________________
સમ્યક્ત્વ - તેમણે શ્રી અરિહંત દેવ, નિગ્રંથ ગુરુ અને કેવલી પ્રણીત ધર્મને જ, દેવ- ગુરુ અને ધર્મ તરીકે માનવાનું સ્વીકાર્યું હતું. પોતાના દેવમંદિરમાં પૂજાતી પોતાના પૂર્વજોએ કરાવેલી મહાદેવાદિની પ્રતિમાઓ તેમણે બ્રાહ્મણોને આપી દીધી હતી અને તેને સ્થાને ચોવીસ જિનપ્રતિમાઓ અને ગુરુ શ્રી હેમચંદ્રસૂરિની પાદુકા સ્થાપન કરી હતી. તેઓ શ્રી જિનપૂજા તથા ગુરુપૂજા ત્રિકાલ કરતા હતા. સવાર-સાંજ પોતાના ઘરદેરાસરમાં પુષ્પાદિથી અને મધ્યાહ્ન કાળે ૭૨ સામંતો, વામ્ભટ્ટ આદિ મંત્રીઓ તથા ૧૮૦૦ કોટ્યાધીશો સાથે આડંબરપૂર્વક અનર્ગલ દાન આપતા શ્રી ત્રિભુવનપાલ વિહારમાં અષ્ટપ્રકારી પૂજા કરતા હતા. જયાં સુધી સર્વ ઋતુનાં પુષ્પોથી પ્રભુભક્તિ કરવાનો મનોરથ પૂર્ણ ન થાય, ત્યાં સુધી તેમણે અન્ન-જલત્યાગ કરવાનો અભિગ્રહ લીધો હતો. તેનાથી શાસનદેવીએ તુષ્ટમાન થઇ, તેમના બગીચામાં હંમેશને માટે સર્વ ઋતુનાં પુષ્પો આવતાં કરી આપ્યાં હતાં. તેમને પૂ. ગુરમહારાજનાં ચરણકમલમાં વન્દન કર્યા વિના ભોજન ન કરવાનો નિયમ હતો. ચન્દન, કપૂર અને સુવર્ણ-કમલોથી તેઓ નિત્ય ગુરુપૂજા કરતા હતા. તેમણે તારક દેવ-ગુરુ-ધર્મના નિન્દકોને દંડપૂર્વક નિવાર્યા હતા અને પૂજકોને સન્માનપૂર્વક નવાજ્યા હતા. નવરાત્રીમાં રાજ્યની કુલદેવી કંટકેશ્વરીને પરાપૂર્વથી બકરાં, પાડા આદિ નો ભોગ આપવામાં આવતો હતો તે અને તેવી જ રીતરિવાજોના નામે બીજી થતી મહામિથ્યાત્વની હિંસક ક્રિયાઓ શ્રી કુમારપાળ રાજાએ બંધ કરી દીધી હતી. વિશેષમાં તેઓ દેવપૂજાના અવસરે શ્રી યોગશાસ્ત્ર અને શ્રી વીતરાગસ્તોત્ર ગ્રંથોની પણ પૂજા હંમેશાં કરતા હતા.
(૧) અહિંસાવ્રત - આ વ્રતમાં મન-વચન-કાયાથી કોઇ પણ નિરપરાધી ત્રસ જીવને મારવાની બુદ્ધિથી નિરપેક્ષપણે ન મારવો- ના મરાવવો, એવો નિયમ હોય છે. શ્રી કુમારપાળ મહારાજાએ ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ, સિંધ, કોંકણ, માલવા, મેવાડ, આદિ પોતાના ૧૮ દેશોમાં અમારિ પ્રવર્તાવી હતી. જૂ, લીખ, માંકડ કે મંકોડાને પણ કોઇ મારી શકે નહિ. કાશી, ગીજની આદિ ૧૪ દેશોમાં તેમણે મિત્રાચારી
આદિથી જીવરક્ષા કરાવી હતી. તેમના રાજયમાં સૈન્યના હાથી ઘોડા છે. ઉપરાંત તેઓના અંગત પાંચ લાખ ઘોડા, એક હજાર હાથી, એંશી હજાર છે
પ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org