________________
આથી વિપરીત થાય તેનું નામ અતિચાર છે અને તે ત્રણેય વીર્યાચારમાં ન લગાડાય.
સંલેખનાના પાંચ અતિચારો. સંલેખના દરેક મનુષ્યને માટે કરણીય છે. તેના અતિચારો વર્જનીય છે. છેવટનું સમાધિમરણ સાધવા માટે શાસ્ત્રવિધિથી તપશ્ચર્યા કરીને યોગ્ય બનાવેલ મનને તથા તનને આજ્ઞાનુસાર અનશનાદિ વિધિથી સંકેલી લેવું, તેનું નામ સંલેખના, તેના પાંચ અતિચારો
૨.
૩.
૧. ઈહલોકાશંસાપ્રયોગ - રાજવૈભવાદિ મનુષ્યપણાની સાહેબી
ઇચ્છવી તે. પરલોકાશંસાપ્રયોગ - પરલોકમાં દેવાદિપણાની સાહેબી ઇચ્છવી તે. જીવિતાશંસાપ્રયોગ - પોતાને માન પૂજા વગેરે સુખ મળતું દેખીને વધારે જીવવાની ઇચ્છા કરવી તે. મરણશંસાપ્રયોગ - પોતાને અવજ્ઞા વગેરે દુખ મળતું દેખી વહેલા મરી જવાની ઇચ્છા કરવી તે. કામભોગાશંસાપ્રયોગ - પોતાના કરેલા, તપશ્ચર્યા વગેરે ધર્મના બદલામાં પોતાને રૂપ-સૈભાગ્ય, સ્ત્રીવલ્લભતાદિ મળે તેમ ઇચ્છવું તે.
ભવ્યાત્માઓએ ધર્માનુષ્ઠાનમાં ઉપર પ્રમાણેના પાંચ અતિચારો લગાડવા નહિ.
આમ સમ્યક્ત્વમૂલ દ્વાદશવ્રતના ૮૦, જ્ઞાનાચારાદિ પાંચ આચારોના ૩૯ તથા સંલેખનાના૫, એમ એકંદર મળી ૧૨૪ અતિચારો થાય તે જાણવા યોગ્ય છે. પરંતુ આચરવા યોગ્ય નથી; માટે જીવનવર્તાવમાં તેનો સદંતર ત્યાગ રાખવો.
સુખડી પ્રમુખનો કાળ ૧ માસ - કારતક સુદ ૧૫ થી ફાગણ સુદ ૧૪ સુધી શિયાળામાં સુખડી પ્રમુખનો કાળ એક માસનો ગણાય છે. ૨૦ દિવસ – ફાગણ સુદ ૧૫ થી અષાઢ સુદ ૧૪ સુધી ઉનાળામાં સુખડી
છે
૬૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org