________________
(૬) દિગ્વિરતિ - આ વ્રતમાં શ્રી કુમારપાલે સર્વ ચૈત્યનાં દર્શન અને ગુરુવંદન સિવાય ચોમાસામાં પાટણના દરવાજા બહાર પણ નહિ જવાનો નિયમ રાખ્યો હતો. આ નિયમ સાંભળીને ગુજરાત ઉપર શક રાજાએ ચોમાસામાં ચઢાઇ કરી હતી. તેમાં પૂજય ગુરૂદેવના પ્રતાપે તેને શિકસ્ત મળી હતી. તે શક રાજાએ છ મહિના સુધી તેના મ્લેચ્છ રાજયમાં પણ અહિંસા પાળવાનું કબૂલ કરાવીને, પછી માનપૂર્વક છોડી દેવામાં આવ્યો હતો.
(૭) ભોગોપભોગવિરતિ - આ વ્રતમાં શ્રી કુમારપાલ મહારાજાએ ભોજનથી માંસ, મદિરા, મધ, માખણ આદિ બાવીસ અભક્ષ્યોનો અને બત્રીસ અનંતકાયોનો ત્યાગ કર્યો હતો. રોગાદિ કષ્ટમાં પણ તેમણે તેની છૂટ રાખી ન હતી. પ્રભુની આગળ ન ધરવામાં આવેલાં ફળ, પુષ્પ, પત્ર, આહારાદિ વસ્તુઓ પોતે વાપરતા ન હતા. સચિત્તમાં માત્ર એક નાગરવેલનું પાન તેઓ વાપરતા હતા. દિવસમાં આઠ જ પાનબીડાંનો નિયમ તેમણે રાખ્યો હતો. ખાધાવારે સાંજે દિવસના આઠમા ભાગે તેઓ ભોજન કરી લેતા હતા. તેઓ રાત્રિએ હંમેશા ચોવિહાર કરતા હતા. ચોમાસામાં માત્ર એક ઘી વિગઇ જ તેઓ વાપરતા હતા. લીલું શાક બધું તેમણે ત્યાગ કર્યું હતું. તપનાં અત્તર અને ઉત્તર પારણા સિવાય ચાતુર્માસમાં તેઓ હંમેશાં એકાસણું કરતા હતા અને બ્રહ્મચર્ય પાળતા હતા. સર્વ પર્વતિથિઓને દિવસે સચિત્ત તેમ જ વિગઇઓ તેઓ જરાપણ લેતા ન હતા. ઘેબરના ભોજનથી તેમને માંસાહારનું સ્મરણ થતું હતું, તેથી તેનો પણ તેમણે ત્યાગ કર્યો હતો. વળી પૂર્વે બત્રીસ દાંતથી અભક્ષ્ય ખાધું હતું, જેથી તેની પાપશુદ્ધિ માટે તેમણે ચોવીસ તીર્થપતિ આદિના બત્રીસ રાજવિહારો કરાવ્યા હતા.
કર્મથી તેમણે પંદર કર્માદાનોમાં અંગાર, શકટ આદિ કર્મોથી થતી આવકનો નિષેધ કર્યો હતો અને તેના પટ્ટકો પણ રદ કર્યા હતા.
(૮) અનર્થદંડવિરતિ - આ વ્રતમાં તેમણે શિકારાદિ સાતેય દુર્વ્યસનોની અઢારે દેશમાં બંધી કરી હતી; તેમજ પોતે એક મહાન્ રાજવી
૫૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org