________________
3.
૪.
૫.
૬.
૧.
૨.
અપ્લાય - પાણીરૂપ શરીરવાળા .વો. અહીં તેનાં નિર્જીવ શરીરો પણ સમજવાં. પાણી-બરફ કરા વગેરેનો સમાવેશ થાય છે. વજનથી નિયમ કરવો. પીવા તથા વાપરવાના પાણીનો આમાં સમાવેશ થાય છે. નિયમ ધારનારે નળ નીચે બેસી ન્હાવું નહિ. તેમજ ઘણા પાણીમાં પડીને ન્હાવું નહિ, પરંતુ વાસણમાં થોડું પાણી લઇ પછી જ ન્હાવું.
તેઉકાય - અગ્નિરૂપ શરીરવાળા જીવો. દેવતા-વીજળી-સળગતા ગેસ વગેરેનો સમાવેશ થાય છે. ચૂલા-સ્ટવ-ભઠ્ઠી તથા સઘળી જાતના દીવા વગેરે - લાઇટ વગેરે કે ઇલેક્ટ્રીકથી ચાલતા સાધનોમાં તેઉકાયની વિરાધના થાય છે. આનો નિયમ સંખ્યાથી કરવો. એક-બે ચૂલા ધારવા. (કંદોઇના ચૂલાની છૂટ રાખી હોય તો જ તેની મીઠાઇઓ ખપે.)
વાઉકાય પવનરૂપ શરીરવાળા જીવો. પવન-વાયરોવંટોળિયો, પંખા આદિનો સમાવેશ થાય છે. આમાં હીંચકા આદિ પણ ગણાય. આ નિયમ સંખ્યાથી ધારવો. વનસ્પતિકાય - વનસ્પતિરૂપ શરીરવાળા જીવો. અહીં તેના અચિત્ત શરીરનો પણ સમાવેશ થાય છે. લીલોતરી તોલીને સમજવી. અમુક સંખ્યા પણ ધારી શકાય.
ત્રસકાય - હાલતાં ચાલતાં તમામ સક્રિય પ્રાણીઓ. આમાં બેઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના પ્રાણીઓનો સમાવેશ થાય છે. અળસીયા, ડાંસ, માખી, મનુષ્યો, પશુ, પંખી, માછલાં વગેરેને જાણી જોઇને મારવાની બુદ્ધિથી હણવા નહિ. દરેક પ્રવૃત્તિઓમાં
ઉપયોગ રાખવો.
અસિકર્મ -હથિયારથી આજીવિકા ચલાવવાનો ધંધો. તલવાર, બંદૂક, ચપ્પુ, સૂડી, કાતર વગેરેનો હથિયારમાં સમાવેશ થાય છે. આવાં હથિયારો કેટલાં વાપરવાં તેનો સંખ્યાથી નિયમ કરવો. ટાંકણી, કાગળ ભરાવવાની પીન વગેરેની જયણા રાખવી.
મસિકર્મ - લખેલા શાસ્ત્રોના પઠન, પાઠન અને વેપારમાં નામ વગેરે લખવામાં મસી-શાહીનો ઉપયોગ થાય છે. અર્થાત્ મસી· શાહીના ઉપયોગપૂર્વક આજીવિકા ચલાવવાનો ધંધો. અહીં
૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org