________________
લખવાના કામમાં ઉપયોગમાં લેવાતાં દ્રવ્યો શાહી, કલમ, હોલ્ડર, પેન્સીલ વગેરેનો સમાવેશ થાય છે. ઉપરોકત વસ્તુઓનો સંગાથી નિયમ કરવો, કૃષિ કર્મ - ખેતી કરીને આજીવિકા ચલાવવાનો ધંધો. ખેતીમાં ઉપયોગી હળ-કોશ-સ્નેહથોળી-પાવડા વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ સાધનોની સંખ્યાની ધારણા કરવી,
સારાંશ જગતમાં જે જે પદાર્થો વિધમાન છે, તે - તે બધા કદી પણ આપણા ભોગોપભોગમાં આવતા નથી, છતાં તે પ્રત્યેક પદાર્થોના આરંભથી ઉત્પન્ન થતા દોષો આપણને અવિરતપણે લાગી રહ્યા છે. માટે ઉપર પ્રમાણે નિયમો ધારવાથી છૂટા રાખેલ સિવાયના આરંભ સમારંભ કે પાપની પ્રવૃત્તિનો ત્યાગ થાય છે અને ધર્મ આરાધનાની શ્રેણીમાં આત્મા વિશુદ્ધિ અને તન્મયતા. કેળવી આગળ વધે છે.
રાત્રે ઉપર પ્રમાણે દિવસના સંબંધમાં સમજવું. પરંતુ રાત્રે કેટલીક બાબતમાં તદ્દન ત્યાગ તથા ઓછી વતી જરૂરીયાતના અંગે ઓછાવત્તાપણું રહેશે, માટે જરૂરીયાત પ્રમાણે ધારવું. કેટલાકમાં થોડો ઘણો જાણવા જેવો. ફેરફાર છે તેની વિગત નીચે મુજબ જાણવી....
ઘણીખરી વસ્તુઓનો ત્યાગ જ રહેશે, છતાં જરૂરીયાત પ્રમાણે કેટલીક છૂટ રાખી શકાય - ૧. રાત્રે ચોવિહારવાળાને અણાહારી ચીજો - અણાહારી વસ્તુઓ
વાપરવાની જરૂર પડે તો તેની અમુક સંખ્યામાં છૂટ રાખવી અને
જેટલી ચીજો રાખી હોય તેટલાં દ્રવ્ય ધારવાં. ૨. બ્રહ્મચર્યમાં વ્રતધારીએ “કાયમી સવથ બ્રહ્મચર્ય પાળવું” તેવું
બોલવું.
ગૃહસ્થોએ તિથિઓ - પર્વો - આયંબિલની ઓળીઓ - કલ્યાણક દિવસોએ સર્વથા પાલનનો નિયમ કરવો. તે સિવાયના દિવસોમાં પણ સંખ્યા તથા સમયથી પ્રમાણ કરવું.
ઉપર પ્રમાણે પોતાની જરૂરીયાત પ્રમાણે સવાર સાંજ નિયમો ધારવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org