________________
ઇ છે < છે
જે
જે
ખોટા તોલ-માપ કરીશ નહિ. દાણચોરીની વસ્તુ લઇશ નહિ. થાપણ રાખનારનો વિશ્વાસઘાત કરીશ નહિ. રસ્તામાં પડેલી પારકી કીમતી વસ્તુઓ લેવી નહિ. વસ્તુની ભેળસેળ કરી કો ઇને છેતરવા નહિ.
પૂરક નિયમો) કોઇનું હક્કથી વધારે લેવું નહિ અને ઓછું આપવું નહિ. જેનું વધારે લીધું હોય તેનું આપી દેવાની દાનત રાખવી, અતિલોભ કરવો નહિ. ધર્માદાનું દેવું તરત ચૂકવી આપવું, બોલી કરીને રાખી નહિ મૂકવું.
|| જયણા ] માલિકી વિનાની નજીવી ચીજ લેવાય, સંબંધીના ઘરની વસ્તુ લેવાય, માલિક ના પાડે તેમ ન હોય અગર તેના મનને કશું દુઃખ થાય તેવું ન હોય તેવી ચીજ લેવાય, અજાણતાં દાન વગેરે ન ચૂકવાય, ટપાલ વગેરેની સૂક્ષ્મ ચોરી થઇ જાય, માન માયામાં અજાણતાં ફેર-બદલ થાય, સ્વપ્નમાં કોઇની વસ્તુ લેવાય, કાયદાની ગૂંચવણ, વ્યવહારિક આજીવિકાદિ કારણ, નિધાન તથા ઘરપ્રસંગાદિમાં અજાણતાં અથવા પરંપરાથી અદત્તભોગ ના થાય તેની જયણા રાખવી.
( ધ્યેય ઘરવ્યવહાર અને બીજી સર્વ લેવડ-દેવડમાં સખ્ત નીતિ પ્રમાણિકપણું જાળવવાનું ધ્યેય રાખવું. અતિ ઉષ્ણ ઘીથી ચોપડેલું અન્ન તથા સાંધા વિનાનું વસ્ત્ર મળે તેનાથી વધારે જરૂરીયાત માનવી તે લોભના લક્ષણ છે. સંસારમાં જે નર પુણીયા શ્રાવક' જેવા સંતોષી બને તેને ધન્ય છે. “સંતોષી નર સદા સુખી’ સાધુ મહારાજની ઉત્તમ સંતોષવૃતિને ધ્યાનમાં રાખી તમો પણ તમારી નીતિમત્તાનું ધોરણ ઊંચું જાળવી રાખવાનું ધ્યેય રાખો.
(અતિચારો]. ૧. તેનાહત - ચોરની લાવેલી વસ્તુ મફત અથવા થોડી કિંમતમાં
લેવી તે. તરપ્રયોગ - ચોરને ચોરી કરવાની પ્રેરણા કરવી, ચોરીનાં સાધન ભોજન વગેરે આપી મદદ કરવી તે.
- ૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org