________________
આ મહિનાઓમાં લોટ ચાળ્યા પછી એક અન્તર્મુહૂર્ત - બે ઘડી સુધી મિશ્ર રહે છે, તે પછી અચિત્ત ગણાય છે.
સચિત્ત - અચિત્તાદિની સમજણ
જીવવાળી વસ્તુ હોય તે સચિત્ત કહેવાય છે. જીવ રહિત બનેલી વસ્તુ અચિત્ત કહેવાય છે, અને જેમાં કેટલાંક અવયવ જીવવાળાં હોય, કેટલાંક અવયવ જીવ રહિત હોય તે વસ્તુ મિશ્ર કહેવાય છે. કાચી પૃથ્વી, પાણી, અગ્નિ, પવન તથા ધાન્યાદિ વનસ્પતિ, એકેન્દ્રિય જીવસ્વરૂપ છે. શંખ કીડા વગેરે બેઇન્દ્રિય જીવો હોય છે. કીડી, મકોડા આદિ તેઇન્દ્રિય જીવો હોય છે. માખી, વીંછી, ભમરા વગેરે ચઉરિન્દ્રિય જીવો હોય છે અને નારકી, દેવતા, મનુષ્યો, સાપ, પશુ, પંખી આદિ પંચેન્દ્રિય જીવો હોય છે. આ જીવોની હિંસા ન થાય તથા ઇન્દ્રિય વિકારો ન વધે, તે હેતુથી શાસ્ત્રમાં તેમજ લોકવ્યવહારમાં ભસ્યાભસ્યાદિની જે વ્યવસ્થા નિયત કરવામાં આવી છે તેને અનુસરીને અભક્ષ્યાદિનો ત્યાગ કરવો. જીવદયાના પરિણામ સાચવવા તથા શાસ્ત્રોક્ત વ્રત-નિયમો બરાબર ગ્રહણ કરવા અને પાળવા, એ પ્રત્યેક વિવેકીનું કર્તવ્ય છે. તેની યતના રાખવાના હેતુથી શ્રાવકે મકાનમાં રસોઇ, ખાવા-પીવા, દળવા, ખાંડવા, સૂવા, બેસવા, નાહવા, આદિ દસ ઠેકાણે ચંદરવા બાંધવા જોઇએ અને (૧) પાણી ગાળવાનું, (૨) ઘી ગાળવાનું, (૩) તેલ ગાળવાનું, (૪) દૂધ ગાળવાનું, (૫) છાશ ગાળવાનું, (૬) ઉકાળેલું પાણી ગાળવાનું, (૭) આટો ચાળવાનું એમ સાત ગળણાં-ગળણી-ચાળણી યથાયોગ્ય રાખવાનો ઉપયોગ રાખવો જોઇએ.
સંયમી બનવા માટે ચૌદ નિયમ ધારવાની ખાસ જરૂર ભૂતકાળ કરતાં આજકાલ વધી પડેલી બિનજરૂરી જરૂરીયાતોને લીધે જીવન અસંયમી બની રહ્યું છે. મોંઘુ બની રહ્યું છે.
સંયમી અને સાદું જીવન જ તેમાંથી બચવાનો ઉપાય છે. આ ચૌદ નિયમ ધારવાની યોજના સંયમી જીવન કેળવવા માટેની વ્યવહારુ ચાવી છે તેમ જણાય છે.
દરરોજ સવારે આગલી રાત્રિના નિયમો સંક્ષેપવા જોઇએ અને ચાલુ દિવસના ધારવા જોઇએ.
Jain Education International
૨૫
For Personal & Private Use Only
www.jainelibrary.org