________________
s
પુસ્તિકા વાંચતા પૂર્વે ચાલો આટલું સમજીએ
સ્વરૂપ -
જે તે અણુવ્રતનું પરિપૂર્ણ સ્વરૂપ હોય છે તેને ગ્રહણ કરવું તે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. તેની શકિત ન ધરાવનાર માટે વિકલ્પો સમજી લેવા.
વિકલ્પ
વિકલ્પ મૂકેલ છે તે વિકલ્પોમાંથી સર્વ વિકલ્પો, અગર તો શક્ય વિકલ્પો સ્વીકારીને, અથવા લખેલ ન હોય તેવો શકય વિકલ્પ સ્વીકારીને પણ અણુવ્રતધારી બની શકો છો.
પૂરક નિયમ -
અણુવ્રત પાલનમાં સહાયક અને પૂરક તેવા નિયમો છે. શક્તિ મુજબ અવશ્ય સ્વીકારવા, જેથી લીધેલ વ્રતના પાલનમાં સ્થિરતા આવે અને વ્રત દઢ બને.
અતિચાર -
અતિચારોના સેવનથી વ્રત શિથિલ અને મલિન બને છે, તથા લાંબો સમય સેવવાથી વ્રતભંગ થવાનો ભય ઊભો થાય છે; માટે અતિચારો સેવાયા હોય તો તરત ગુરુભગવંત પાસે પ્રાયશ્ચિત્ત લઇ શુદ્ધિ કરી લેવી.
જયણા -
જીવનમાં કોઇ પણ વ્યાજબી કારણસર તે તે વ્રત-નિયમના પાલનની શકયતા ન હોવાથી જે વિકલ્પ રાખવામાં આવે છે તે જયણા.
આગાર -
વ્રતમાં શાસ્ત્રમાન્ય છૂટ તે આગાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org