મવસ્તુમાં પગ પહોળા કરીને ઊભા રહેનાર તેમ જ બાપને કૂવો બતાવનાર નિષ્ફીવત જૈન-જૈનેતર ભલભલાને ખૂબ શિખામણ આપે તેવું છે. તેમનું સમ્યકત્વ તથા બારવ્રતો કેવાં હતાં તથા તેમણે ધર્મનાં કેવાં કાર્યો કર્યાં હતાં, તે આત્માર્થીઓને માર્ગદર્શક હોઇ નીચે આપીએ છીએ. પ૧ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ સમ્યક્ત્વ - તેમણે શ્રી અરિહંત દેવ, નિગ્રંથ ગુરુ અને કેવલી પ્રણીત ધર્મને જ, દેવ- ગુરુ અને ધર્મ તરીકે માનવાનું સ્વીકાર્યું હતું. પોતાના દેવમંદિરમાં પૂજાતી પોતાના પૂર્વજોએ કરાવેલી મહાદેવાદિની પ્રતિમાઓ તેમણે બ્રાહ્મણોને આપી દીધી હતી અને તેને સ્થાને ચોવીસ જિનપ્રતિમાઓ અને ગુરુ શ્રી હેમચંદ્રસૂરિની પાદુકા સ્થાપન કરી હતી. તેઓ શ્રી જિનપૂજા તથા ગુરુપૂજા ત્રિકાલ કરતા હતા. સવાર-સાંજ પોતાના ઘરદેરાસરમાં પુષ્પાદિથી અને મધ્યાહ્ન કાળે ૭૨ સામંતો, વામ્ભટ્ટ આદિ મંત્રીઓ તથા ૧૮૦૦ કોટ્યાધીશો સાથે આડંબરપૂર્વક અનર્ગલ દાન આપતા શ્રી ત્રિભુવનપાલ વિહારમાં અષ્ટપ્રકારી પૂજા કરતા હતા. જયાં સુધી સર્વ ઋતુનાં પુષ્પોથી પ્રભુભક્તિ કરવાનો મનોરથ પૂર્ણ ન થાય, ત્યાં સુધી તેમણે અન્ન-જલત્યાગ કરવાનો અભિગ્રહ લીધો હતો. તેનાથી શાસનદેવીએ તુષ્ટમાન થઇ, તેમના બગીચામાં હંમેશને માટે સર્વ ઋતુનાં પુષ્પો આવતાં કરી આપ્યાં હતાં. તેમને પૂ. ગુરમહારાજનાં ચરણકમલમાં વન્દન કર્યા વિના ભોજન ન કરવાનો નિયમ હતો. ચન્દન, કપૂર અને સુવર્ણ-કમલોથી તેઓ નિત્ય ગુરુપૂજા કરતા હતા. તેમણે તારક દેવ-ગુરુ-ધર્મના નિન્દકોને દંડપૂર્વક નિવાર્યા હતા અને પૂજકોને સન્માનપૂર્વક નવાજ્યા હતા. નવરાત્રીમાં રાજ્યની કુલદેવી કંટકેશ્વરીને પરાપૂર્વથી બકરાં, પાડા આદિ નો ભોગ આપવામાં આવતો હતો તે અને તેવી જ રીતરિવાજોના નામે બીજી થતી મહામિથ્યાત્વની હિંસક ક્રિયાઓ શ્રી કુમારપાળ રાજાએ બંધ કરી દીધી હતી. વિશેષમાં તેઓ દેવપૂજાના અવસરે શ્રી યોગશાસ્ત્ર અને શ્રી વીતરાગસ્તોત્ર ગ્રંથોની પણ પૂજા હંમેશાં કરતા હતા. (૧) અહિંસાવ્રત - આ વ્રતમાં મન-વચન-કાયાથી કોઇ પણ નિરપરાધી ત્રસ જીવને મારવાની બુદ્ધિથી નિરપેક્ષપણે ન મારવો- ના મરાવવો, એવો નિયમ હોય છે. શ્રી કુમારપાળ મહારાજાએ ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ, સિંધ, કોંકણ, માલવા, મેવાડ, આદિ પોતાના ૧૮ દેશોમાં અમારિ પ્રવર્તાવી હતી. જૂ, લીખ, માંકડ કે મંકોડાને પણ કોઇ મારી શકે નહિ. કાશી, ગીજની આદિ ૧૪ દેશોમાં તેમણે મિત્રાચારી આદિથી જીવરક્ષા કરાવી હતી. તેમના રાજયમાં સૈન્યના હાથી ઘોડા છે. ઉપરાંત તેઓના અંગત પાંચ લાખ ઘોડા, એક હજાર હાથી, એંશી હજાર છે પ૨ For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ "ગોધન અને પચાસ હજાર ઊંટને તથા પ્રજાનાં પશુઓને પણ ગાળેલું પાણી પાવામાં આવતું હતું. સૈન્યના ૧૧ લાખ ઘોડાઓ વગેરેના પલાણો ઉપર પૂંજણીઓ બંધાવવામાં આવી હતી. એક વખત ઘોડાનું પલાણ પૂંજીને બેસતા શ્રી કુમારપાળને જોઇને તેમના સામંતો અંદરોઅંદર હસ્યા. આ જોઇને શ્રી કુમારપાલે એક બાણપ્રહારથી સાત લોહકદાહો ભેદી બતાવીને, તેમ જ ૧૬ મણની ગુણી ઉપાડીને અહિંસાનું સામર્થ્ય દેખાડ્યું હતું. જીવદયાની દ્રષ્ટિએ કાયર બનવું એમ થતું નથી, કિન્તુ તે બળનો ઉપયોગ નિરપરાધી જીવજંતુની નિરર્થક હિંસા નહિ કરતાં તેમની રક્ષામાં કરવાનો હોય છે. જો ‘માર’ શબ્દ બોલાય, તો તેના પ્રાયશ્ચિતમાં તેઓ ઉપવાસ કરતા હતા. એક વખતે કાઉસ્સગ્નમાં પોતાના પગે મંકોડો ચોંટયો. તે જીવને દુ:ખ ન થાય તે માટે તેમણે પોતાના પગની ચામડી કાપી હતી. એક મહેશ્વરી વણિકે રાજાની આજ્ઞાવિરૂદ્ધ જઇને એક જુ મારી હતી, તેના દંડમાં તેના શરીર વગેરેને દુ:ખ નહિ આપતાં, તેની પાસેથી તેમણે જગતજીવોને અભયદાન ઉપદેશનાર શ્રી જિનેશ્વર પરમાત્માનું મંદિર બંધાવ્યું હતું. નવરાત્રીઓમાં કુલદેવીને બકરાં-પાડાંઓનું બલિદાન નહિ આપવાથી, કંટકેશ્વરી દેવીએ કોપાયમાન થઇ રાજા કુમારપાલને કષ્ટ આપ્યું તે તેમણે સહન કર્યું હતું, કિન્તુ જીવહિંસા તો તેમણે ન જ કરાવી. કંટકેશ્વરી દેવી પણ આ તપોબળને નમી પડી. અંતે જે જીવહિંસામાં રસ લેનારી આ દેવી હતી, તે અહિંસાપ્રેમી બનીને રાજયમાં કોઇ હિંસા ન કરે તેની ચોકીદાર બની. - (૨) સત્યવ્રત - બીજા વ્રતમાં “સત્ય-સરલતામાં ધર્મ છે” - એમ જાણતા શ્રી કુમારપાલ, કઠોરતા, ચાડી, ઈર્ષ્યા, અસભ્યતા, 'રાગ-દ્વેષયુકત આત્મહુતિ અને પરનિન્દાનો ત્યાગ કર્યો હતો; તેમ જ મધુર, પથ્ય, હિત અને મિત આગમાનુસારી વચન બોલવાની પ્રતિજ્ઞા કરી હતી. આથી તેમને ‘સત્યવાચા યુધિષ્ઠિર’ નું બિરુદ મળ્યું હતું. કદાચ કોઇ વખતે કોઇ પણ આકારે જો મૃષાવચન બોલાય, તો તેની શુદ્ધિ માટે વિશેષ તપ કરવાનો દંડ પણ તેમણે રાખ્યો હતો. (૩) અસ્તેયવ્રત - ત્રીજા વ્રતમાં શ્રી કુમારપાલ મહારાજાએ સંતોષ ધારણ કર્યો અને રાજયમાં લેવાતા અપુત્રીયા - બિનવારસીયા ધનનો છે પ3 For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ત્યાગ કર્યો. આ રીતિએ દર વર્ષે ૭૨)લાખની ઉપજ તેમણે જતી કરી હતી. કુબેરશેઠની છ ક્રોડ સોનું વગેરે અતુલ સંપત્તિ સાંભળવા છતાં, તે લેવાને તેઓ લોભાયા નહોતા. તેમણે પોતાના રાજયમાં અદત્ત પરધન નહિ લેવાનો નિયમ કર્યો હતો. (૪) બહ્મવ્રત - ચોથા વ્રતમાં શ્રી કુમારપાલ રાજાએ પરનારીસહોદરતા અને સ્વસ્ત્રીસંતોષનો નિયમ અંગીકાર કર્યો હતો. વ્રત ગ્રહણ કરતી વખતે રાજાને એક જ ભોપલદેવી નામની રાણી હતી. તેના મરણ બાદ ફરીથી ન પરણવાનો પણ તેમણે નિયમ કર્યો હતો. તેઓ દિવસના રોજ બ્રહ્મચર્ય પાળતા હતા અને સર્વ પર્વતિથિની રાત્રીએ પણ બહ્મચર્ય પાળતા હતા. વર્ષાઋતુમાં તેઓ મન-વચન-કાયાથી સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળતા હતા. મનથી ભંગ થાય તો ઉપવાસ, વચનથી ભંગ થાય તો આયંબિલ અને કાયાથી ભંગ થાય તો વિગઇ ત્યાગ કરવાનો તેમણે નિયમ કર્યો હતો. એમ કરીને તેમણે સર્વ દોષોનું પ્રભવસ્થાન જે મન છે, તેના ઉપર જ મોટું નિયંત્રણ મૂકયું હતું. થોડા સમય પછી રાણી ભોપલદેવી મરણ પામી, એટલે રાજાને સામન્તો અને પ્રધાનોએ ફરીથી લગ્ન કરવાનો ખૂબજ આગ્રહ કર્યો, તથાપિ તેમણે લગ્ન ન જ કર્યું. આવી તેમની નિયમદઢતા હતી. ત્યારથી તેઓએ માવજીવ બ્રહ્મચર્ય પાળ્યું હતું. આથી શ્રી કુમારપાલ મહારાજાને ‘રાજર્ષિ” એવું અજોડ બિરુદ પણ મળ્યું હતું. (૫) અપરિગ્રહવ્રત - પાંચમા વ્રતમાં કુમારપાલ મહારાજાએ ૬) ક્રોડ સુવર્ણ, ૮) ક્રોડ રૂપું, એક હજાર તોલા કીમતી મણિ, બીજું અનેક ક્રોડ દ્રવ્ય, બે હજાર કુંભ ઘી-તેલાદિ, બે હજાર ખારી અનાજની, પાંચ લાખ ઘોડા, એક હજાર હાથી અને ઊંટ, ૮૦૦૦૦) ગોધન, ઘર, દુકાન, સભા, વહાણો, ગાડાં - દરેક પાંચસો પાંચસો, ચતુરંગ સેનામાં ૧૧૦૦) હાથી, ૫૦૦૦૦) રથ, ૧૧૦૦૦૦૦) ઘોડા અને ૧૮૦૦૦૦૦) પાયદળ રાખેલ; અને મીઠું, તેલ, લોહ, ગોળ વગેરે પાપદ્રવ્યો આવે તેનો ત્યાગ કર્યો હતો. રત્ન, સુવર્ણાદિ વસ્તુઓની ઘણી વૃદ્ધિ છતાં, એ ધર્માત્માએ પોતે રાજાધિરાજ હોવા છતાં ઉપર મુજબ સ્વલ્પ પરિગ્રહ રાખ્યો હતો. પ૪ For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ (૬) દિગ્વિરતિ - આ વ્રતમાં શ્રી કુમારપાલે સર્વ ચૈત્યનાં દર્શન અને ગુરુવંદન સિવાય ચોમાસામાં પાટણના દરવાજા બહાર પણ નહિ જવાનો નિયમ રાખ્યો હતો. આ નિયમ સાંભળીને ગુજરાત ઉપર શક રાજાએ ચોમાસામાં ચઢાઇ કરી હતી. તેમાં પૂજય ગુરૂદેવના પ્રતાપે તેને શિકસ્ત મળી હતી. તે શક રાજાએ છ મહિના સુધી તેના મ્લેચ્છ રાજયમાં પણ અહિંસા પાળવાનું કબૂલ કરાવીને, પછી માનપૂર્વક છોડી દેવામાં આવ્યો હતો. (૭) ભોગોપભોગવિરતિ - આ વ્રતમાં શ્રી કુમારપાલ મહારાજાએ ભોજનથી માંસ, મદિરા, મધ, માખણ આદિ બાવીસ અભક્ષ્યોનો અને બત્રીસ અનંતકાયોનો ત્યાગ કર્યો હતો. રોગાદિ કષ્ટમાં પણ તેમણે તેની છૂટ રાખી ન હતી. પ્રભુની આગળ ન ધરવામાં આવેલાં ફળ, પુષ્પ, પત્ર, આહારાદિ વસ્તુઓ પોતે વાપરતા ન હતા. સચિત્તમાં માત્ર એક નાગરવેલનું પાન તેઓ વાપરતા હતા. દિવસમાં આઠ જ પાનબીડાંનો નિયમ તેમણે રાખ્યો હતો. ખાધાવારે સાંજે દિવસના આઠમા ભાગે તેઓ ભોજન કરી લેતા હતા. તેઓ રાત્રિએ હંમેશા ચોવિહાર કરતા હતા. ચોમાસામાં માત્ર એક ઘી વિગઇ જ તેઓ વાપરતા હતા. લીલું શાક બધું તેમણે ત્યાગ કર્યું હતું. તપનાં અત્તર અને ઉત્તર પારણા સિવાય ચાતુર્માસમાં તેઓ હંમેશાં એકાસણું કરતા હતા અને બ્રહ્મચર્ય પાળતા હતા. સર્વ પર્વતિથિઓને દિવસે સચિત્ત તેમ જ વિગઇઓ તેઓ જરાપણ લેતા ન હતા. ઘેબરના ભોજનથી તેમને માંસાહારનું સ્મરણ થતું હતું, તેથી તેનો પણ તેમણે ત્યાગ કર્યો હતો. વળી પૂર્વે બત્રીસ દાંતથી અભક્ષ્ય ખાધું હતું, જેથી તેની પાપશુદ્ધિ માટે તેમણે ચોવીસ તીર્થપતિ આદિના બત્રીસ રાજવિહારો કરાવ્યા હતા. કર્મથી તેમણે પંદર કર્માદાનોમાં અંગાર, શકટ આદિ કર્મોથી થતી આવકનો નિષેધ કર્યો હતો અને તેના પટ્ટકો પણ રદ કર્યા હતા. (૮) અનર્થદંડવિરતિ - આ વ્રતમાં તેમણે શિકારાદિ સાતેય દુર્વ્યસનોની અઢારે દેશમાં બંધી કરી હતી; તેમજ પોતે એક મહાન્ રાજવી ૫૫ For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ હોવા છતાં, પ્રમાદ, ક્રીડા, હાસ્યોપચાર, શરીરશૃંગાર, વિકથા વગેરે અનર્થદંડોનો ત્યાગ કરી ધર્મધ્યાન રૂપી અમૃતસાગરમાં મગ્ન બન્યા હતા. (૯) સામાયિકવ્રત - આ વ્રતમાં શ્રી કુમારપાલે હંમેશાં બે સામાયિક અને ઉભય ટંક આવશ્યક કરવાનો નિયમ રાખ્યો હતો. સામાયિકમાં તેઓ પૂજય ગુરમહારાજ સિવાય અન્ય સાથે બોલતા ન હતા. પાછલી રાત્રિએ સામાયિક લઇને તેઓ શ્રી યોગશાસ્ત્ર અને શ્રી વીતરાગસ્તોત્રનો પાઠ કરતા હતા. સામાયિકમાં તેઓ પડિલેહેલ વસ્ત્ર વગેરે વિધિનો ઉપયોગ કરતા હતા. (૧૦) દેશાવગાશિકવ્રત - આ વ્રતમાં શ્રી કુમારપાલ મહારાજા રાત્રિએ પોતાના મકાનમાંથી બહાર જતા ન હતા અને દિવસે પણ શ્રી જિનમંદિર તથા ઉપાશ્રયગમન સિવાય તેમણે રાજપાટ વગેરેનો ત્યાગ કર્યો હતો. (૧૧) પૌષધવ્રત - આ વ્રતમાં આ ધર્માત્મા મહારાજાએ સર્વ પર્વદિવસોએ પૌષધ કરવાનો નિયમ કર્યો હતો. પૌષધમાં તેઓ ઉપવાસનો તપ કરતા હતા, રાત્રિએ સૂતા ન હતા, શ્રી ગુરુમહારાજની વૈયાવચ્ચ કરતા હતા, પૂંજયા વિના ચાલતા ન હતા અને ઊઘાડા મુખે બોલતા ન હતા. પ્રાય: આખી રાત્રિ તેઓ ઊભા ઊભા કાઉસ્સગ્ગ કરતા હતા અને અશક્તિએ દર્ભાસને બેસી પ્રાણાયામ ધ્યાન કરતા હતા. (૧૨) અતિથિસંવિભાગવ્રત - આ વ્રતમાં ‘રાજપિંડ સાધુને કલ્પ નહિ.” આ કારણથી પુણ્યાત્મા શ્રી કુમારપાલ મહારાજાએ શ્રી ભરત મહારાજાની માફક સાધર્મિકભક્તિ કરવાનો નિયમ સ્વીકાર્યો હતો. તેમણે પોતાના રાજયમાં શ્રાવકો ઉપર લેવાતો ૭૨) લાખ દ્રવ્યપ્રમાણનો કર લેવો છોડી દીધો હતો. તેઓ સીદાતા સાધર્મિકોને રોજ એક હજાર સોનૈયાનું રોકડ ભક્તિઘન કરતા હતા. તે ઉપરાંત તેમણે દાનશાળાઓ કરાવી હતી, જ્યાં તેઓ સાધર્મિકોને ખૂબ સન્માનપૂર્વક ભક્તિથી ઘેબર આદિ ઉત્તમ 1 ભોજનો જમાડતા હતા, વસ્ત્રાદિની પ્રશસ્ત પહેરામણીઓ કરતા હતા અને છે પs For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ કુટુંબનિર્વાહ માટે ઘણું ધન પણ આપતા હતા. વળી તેમણે સાધર્મિકોને ધર્મક્રિયાઓ કરવા માટે પૌષધશાળાઓ પણ બંધાવી હતી. પારણાને દિવસે તેઓ શ્રી ત્રિભુવનપાલ વિહારમાં સ્નાત્ર અવસરે ભેગા થયેલા સર્વ સાધર્મિકોને સાથે જમાડીને જમતા હતા. ભોજન સમયે તેઓ ઢોલ વગડાવીને અનુકમ્પા-યા-દાનની પ્રવૃત્તિ પણ સેવતા હતા. દીન, દુ:ખી, દુઃસ્થિત, અનાથ, ભૂખ્યા, સૌ યાચકોને ભોજન અપાવીને તથા સર્વ રાજદ્વારો અને જવા-આવવાના માર્ગો ખૂલ્લા રખાવીને, તેઓ ધર્મયુકતા ભોજન કરતા હતા. ધર્માત્મા શ્રી કુમારપાલ મહારાજાના સદ્વ્યયો (૧) પંચમકાલના કલ્પતરુ સમાન આ રાજવીએ ચૌદસો નવીન ભવ્ય જિનમંદિરો બંધાવ્યાં હતાં, શ્રી ત્રિભુવનપાલ વિહાર બંધાવવામાં ૯૬) ક્રોડ દ્રવ્યનો વ્યય કર્યો હતો અને સેંકડો શ્રી જિનપ્રતિમાઓ પણ ભરાવી હતી, જેમાં અનેક સોના, એક અને રત્નોની પણ કરાવી હતી. અંજનશલાકા-પ્રતિષ્ઠાના મહોત્સવો પણ તેમણે ઘણા કર્યા હતા. તેમણે સોલ હજાર જિર્ણોદ્ધાર કરાવ્યા હતા. (જુઓ, શ્રી કુમારપાલ પ્રબંધ પ્ર. ૯૬/૧) તેમણે પોતાના તાબાના રાજાઓ પાસે પણ તેમના દેશોમાં શ્રી જિનમંદિરો બંધાવ્યાં હતાં. તેમણે એકવીસ જ્ઞાનભંડારો કરાવ્યા હતા; ૧૧ અંગ, ૧૨ ઉપાંગાદિ સિદ્ધાન્તોની એક એક પ્રતિ, શ્રી ત્રિષષ્ટિશલાકાપુરૂષ-ચરિત્ર, યોગશાસ્ત્ર તથા વીતરાગસ્તોત્રાદિ શાસ્ત્રોની પ્રતિઓ સુવર્ણાક્ષરે લખાવી હતી અને પૂજય ગુરુ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા જે ગ્રન્થો બનાવે તે લખાવવાનો અભિગ્રહ કર્યો હતો. ૭૦૦ લહીયાઓ રાખીને તેઓ લેખનકાર્ય કરાવતા હતા. લખતાં લખતાં તાડપત્રો જયારે ખૂટ્યાં ત્યારે ઉપવાસનું પચ્ચખાણ કરીને શ્રી કુમારપાલે પોતાના બગીચામાં ખરતાડોને હસ્તસ્પર્શ કરીને આભૂષણ પહેરાવ્યાં. તેઓની આ અડગ ધર્મશ્રદ્ધાના મહિમાથી બીજી સવારે તે સઘળાં શ્રી તાડવૃક્ષ બની ગયાં હતાં, અને એથી તાડપત્ર ઉપરનું લખાણ ચાલુ રખાવ્યું હતું. પ૭ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ તેમણે શ્રી ચતુર્વિધ સંઘપૂજામાં પણ અનેક ક્રોડ દ્રવ્યનો વ્યય કર્યો હતો, તેમજ અનેક પૌષધશાળાઓ, દાનશાળાઓ અને ભોજનશાળાઓ બંધાવી હતી. સાધર્મિક ઉદ્ધારમાં તેઓ પ્રતિવર્ષ એક ક્રોડ દ્રવ્ય ખર્ચતા હતા. એ રીતિએ ચૌદ વર્ષમાં ચૌદ ક્રોડ તેમણે ખર્ચા હતા. શ્રાવકો ઉપરનો પ્રતિવર્ષ ૭૨) લાખ લેવાતો કર તેમણે બંધ કર્યો હતો. પ્રતિવર્ષ ૭૨) લાખની બિનવારસી મિલકતની આવક આવતી હતી, તેનો પણ તેમણે ત્યાગ કર્યો હતો. બિનવારસી મિલકતનો ધારો રદ કરનારા ઇતિહાસમાં તેઓ પહેલા જ રાજા હતા અને તેઓ એક જ થયા. શ્રી સિદ્ધગિરિજી, ગિરનારજી અને ચંદ્રપ્રભાસપાટણનો છ'રી પાળતો શ્રીસંઘ તેમણે કાઢ્યો હતો. પોતાની વૃદ્ધાવસ્થા છતાં, આ સંઘમાં તેઓએ છ’રી પાળતા, ખૂલ્લા પગે ચાલીને યાત્રા કરી હતી. નવ લાખ સુવર્ણની કિંમતનાં નવ મહારત્નોથી તેમણે શ્રીયુગાદિદેવની નવ અંગે પૂજા કરી હતી. ત્રણેય સ્થળોએ તીર્થમાળ પોતે ન પહેરતાં, ઉછામણી બોલાવી ૩ ક્રોડની તેમણે દેવદ્રવ્યમાં વૃદ્ધિ કરી હતી. શા ક્રોડની કિંમતનાં બે મણિ બે હારમાં નાખીને, તેમણે શ્રીયુગાદિદેવને તથા તેમનાથ પ્રભુજીને ચઢાવ્યાં હતાં. શ્રી ગિરનારજી ચઢવા માટે પગથિયાંની શ્રેણીવાળો સુગમ માર્ગ તેઓશ્રીએ બંધાવ્યો હતો. (૬) આઠ દિવસનો ભારે રથયાત્રા મહોત્સવ તેમણે શ્રી પાટણ નગરમાં ઉજવ્યો હતો. ઈત્યાદિ અગણિત દ્રવ્યવ્યય સાતેય સધર્મક્ષેત્રોની સભકિતમાં અને અનુકંપા તથા ઉચિત દાનમાં કરીને, ગુજરાતના સાચા નાથ રાજાધિરાજ શ્રી કુમારપાલે શ્રી જિનશાસનની અજોડ પ્રભાવના કરી હતી. ૧. શ્રી કુમારપાલ મહારાજાની દિનચર્યા સૂર્યોદય પૂર્વે રાત્રિરોષે શ્રી નમસ્કાર મહામંત્રના સ્મરણપૂર્વક તેઓ. ઊઠતા હતા અને સામાયિક-પ્રતિક્રમણ કરીને શ્રી યોગશાસ્ત્ર તથા વીતરાગસ્તોત્રનો પાઠ કરતા હતા. પછી પ૮ For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ કાયાશુદ્ધિ કરીને તેઓ પુષ્પાદિ વિધિથી ઘરદેરાસરમાં પ્રાતઃપૂજા કરતા હતા. પછી - તેઓ યથાશકિત પચ્ચખાણ કરતા હતા. પછી - * શ્રી ત્રિભુવનપાલ વિહારમાં જઇ ૭૨ સામન્તો આદિ સાથે તેઓ શ્રી અષ્ટપ્રકારી જિનપૂજા કરતા હતા. પછી - તેઓ શ્રી ગુરુ પૂજા કરતા હતા અને ગુરુવંદન કરીને પચ્ચખાણ પ્રકાશતા હતા. પછી - પૂજય ગુરુ મહારાજ પાસે પરલોક સુખાવહ શ્રી ધર્મકથાનું શ્રવણ કરતા હતા. પછી - સ્વ સ્થાને આવી લોકોની તેઓ અરજીઓ સાંભળતા હતા. પછીનૈવેદ્યના થાળ ધરી તેઓ ગૃહચેત્યોની પુનઃ પૂજા કરતા હતા. પછીતેઓ સુશ્રાવક-સાધર્મિક ભાઇઓ સાથે સંવિભાગ કરી ઉચિત અનુકંપાદિ દાનપૂર્વક શુદ્ધ ભોજન કરતા હતા. પછીસભામાં જઇ તેઓ વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ વિચારતા હતા. પછીરાજસિંહાસને બેસીને સામંત, મંત્રી, માંડલિક, શ્રેષ્ઠી આદિ મહાજનોને તેઓ દર્શન આપતા હતા. પછી૧૨. તેઓ આઠમ ચૌદશ સિવાયના દિવસના આઠમા ભાગે સાંજનું ભોજન કરી લેતા હતા. પછી૧૩. સાંજે પુષ્પાદિ વિધિથી તેઓ ગૃહચૈત્યની પૂજા કરતા હતા. પછી૧૪. પૂજય શ્રી ગુરુ મહારાજ પાસે ઉપાશ્રયે જઇ તેઓ સામાયિક-પ્રતિક્રમણ કરતા હતા. પછી૧૫. પાટ ઉપર બેસીને તેઓ રાત્રિના આરતી-મંગલ દીવો કરાવતા હતા. પછી૧૬. શ્રી સ્થૂલભદ્રાદિ મહાપુરુષોનું સ્મરણ કરી, સર્વ જીવોને ખમાવી, તેઓ નમસ્કારપૂર્વક શાન્ત નિદ્રા કરતા હતા. . هی શ્રાદ્ધરત્ન શ્રી કુબેર શેઠની નિયમપોથી નિરપરાધી ત્રસ જીવને નિરપેક્ષપણે મારવાની બુદ્ધિથી હણીશ નહિ. પાપ રાખીને અથવા સામાનું ખરાબ કરવાની બુદ્ધિથી જુઠું બોલીશ નહિ.. २. पाप પ૯ _કી , For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩. * ચોરી કરીશ નહિ. પરસ્ત્રી સેવીશ નહિ. મધ, મદિરા, માંસ, માખણ, રાત્રિભોજનનો ત્યાગ કરુ છું. પરિગ્રહમાં ૬) ક્રોડ સોનું, ૮) ક્રોડ રૂ૫, ૧૦૦૦) તોલા મણિ, ૨૦૦૦) કુંભ ઘી તેલાદિ, ૨૦૦૦) ખારી અનાજની, ૫૦૦૦૦ ઘોડા, ૧૦૦૦ હાથી, ૮૦૦૦૦ ગોધન, ૫૦૦ હલ, ૫૦૦ દુકાન, પ૦૦ મકાન, ૫૦૦ વહાણ, ૫૦૦ ગાડાં આટલી પૂર્વોપાર્જીત લક્ષ્મી છે; તે ઉપરાંત મારી ભૂ-પાર્જીત લક્ષ્મીનો હું ધર્મમાં સદુપયોગ કરીશ. ઇત્યાદિ. ૧૨૪ અતિચારોની સમજણ શ્રી સમ્યક્ત્વ મૂલ બાર વ્રતના એકંદર ૮૦) અતિચારોનું વર્ણના વિભાગ બીજામાં કરી ગયા છીએ. તે ઉપરાંત પંચાચારના ૩૯ અતિચારો. અને સંલેખનાના ૫ અતિચારો શાત્રે ફરમાવ્યા છે. તે હવે અનુક્રમે નીચે પ્રમાણે જણાવીએ છીએ. ને જે 5 પંચાચારો ૧-જ્ઞાનાચારના આઠ આચારો સેવનીય છે. કાલ – અસ્વાધ્યાયાદિ રૂપ અકાલે ન ભણ્ય, સ્વાધ્યાયાદિ રૂપ કાલે ભણવું અને મધ્યાહ્માદિ કાલવેલામાં ન ભણવું. વિનય - ગુરનો વંદનાદિ વિનય કરવો. બહુમાન - ગુરુ પ્રત્યે અંતરથી ભક્તિ રાખવી. ઉપધાન - પાચમૂત્રનો શ્રાવકે ઉપધાન વગેરે અને સાધુઓએ યોગ વગેરે તપ કરવો. અનિન્જવણ - પાઠક ગુરુ જે હોય તેમનું નામ ન છુપાવવું. વ્યંજન - શબ્દ ખોટા ન કરવા. અર્થ - અર્થ ખોટા ન કરવા. તદુભય - શબ્દ અને અર્થ બન્ને ખોટા ન કરવા. આ આઠ આચારોથી વિપરીત કરવું તે આઠ અતિચારો કહેવાય. 5 છે. તે જ્ઞાનાચારના સેવનમાં ટાળવા. go 6 $ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨-દર્શનાચારના આઠ આચારો સેવનીય છે. યદ્યપિ દર્શન એટલે શ્રી વિનોક્ત તત્ત્વરુચિ રૂપ સમ્યક્ત્વના પહેલાં પાંચ અતિચારો કહ્યા છે, તથાપિ ૧૨૪ અતિચારોમાં દર્શનાચારના આઠ આચારોના વિપરીત વર્તન રૂ૫ આઠ અતિચારોને જુદા પ્રતિક્રમણીયા કહેવામાં આવ્યા છે. તે આઠ આચારો આ પ્રમાણે :૧. નિઃશંકિત - સર્વજ્ઞ શ્રી જિને કહેલ તત્ત્વ પદાર્થમાં શંકા ન રાખવી. ૨. નિષ્કાંક્ષિત - અન્ય ધર્મો જૈન ધર્મ તુલ્ય માનવા નહિ તથા તેની ઇચ્છા ન કરવી. નિવિચિકિત્સા - ધર્મ ક્રિયાના ફલમાં સંદેહ ન રાખવો, પૂજયસાધુ - સાદવી મહારાજોની નિંદા ન કરવી. અમૂઢદ્રષ્ટિ - પરના ચમત્કારાદિ પ્રભાવોથી અંજાવું કે મુંઝાવું નહિ. ઉપબૃહણા - ધર્મ માટે કષ્ટ સહન કરનારની પુષ્ટિ કરવી, સહાયમાં ઊભા રહેવું. ગુણીયલની પ્રશંસા કરવી. સ્થિરીકરણ - ધર્મમાં ઢીલા થનારને સમજાવી, સહાય કરી સ્થિર કરવા. વાત્સલ્ય- શ્રી ચર્તુવિધ સંઘ-સાધર્મિકોનું હેતભર્યું વાત્સલ્ય કરવું, તેમના હિતસંબંધોની સતત ચિંતા કરવી. ૮. પ્રભાવના - સર્વોદયકારિ શ્રી જૈનશાસન ઉપર આવતાં આક્રમણ દૂર કરવા અને તેની સર્વતોદિગ્ગામી ઉન્નતિ કરવી. આ આઠ આચારોથી વિપરીત આચરણનું નામ આઠ અતિચારો છે, જે ત્યાજય છે. ૩-ચારિત્રાચારના આઠ આચારો સેવનીય છે, ઇર્યાસમિતિ - જોઇને ઉપયોગથી ગમનાગમન કરવું. ભાષાસમિતિ - મોઢા આગળ, મુહપત્તિ વગેરે ઉપયોગ રાખી નિરવદ્ય વચન બોલવું. એષણાસમિતિ - દોષિત આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, વસતિ પ્રમુખ ન લેવા. ૬૧ S For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ આદાન-ભંડ-મત્ત-નિક્ષેપણા સમિતિ- પાત્ર પ્રમુખ વસ્તુ જોઇને ઉપયોગથી પૂંજી -પ્રમાજી લેવી - મૂકવી અને પૂં જી -પ્રમાજી બેસવું ઊઠવું. પારિષ્ઠાપનિકા-સમિતિ - ઘૂંક, સ્લેમ, થંડિલ, માત્ર વગેરે નીચે જગ્યા જોઇને ઉપયોગથી પરઠવવું. મનોગતિ - મનમાં ખોટા વિચારો ન કરવા, સારા કુશલ વિચારો કરવા. વચનગુપ્તિ – ખરાબ-અકુશલ વચન ન બોલવાં, સારાં કુશલા વચન બોલવાં. કાયગુપ્તિ - કાયાથી અકુશલ-ખરાબ ક્રિયા ન કરવી, કુશલ-સારી ક્રિયા કરવી. આ આઠથી વિપરીત વર્તવું તેનું નામ ચારિત્રાચારના આઠ અતિચારો છે, તે ન સેવવા. ૪-તપાચારના બાર આચારો સેવનીય છે. અનશન - ખાવા-પીવાની વસ્તુનો ત્યાગ કરવો. ઉણોદરિતા - નિયત પ્રમાણથી ઓછું વાપરવું. વૃત્તિસંક્ષેપ - ખાદ્ય દ્રવ્યો ઓછાં કરવાં. રસત્યાગ - ઘી, દૂધ વગેરે ભક્ષ્ય વિગઇઓમાં પણ ત્યાગ કરવો, તેનો સ્વાદ જીતવો. કાયફલેશ - શીત, આતાપના, લોચ આદિ કાયફલેશ સહન કરવા. સંલીનતા - શરીરના અંગોપાંગ કાચબાની માફક સંકોચી રાખવા, તે જેમ-તેમ લાંબા-પહોળા કે ફેલાવવા નહિ. પ્રાયશ્ચિત - ગીતાર્થ યોગ્ય ગુરુ પાસે સ્વ-અપરાધો કપટ રાખ્યા વિના પ્રકટ કરી, તેઓ આપે તે પ્રાયશ્ચિત કરીને પોતાનું શુદ્ધિકરણ કરવું. વિનય - શ્રી અરિહંતાદિ સ્થાનો ને આશાતના પરિહાર અને ભકિત વંદનાદિ ઉપચાર કરવા રૂપ વિનય કરવો. ૬. ૬૨ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ યયાવચ્ચ - આ ચાર્ય, ઉપાધ્યાય, બાલ, વૃદ્ધ, ગ્લાન, તપસ્વી તથા સ્વગુર્વાદિની સેવા-સુશ્રુષા કરવી. ૧૦. સ્વાધ્યાય - શ્રી જિન પ્રવચનનો અભ્યાસ, ઉપદેશ, ચિંતનાદિ રૂપ સ્વાધ્યાય કરવો. ૧૧. ધ્યાન - સ્થિરતાથી આજ્ઞાચિય આદિ ૧૦ પ્રકારનું ધર્મધ્યાન કરવું. (જુઓ ફુટનોટ) ૧૨. કાયોત્સર્ગ - કાયાની સ્થલ ચેષ્ટાનો ત્યાગ કરી પરમ આદર્શ શ્રી અરિહંતાદિનું સ્મરણ કરતા રહેવું. આથી વિપરીત કારવાઇને તપાચારના બાર અતિચારો કહેવાય છે, જે ત્યાજય છે. ૧. પ-વીર્યાચારના ત્રણ આચારો સેવનીય છે. મનોવીર્ય - આવશ્યકાદિ ધર્મક્રિયાઓમાં મનની શક્તિ ન ગોપવવી. વચનવીર્ય - આવશ્યકાદિ ધર્મક્રિયાઓમાં વચનની શકિત ન ગોપવવી., કાયવીર્ય - આવશ્યકાદિ ધર્મક્રિયાઓમાં શરીરની શકિત ના ગોપવવી. ૧. આ ૧૦-ધર્મધ્યાનના ચાર પ્રકારો છે. આજ્ઞાવિચય - સર્વ પ્રાણીગણને એકાન્ત ગુણ કરનારી અને દોષોને ટાળનારી શ્રી જિનવરની આજ્ઞા દુર્લભ છે, તેના વિચારમાં ચિત્તને એકાગ્ર કરવું. અપાયરિચય - અકાર્ય સેવનથી અને કષાય વગેરે કરવાથી પ્રત્યક્ષ અને પરોક્ષ કેટલું નુકસાન થાય છે, તે સમજી તેમાં મન સ્થિર કરવું. વિપાકવિચય - સ્ટેજ હેજમાં પ્રમાદ વગેરેથી બંધાતા કર્મોના વિપાક પણ કેવા ભયંકર ભોગવવી પડે છે, તે એકાગ્રતાથી વિચારવું. સંસ્થાનવિચય - ચૌદ રાજલોકપ્રમાણ અનાદિ સંસારમાં જીવ કેટલું ભટકે છે. તે જાણી, તેના ઉપયોગમાં મનને સ્થિર કરવું. ચિત્તમાં પરમ શાંતિ, વૈરાગ્ય, પાપભીરતા, આત્મસંતોષ, કિયાભિરુચિ વગેરે ધ્યાનનાં શુભ ચિહનો છે. જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી. ગુણાધિકો પ્રત્યે પ્રમોદ, દીન-દુ:ખી પ્રેયે ક થી. અને ફિલષ્ટ જીવો પ્રત્યે મધ્યસ્થ ભાવ કેળવવાથી મનમાં બહુ શાંતિ મળશે. વૈરાગ્ય માટે સંસારપદાર્થોની અનિયતાદિ ૧૨ ભાવનાઓ નિર-17 માવવી, 33 For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ આથી વિપરીત થાય તેનું નામ અતિચાર છે અને તે ત્રણેય વીર્યાચારમાં ન લગાડાય. સંલેખનાના પાંચ અતિચારો. સંલેખના દરેક મનુષ્યને માટે કરણીય છે. તેના અતિચારો વર્જનીય છે. છેવટનું સમાધિમરણ સાધવા માટે શાસ્ત્રવિધિથી તપશ્ચર્યા કરીને યોગ્ય બનાવેલ મનને તથા તનને આજ્ઞાનુસાર અનશનાદિ વિધિથી સંકેલી લેવું, તેનું નામ સંલેખના, તેના પાંચ અતિચારો ૨. ૩. ૧. ઈહલોકાશંસાપ્રયોગ - રાજવૈભવાદિ મનુષ્યપણાની સાહેબી ઇચ્છવી તે. પરલોકાશંસાપ્રયોગ - પરલોકમાં દેવાદિપણાની સાહેબી ઇચ્છવી તે. જીવિતાશંસાપ્રયોગ - પોતાને માન પૂજા વગેરે સુખ મળતું દેખીને વધારે જીવવાની ઇચ્છા કરવી તે. મરણશંસાપ્રયોગ - પોતાને અવજ્ઞા વગેરે દુખ મળતું દેખી વહેલા મરી જવાની ઇચ્છા કરવી તે. કામભોગાશંસાપ્રયોગ - પોતાના કરેલા, તપશ્ચર્યા વગેરે ધર્મના બદલામાં પોતાને રૂપ-સૈભાગ્ય, સ્ત્રીવલ્લભતાદિ મળે તેમ ઇચ્છવું તે. ભવ્યાત્માઓએ ધર્માનુષ્ઠાનમાં ઉપર પ્રમાણેના પાંચ અતિચારો લગાડવા નહિ. આમ સમ્યક્ત્વમૂલ દ્વાદશવ્રતના ૮૦, જ્ઞાનાચારાદિ પાંચ આચારોના ૩૯ તથા સંલેખનાના૫, એમ એકંદર મળી ૧૨૪ અતિચારો થાય તે જાણવા યોગ્ય છે. પરંતુ આચરવા યોગ્ય નથી; માટે જીવનવર્તાવમાં તેનો સદંતર ત્યાગ રાખવો. સુખડી પ્રમુખનો કાળ ૧ માસ - કારતક સુદ ૧૫ થી ફાગણ સુદ ૧૪ સુધી શિયાળામાં સુખડી પ્રમુખનો કાળ એક માસનો ગણાય છે. ૨૦ દિવસ – ફાગણ સુદ ૧૫ થી અષાઢ સુદ ૧૪ સુધી ઉનાળામાં સુખડી છે ૬૪ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ પ્રમુખનો કાળ વીસ દિવસનો છે. ૧૫ દિવસ- અષાઢ સુદ ૧૫ થી કારતર સુદ ૧૪ સુધી ચોમાસામાં સુખડી પ્રમુખનો કાળ પંદર દિવસનો છે. યુગપ્રધાન શ્રી કાલિકાચાર્ય મહારાજે જયારથી ભાદરવા સુદ ૫ ની સંવત્સરીનું પરિવર્તન ભાદરવા સુદ ૪ નું કર્યું, ત્યારથી કારતક સુદ ૧૫ આદિની ચોમાસીનું પરિવર્તન પણ કારતક સુદ ૧૪ આદિમાં થયેલું છે તે ભૂલવું ન જોઇએ. એટલે હવે આપણાં સીમાચિહનો પાંચમ અને પૂર્ણિમા નથી રહ્યાં, કિન્તુ ચોથ અને ચૌદસ રહેલાં છે. ઉપર જે કાળ જણાવ્યો છે તે કાળ પૂરો થતાં સુખડી પ્રમુખ ચલિત રસ થાય છે અને તેથી અભક્ષ્યા બને છે. જો તેના વર્ણ-ગંધાદિ વહેલા ફરી જાય, તો કાળ પૂરો થયા પહેલાં પણ તે અભક્ષ્ય બની જાય છે. પાણીનો કાળ ૪ પ્રહર - કારતક સુદ ૧૫ થી ફાગણ સુદ ૧૪ સુધી શિયાળામાં ત્રણ ઉકાળાથી પરિપૂર્ણ ઉકાળેલા પાણીનો કાળ ચાર પ્રહરનો છે. પપ્રહર - ફાગણ સુદ ૧૫ થી અષાઢ સુદ ૧૪ સુધી માં ઉનાળામાં ઉક્ત રીતિએ ઉકાળેલા પાણીનો કાળ પાંચ પ્રહરનો છે. ૩ પ્રહર - અષાઢ સુદ ૧૫ થી કારતર સુદ ૧૪ સુધી ચોમાસામાં ઉકત રીતિએ ઉકાળેલા પાણીનો કાળ ત્રણ પ્રહરનો છે. - પાણીનો આ કાળ પૂરો થાય તે પહેલાં, પાણીમાં ચૂનો વગેરે નાખવાનો ઉપયોગ રાખવો જોઇએ. તેમાં જો પ્રમાદ થાય તો આલોયણા લેવાની આવે છે. પ્રમાણયુક્ત ચૂનો નાખ્યા પછી પાણી ૨૪) પ્રહર સુધી અચિત્ત રહી શકે છે. કાચા પાણીમાં ગોળ, સાકર પ્રમુખ દ્રવ્યો ભેળવવાથી પણ બે ઘડી પછી તે અચિત્ત થાય છે. પણ પ્રમાણમાં તે વસ્તુઓ બરાબર ભેળવેલી હોવી જોઇએ. આ દ્રવ્યોથી પણ પરિણત-અચિત્ત થયેલા પાણીનો કાળ ઉપર કહ્યા પ્રમાણે જ છે. (જુઓ, પૂ. સ્વ. પરમગુરૂ આ. શ્રી ૬૫ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ વિજયદાનસૂરિકૃત ‘વિવિધ પ્રશ્નોત્તર' - ભાગ ૧, પુ. (૭૮ , પ્રશ્નોત્તર ૧૧૬) કાંજીનું પાણી તથા શેરડીનો રસ કાઢ્યા પછી બે ઘડી રહીને અચિત્ત બને છે. તેનો કાળ બે પ્રહરનો છે. (જુઓ, પૂ. સ્વ. પરમગુરૂ આ. શ્રી વિજયદાનસૂરિકૃત ‘વિવિધ પ્રશ્નોત્તર' ભાગ ૧, પુ. ૬૫, પ્રશ્નોત્તર ૧૦૨) | કામળીનો કાળ ૪ઘડી- શિયાળામાં (કા. સુ. ૧૫ થી ફા. સુ. ૧૪ સુધી) સવારે સૂર્યોદયથી. | ચાર ઘડી સુધી અને સાંજે સૂર્યાસ્તમાં ચાર ઘડી બાકી રહે ત્યારથી, કામળી નાખવાનો કાળ લાગે છે. ૨ ઘડી - ઉનાળામાં (ફા. સુ. ૧૫ થી અ. સુ. ૧૪ સુધી) કામળી નાખવાનો કાળ બે ઘડી છે. ૬ ઘડી - ચોમાસામાં (અ. સુ. ૧૫ થી કા. સુ. ૧૪ સુધી) કામળી નાખવાનો કાળ છ ઘડી છે. સાધુ, સાધ્વી અને પોષાર્થી આદિઓ જો આ સમયમાં ખાસ ના છૂટકે બહાર નીકળવું પડે, તો માથેથી શરીર ઢંકાય તે પ્રમાણે કામળી ઓઢવાનો ખ્યાલ રાખવો જોઇએ, જયારે દીવાની ઉજજેહી લાગતી હોય, ત્યારે પણ કામળી ઓઢવાનું ભૂલવું નહિ. For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ પંડિત મ.સા.ના વ્યાખ્યાનનાં પુસ્તકો - . 4. G 7 ઇ ચાલો મોક્ષનું સાચું સ્વસ્થ સમજીએ ચિત્તવૃત્તિ અનુકંપાદાન સુપાત્રદાન યોગવિડિઝા ભાગ-૧ યોગવાડા ભાગ-૨ મનોવિજ્ઞાન પનોત્તરી સ્થા દ્વાઇ 10. કર્મવાદ ઠંડા ગીતાર્થ ગંગામાંથી પ્ર8ાશિત થયેલ પ્રવિણભાઈના પંડિતના પુસ્તકો - 1. યોગર્વ રાઠા શબ્દશ: વિવેચન અધ્યાત્મઉપનિષત્ પ્રકરણમ શબ્દશ: વિવેચન | For Personal & Private Use Only